Abtak Media Google News

સિવિલ ડીવીઝન કોર્ટ દ્વારા કોમ્પ્યુટર, સીપીયુ, ફર્નીચર, એસી સહિતના સામાનની જપ્તીથી સબરજીસ્ટ્રાર કચેરીના અરજદારો હેરાન-પરેશાન

ધોરાજીમાં ભાદર ૨ ડેમ સિંચાઇ યોજનામાં જે ખેડૂતોની જમીન સંપાદનમાં જતી રહી તેને યોગ્ય વળતર ન મળતા નામદાર ધોરાજી કોર્ટે રજિસ્ટ્રાર કચેરી,ભાદર સિંચાઇ કચેરી,ટ્રેઝરી ઓફિસમાં જપ્તી નો હુકમ બજાવતા રજિસ્ટ્રાર ઓફિસનું એસી,કોમ્યુટર, સીપીયુ, અને ફર્નિચર ભરી જતા ભારે હંગામો સર્જાયો હતો.

ધોરાજી પાસે ભાદર ૨ ડેમ સિંચાઈ યોજના ની જમીન સંપાદનનું કાર્ય ૧૯૯૭ વખતે થવા પામ્યું હતું જેમાં ધોરાજી તેમજ ભુખી અને તરવડા ગામની ખેડૂતોની જમીનનું સરકાર શ્રી દ્વારા સંપાદન કરવામાં આવ્યું હતુ

જે તે સમયે સરકાર શ્રી દ્વારા ખેડૂતોને જમીનના મીટર દીઠ પાંચ થી આઠ રૂપિયા જેવી રકમનું વળતર આપવામાં આવેલ હતું જેની સામે ખેડૂતો વાંધો લઈ નામદાર કોર્ટના શરણે જઈ મીટર દીઠ રૂપિયા ૧૦૦૦ નું વળતર ચૂકવવા માગણી કરી હતી.

ખેડૂતો વતી એડવોકેટ જી એમ ઠેસીયા કોર્ટ કેસ લડી રહ્યા હતા.

નામદાર કોર્ટ દ્વારા જ્યારે જપ્તી લેવામાં આવી તે સમયે અરજદાર ખેડૂતો કચેરી ખાતે પહોંચી ગયા હતા. અને મીડિયા સમક્ષ ખેડૂતોએ દયામણા સુરે જણાવ્યું હતું કે સરકારશ્રી સંપાદન માટે જમીનો લઈ શકે છે તે સરકાર શ્રી નો અધિકાર છે પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેનું ધ્યાન રાખવું એ પણ સરકારની ફરજ છે ૧૯૯૭ સાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર મળતા નાછૂટકે નામદાર કોર્ટ નું શરણું લેવું પડ્યું હતું અને આ બાબતને ૨૦ વર્ષથી વધારે સમય વીતી ગયો હોય ત્યાં સુધી ખેડૂતોને વળતર ન મળે આમાં અનેક ખેડૂતો પાઇ માલ પણ થઇ ગયા. પૂરતુ વળતર ન મળવાને કારણે તેઓને આર્થિક નુકસાની અને ખેડૂત પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ  પણ સ્થગિત કરવો પડ્યો, આટલા લાંબા સમય દરમિયાન અરજદાર ખેડૂતોમાંથી અનેક ના મૃત્યુ પણ થઇ ગયા છે. ૨૧ ૨૧ વર્ષે ખેડૂતોને ન્યાય મળ્યો છે ખેડૂતોની વાત નામદાર કોર્ટે યોગ્ય ઠેરાવી છે તે ખુશીની વાત છે પરંતુ હજી સુધી સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાયું નથી તેનું દર્દ પણ છે આવું ખેડૂતોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત  સોમવારના કચેરીના ચાલુ દિવસે કોર્ટ દ્વારા રજીસ્ટાર કચેરી નું કોમ્પ્યુટર અને ફર્નિચર જપ્ત કરી લેવામાં આવતા રજીસ્ટાર કચેરી ખાતે કામ સબબ આવેલા અરજદારોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

નામદાર કોર્ટ દ્વારા રજિસ્ટ્રાર ઓફીસ,ટ્રેઝરી ઓફિસ, અને ભાદર ઇરીગેશન ઓફિસની મિલકતોનું જપ્તીની કામગિરી થતાં સરકારની આબરૂનું નીલામ થવા પામ્યું હતું તેવું પ્રત્યક્ષદર્શી ઓ ચર્ચા કરી રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.