Abtak Media Google News

મેડિકલ અભ્યાસક્રમોમાં પારદર્શક પ્રવેશ વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ તેમાં વિદ્યાર્થીઓનું હિત પણ જળવાવું જોઇએ

દેશભરમાં તબીબી અભ્યાસક્રમોમાં ઉચ્ચ ગુણવત્તા અને પ્રવેશની પારદર્શક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નીટ પરીક્ષામાં સુધારો કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આ વ્યવસ્થામાં ઉતાવળ ન કરવા કોર્ટે હિમાયતકરી છે મેડિકલ કોલેજોને ફાયદો કરાવવા માટે મહત્ત્વકાંક્ષી સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની કારકિર્દી સાથે રમતરમવાનો અધિકારીઓ પર આરોપ લગાવતા, સર્વોચ્ચ અદાલત એમંગળવારે કેન્દ્રને 24 કલાકનો સમય આપ્યો હતો અને નેશનલ મેડિકલ કમિશન અને 2021-22 શૈક્ષણિક સત્ર માટે નીટ- સુપર વિશેષપરીક્ષાઓ માટે જૂની પ્રશ્ન પેટર્ન યથાવત રાખવામાટે તબીબી વિજ્ઞાન પરીક્ષા નારાષ્ટ્રીય બોર્ડને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ, વિક્રમ નાથ અને બીવી નાગરથનાની ખંડપીઠે જોરદાર ચેતવણી આપી નવી પ્રથા ની ઉતાવળ ન કરવા તાકીદ કરીને જણાવ્યું હતું કે: તમે વિદ્યાર્થીઓમાં મુશ્કેલીઓ કરી શકતા નથી. જો  સત્તાધિકારીઓ દ્વારા પરીક્ષાની જૂની પેટર્ન પર પાછા ન આવવા નો નિર્ણય નહીં લેવામાં આવે તો નાછુટકે કાયદાનું શસ્ત્ર વાપરવું પડશે .

અમે તમને સુધારા માટે બુધવાર સુધીનો સમય આપ્યો છે. એન.એમ.સી અને નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન એક્ઝામિનેશન ને સહિતની સંસ્થાઓ વિદ્યાર્થીઓ પર કોઈ ઉપકાર નથી પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટેનો સમય આપવામાં કોઇ વાંધો નથી પરંતુ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પણ સમજવી જોઈએ ની ટ એસ એસ અન્ય પરીક્ષાઓથી વિપરીત હોવાનું જણાવી  ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું, “વિદ્યાર્થીઓ તેમના સ્નાતકોત્તર કર્યા પછી સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે મેડિસિનના પોસ્ટગ્રેજ્યુએશન માં પ્રવેશ માટે વર્ષો સુધી તૈયારી કરે છે.

ખાનગી ક્ષેત્રે ચાલતી મેડિકલ કોલેજો સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા રોકાણ કર્યું હોય છે રોકાણમાં વળતર મેળવવા માટે રોકવામાં આવ્યા હોય તેવા પરિબળને પણ સંતુલિત કરતા નિર્ણયો લેવા જોઈએ બેલેન્સિંગ એ. જો કે, ભવિષ્યમાં ભારતમાં અદ્યતન આરોગ્યસંભાળના મીશાલ બનનારા વિદ્યાર્થીઓના હિતને બાજુએ મૂકી શકાય નહીં. ખંડપીઠે કહ્યું, આપણી શિક્ષણ પ્રણાલી ખૂબ જ સુધારા માંગે છે.

અત્યારની સ્થિતી એ આપણા પાસે ન તો કોઈ યોજના છે કે ન તો દ્રષ્ટિ. પરીક્ષાની નવી પેટર્ન અમલમાં લાવવામાં કઈ મોટી ઉતાવળ છે? ખાનગી મેડિકલ કોલેજોમાં ખાલી પડેલી કેટલીક બેઠકો સિવાય કોઈ મોટું આ ભૂલ તૂટી પડ્યું નથી સુપર સ્પેશિયાલિટીમાં ડિગ્રી પ્રાપ્ત કરવા ઇચ્છતા ડોકટરોને પૂરતો સમય આપવા માટે નવી પરીક્ષા પેટર્નને આગામી વર્ષ સુધી મુલતવી કેમન રાખવી? પરીક્ષાની પેટર્નમાં ફેરફાર માત્ર ખાનગી મેડિકલ કોલેજોને ફાયદો કરાવવા માટે હતો કે કેમ? તે અંગે વારંવાર શંકા વ્યક્ત કરતી હતી, જેમાં ઉચ્ચ કેપિટેશન ફીની માંગણી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “તબીબી શિક્ષણ, વ્યવસાય અને નિયમન તંત્ર એક વ્યવસાય બની ગયો છે.”

