Abtak Media Google News

મોરબીના તત્કાલીન મામલતદાર દમયંતી બારોટ વિરુદ્ધના લાંચ કેસમાં મહત્વનો ચુકાદો

લાંચના કેસમાં સરકારી અધિકારી સામે પ્રોસીકયુટર મંજુરી રાજયપાલ ન આપે તો અદાલત સરકારી અધિકારી સામે લાંચના કેસ ચલાવી ન શકે તેવો મહત્વપૂર્ણ ચુકાદો મોરબી અદાલતે આપતા મામલતદાર વર્ગ ૧ અને વર્ગ ૨ ના કર્મચારીઓમાં રાહતની લાગણી પ્રસરી છે.
આ કેસની હકીકત એવી છે કે મોરબીના રહીશ દેવરાજભાઈ ધરમશીભાઈ ડાભી રાજકોટ પોલીસ સ્ટેશનમાં તા.૧૯/૦૧/૨૦૧૯ ના રોજ ફરિયાદ કરી હતી કે મોરબી મામલતદાર કચેરીમાં તેને ખેતીની જમીનમાં વારસાઈ એન્ટ્રી પાડવા અરજી કરી હતી આ એન્ટ્રી પાડવા મોરબીના મામલતદાર અને નાયબ મામલતદાર રૂ.રપ,૦૦૦ (રૂપિયા પચીસ હજાર પુરા) ની લાંચની રકમની માંગણી કરી હતી. બાદમાં ફરીયાદી નાયબ મામલતદાર રામજીભાઈ ભીંમજીંભાઈ પરમારને મળતા રૂ.૨૫૦૦૦ ને બદલે રૂપિયા વ્યાજબી રકમ કરવા જણાવતા નાયબ મામલતદારે રૂ ૧૫૦૦૦ આપવા જણાવેલ આ ફરીયાદ આધારે એ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર કે.બી.ઝાલા એ ફરીયાદ દાખલ કરી બે સરકારી કર્મચારીઓને છટકામાં સાથે સામેલ રાખી મોરબી મામલતદાર કચેરીમાં છટફુ ગોઠવેલું.
આ છટકામા મામલતદાર કચેરીમાં તપાસ કરતા મામલતદાર કચેરીમાં  દમયંતીબેન એમ. બારોટ મળી આવેલ નહી, આથી નાયબ મામલતદાર રામજીભાઈ ભીમજીભાઈ પરમાર પર છટકુ ગોઠવેલું- ફરીયાદી  દેવરાજભાઈ ધરમશીભાઈ ડાભી અને સરકારી પંચો નાયબ મામલતદાર પંચોને રૂબરૂ મળતા તેને લાચની રકમ સ્વીકારતા છટકામાં આબાદ ઝડપાઇ ગયેલા હતા.
પોલીસે નાયબ મામલતદારની ધરપકડ કરી તેની પુરછપરછ કરતા અગાઉ રૂ.રપ,૦૦૦ માંગણી કરતા મામલતદાર દમયંતિબેન એમ. બારોટે કરી હોવાની હકીકત ખોટી હોવાનુ જણાવેલ તપાસ દરમિયાન મામલતદાર દમયંતીબેન એમ. બારોટ રેડના દિવસે ગાંધીનગર મીર્ટીગમા હોવાનું જણાય આવેલ હતું. આથી પોલીસે માત્ર નાયબ મામલતદાર રામજીંભાઈ ભીમજીં પરમાર સામે ગુન્હાનુ ચાર્જશીટ કરેલ હતું.
મોરબીના ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ રીઝવાનબેન ધોધારી સાહેબની કોર્ટમાં કેસ શરૂ થતા સરકાર તરફે આ કેસમાં મામલતદાર દમયંતિબેન એમ. બારોટે રૂ.પ,૦૦૦ ની માંગણી કરેલ હોવાનું ફરિયાદીનું કથન હોય મામલતદાર  દમયંતીબેન એમ. ખારોટને સહ આરોપી જોડવા ભ.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭,૧૩ (૧)(ઘ) તથા ૧૩ (2) વિગેરે મુજબનો કેસ ચલાવવા ફોજદારી દંડસહિંતાની કલમ ૩૧૯ મુજબ અરજી કરી હતો અને અદાલતે મામલતદાર  દમયંતીબેન એમ. બારોટને કારણદર્શક નોટીસ કાઢી હતી
મામલતદાર દમયંતીબેન એમ. બારોટ તરફે વકીલ વી.એચ.કનારાની સરકારની આ અરજો સામે કાનૂની મુદો ઉઠાવી મામલતદાર મુજબ રજૂઆત કરી હતો કે મામલતદાર બીજા વર્ગના સનદી અધિકારી છે. રાજયપાલની પુર્વ મંજૂરી વગર મામલતદાર સાથે લાંચ રૂશ્વત ધારા તળેના કેસમાં અદાલત ઓગ્નિજીંશન લઈ શકે કે આવા અધીકારીને આરોપી બનાવી શકે નહી, સુરેન્દ્રજોતર્સીગ વિરૂધ્ધ પંજાબ રાજયના ચુકાદાના કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા પર આધાર રાખી રજૂઆત કરી હતી કે, પ્રથમ બીજા વર્ગના અધિકારી કાર્યોને આ કાયદા તળે સરકારનું રક્ષણ છે, રાજયપાલની પુર્વ મંજુરી સીવાય પ્રથમ વર્ગના કે બીજા વર્ગના અધિકારી સામે અદાલત લાંચ અંગેના કેસ ચલાવી શકે નહી. આ જૉગવાઇ પ્રમાણીક્ર અધિકારી નિર્ભય અધિકારી તરીકે અધિકારી બની ફરજ બજાવી શકે તે માટે રક્ષણ આપવાનું છે, આ કેસમાં મામલતદાર સામે તપાસ દરમ્યાન કોઈ વિશ્વાસ પ્રાપ્ત પુરાવો મળી આવ્યો નથી. રેટની અગાઉ મામલતદારની બદલી ગાંધીનગર થઈ ગયેલ હતી. પરંતુ ફરિયાદીએ કોઈ અસંતુષ્ટના ઈસારે મામલતદાર સામે આક્ષેપ કરેલ છે, આથી મામલતદાર સામે લા’ચનો કેસ રાજયપાલની પ્રોસીકયુટરની મંજૂરી સિવાય ચલાવી શકાય નહી.
ઉભયપક્ષની રજૂઆત બાદ મામલતદાર તરફે  વકીલ વી.એચ.ક્નારાએ કરેલ રજૂઆત ધ્યાને લઈ મામલતદાર સામે રાજયપાલે પ્રોસીકયુટરની મંજૂરી આપેલ ન હોય, લાંચનો કેસ ચલાવી શકાય નહી. તેમ ઠરાવી ફરિયાદીની મંજૂરી આપેલ ન હોય, લાંચનો કેસ ચલાવી શકાય નહી તેમ ઠરાવી ફરિયાદીની અરજીં ના મંજૂર કરેલ છે. સમગ્ર મોરબી જીલ્લામાં ચકચારી બનેલ આ કેસમાં અદાલતનો મહત્વનો ચુકાદો આવતા જીલ્લા ભરના પ્રથમ વર્ગના અધિકારી બીજા વર્ગના અધિકારી રાહતની લાગણી પ્રસરી છે. મામલતદાર તરફે વકીલ  જામનગરના સીનીયર ધારાશારત્રી  વી.એચ.કનારા અને નિકુજ વી.કનારા રોકાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.