Abtak Media Google News

તમામ કાર્યકરોએ નવા હોદેદારોની વરણીને આવકારી

ઉપલેટા તાલુકા ભાજપના નવા હોદેદારોના જીલ્લા ભાજપ ના આગેવાનોની હાજરીમાં વરણી કરવામાં આવતા ઉ૫સ્થિત કાર્યકરોએ આવકારી શુભેચ્છા આપી હતી.પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા, જીલ્લા ભાજપ તાલુકા પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી જયંતીભાઇ ઢોલની હાજરીમાં તાલુકા ભાજપના કાર્યકરોની મીટીંગ મળેલ હતી. આ મીટીંગમાં જીલ્લા આગેવાના એ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંજયભાઇ માકડીયા અને મહામંત્રી તરીકે લાઠ ગામના  યુવાન સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા તેમજ સંજયભાઇ બોરીચાની વરી કરવામાં આવી હતી.
નવા વરાયેલા  પ્રમુખ સંજયભાઇ માકડીયા અગાઉ શહેર સંગઠનમાં સેવા આપી ચુકયા છે. જયારે લાઠ ગામના યુવાન સરપંચ અને તાલુકા ભાજપના યુવા પ્રમુખ રાજશીભાઇ દુબલ, મહામંત્રી જેતાભાઇ બરોચીયા, અનિલભાઇ સુતરીયા, તથા બાબુભાઇ રાઠોડ, બાબુભાઇ દુબલ, ભરત લુણસીયા, સંખ્યામાં કાર્યકરો હાજર રહી નવા હોદેદારોની વરણીને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.