Abtak Media Google News

બેન્કના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી ફરી ચાર્જશીટ રજુ કરવાનો આદેશ: પોલીસ તપાસની ખામી અંગે તાકીદ

શહેરના જયુબીલી શાક માર્કેટ પાસે સિંધુ અલ્ટ્રા કેમિકલ્સના ડાયરેકટરના આઇસીઆઈસી બેન્ક ખાતામાંથી ઓન લાઇન થયેલી ‚ા.૪૨.૮૮ લાખની છેતરપિંડી અંગે પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા અદાલતે તપાસમાં સાઇબર ક્રાઇમની મદદ લીધી વિના તપાસ કરી હોવાની અને કૌભાંડમાં બેન્કના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ ન થઇ હોવાથી ફેર તપાસ કરવાનો પોલીસને કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટના હુકમનો અનાદર થશે તો જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

Advertisement

સિંધુ અલ્ટ્રા કેમીકલના ડાયરેકટર ધનરાજભાઇ મનવાણીના આઇસીઆઇસીઆઇ બેન્ક ખાતામાંથી ‚ા.૪૨.૮૮ લાખ ઓન લાઇન ઉપડી ગયા અંગેની ગત તા.૨-૪-૧૪ના રોજ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં ગજેન્દ્રસિંહ, રાકેશસિધ, મુકેશસિંધ, સચિનસિંધ, વિવેકાનંદ ગૌડા, ચંદ્રા મેરી, નરેસ સાઇરામ ચૈતાની, અજય ધરમદેવ શાહ, રાહુલકુમારસિંધ અને યશ ટી એસોસિએટના સંસ્થાપક સામે બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચરવામાં આવ્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે ઉત્તર પ્રદેસના બ્રિજપાલ ધ્યાનસિંગ બાગવાન, નરેન્દ્રસિંગ કતાપસિંગ જાટ, યોગેન્દ્રસિંઘ કાશીરામ પ્રજાપતિ અને ગજેન્દ્રસિંઘ ‚પસિંગ સૈનીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતુ તેમજ તેની પાસેથી કંઇ રીકવરી કરવામાં આવી ન હતી.

પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરવામાં આવતા બચાવ પક્ષે કોર્ટમાં અરજી આપી પોલીસે આઇસીઆઇસી બેન્કના કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં તપાસ કરવામાં આવી નથી, પોલીસે રિકવરી કંઇ કરી નથી, પોલીસે તપાસમાં સાઇબર ક્રાઇમની મદદ લીધી ન હોવાથી ફેર તપાસ કરવા માગણી કરતા અદાલતે અરજી મંજુર કરી ફેર તપાસનો હુકમ કરી આઇસીઆઇસીઆઇ બેન્કના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે સ્પષ્ટ કરવા હુકમ કરી ફરી ચાર્જશીટ રજુ કરવા આદેશ કર્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્કના ગ્રાહક ધનરાજ મનવાણીની પોતાને અને બેન્ક સિવાય અન્ય કોઇ પાસે માહિતી ન હોય તેમ છતાં ગુપ્ત માહિતીના આધારે ઓનલાઇન કંઇ રીતે છેતરપિંડી થઇ હોવાથી બેન્કના જ કોઇ કર્મચારી દ્વારા ગુપ્ત માહિતી લીક કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલી ચાર્જશીટ ખામી ભરેલુ હોવાથી પોલીસે સાઇબર ક્રાઇમના જાણકાર અધિકારીના માર્ગ દર્શન હેઠળ તપાસ થાય તેવો હુકમ કર્યો છે.

ફરિયાદી વતી વકીલ તરીકે એડવોકેટ તરીકે અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, નયન વ્યાસ, ગૌતમ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.