ખંડપીઠે આ નિર્ણયને અટકાવવાનો નિર્દેશ આપી નવા સુધારા ને  માત્ર ખાનગી કોલેજોમાં બેઠકો ભરવાના હેતુથી કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. કુલ 414 મેડિકલ કોલેજો છે જે સુપર સ્પેશિયાલિટી કોર્સ ઓફર કરે છે જેમાંથી 118 સરકાર હસ્તકની મેડિકલ કોલેજો દ્વારા ચલાવવામાં આવે છે જ્યારે 296ખાનગી સંસ્થાઓની વ્યવસ્થા હેઠળ ચાલે છે. 10/11 નવેમ્બરના રોજ ની ટ સુપર પરીક્ષાની તૈયારી કરી રહેલા 41 ડોક્ટરોના જૂથે ફરિયાદ કરી હતી કે સત્તાવાળાઓએ મનસ્વી રીતે પરીક્ષાની અગાઉની પેટર્ન બદલી રાખવાનો નિર્ણય કરી લીધો છે (સામાન્ય તબીબી અભ્યાસ કર્મથી 40% પ્રશ્નો અને સુપર સ્પેશિયાલિટી કોર્સમાંથી 60% સમાવેશ કરવામાં આવ્યો હતો) પરીક્ષાની તારીખો નક્કીકર્યાના એક મહિના  પછી નવી પેટર્ન માટે કેન્દ્ર અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એ એફિડેવિટ દાખલ કરી હતી કે જેમાં પેટર્ન બદલવાની જરૂર હતી કારણ કે પરીક્ષાની અગાઉની પેટર્નને કારણે ઘણી સુપર સ્પેશિયાલિટી કોર્સની બેઠકો ખાલી રહી છે.

ધોરણ 12 પછી એમ.બી.બી.એસ પછી ના અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ ફેકલ્ટી માટે નવી સુધારેલી પરીક્ષા પદ્ધતિ ના અમલમાં કોઈ વાંધો ન હોય પરંતુ ચાલુ વર્ષે કોઈ પણ જાતની આગોતરી જાહેરાત વગર  નીટ એસએસ ને દાખલ કરવાના પ્રયત્નો ને અદાલતે બ્રેક મારી છે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ના વધતા જતા આત્મહત્યાના બનાવને લઇને દેશના કેટલાક રાજ્યોમાં કેન્દ્રીય ધોરણે લેવાતી નીટની પરીક્ષા નો વિરોધ ઉઠયો છે ગઈકાલે તામિલનાડુના મુખ્યમંત્રી એ બિન ભાજપ રાજ્યના મુખ્યમંત્રીઓને નીટ પરીક્ષા રદ કરવાની ઝૂંબેશ ઉપાડવા માટે સહકાર ની માંગ કરતો પત્ર લખીને આ મુદ્દો રાજકીય બનાવીભીડવવાના પ્રયાસોશરૂ કર્યા છે પરંતુ શૈક્ષણિક જગતમાં અને ખાસ કરીને વિજ્ઞાન ના અભ્યાસક્રમો સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા નીટની વર્તમાન પરીક્ષા વ્યવસ્થા અને આદર્શ ગણવામાં આવી રહી છે.

નીટ એસએસ ના સુધારા માટે પણ આવકાર મળી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને ધ્યાને લય ની સુધારેલી એસએસ વ્યવસ્થા નો તાત્કાલિક અમલ કરવાની ઉતાવળ ન કરવા હિમાયત કરી છે. અબતક દ્વારા વિદ્યાર્થીઓ અને તબીબી ક્ષેત્રના વિશાળ હિતને ધ્યાને લઇ નીટ ની જરૂરિયાત અને તબીબી અભ્યાસક્રમો માટેની એડમિશન માટે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓના વ્યવસ્થાતંત્ર ને કેટલું પ્રાધાન્ય આપવું તે માટે ચલાવેલી ઝુંબેશમાં મોટાભાગના તજજ્ઞોએ ડોક્ટરોની ગુણવત્તા અને અભ્યાસક્રમમાં યોગ્ય વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે તે માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા ને આવકાર આપી છે સાથે સાથે કેટલાક સજ્જનો એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે નીટની પરીક્ષા ની સાથે સાથે બોર્ડના માર્કેટ કલર કરવું જોઈએ અને આંતરરાજ્ય ધોરણે આપવામાં આવતા પ્રવેશમાં રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા હોવી જોઈએ.

પરંતુ જો ગુજરાતમાં જ મેડીકલ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો મને પણ માન્યતા આપવી જોઈએ. એમબીબીએસના અભ્યાસક્રમ માટે નીટની આવશ્યકતા હોવાનું મોટાભાગના તજજ્ઞોએ આ મત વ્યકત કર્યો હતો હવે મેડિકલ ક્ષેત્રના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં માટેની વ્યવસ્થા માટે ની ટ સુપર નો મુદ્દો ઊભો થયો છે ત્યારે અદાલતે આ અંગે ઉતાવળ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મેડિકલ કોલેજોના  પ્રી – પેરા ફેકલ્ટીના વિષયોની જૂજ બેઠકો ક્યારેક ખાલી રહે છે: ડિન ડોક્ટર સામાણી

રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો સમાણી એ અબતક સાથેની વાતચીતમાંજણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગે એમબીબીએસ થી સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ ઓછી બેઠકો પીજીની હોય છે આથી આવી બેઠકો ખાલી રહેવાની શક્યતા ઓછી હોય છે પરંતુ એમ.બી.બી.એસ ડોક્ટરો કેટલાક પ્રિ અને પેરા મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં જવાનું પસંદ કરતા નથી.

આવા અભ્યાસક્રમો માત્ર ફેકલ્ટી બેસ્ ટચિંગ કેરિયર પૂરતા મર્યાદિત હોવાથી એમબીબીએસ થયેલા ઉમેદવારો પ્રી અને પેરા કોર્સ વાળા પીજી કોરસ માં જતા નથી અને સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં કેટલીક બેઠકો ખાલી રહે છે પરંતુ તેની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે તેમણે જણાવ્યું હતું કે મેડિકલ અભ્યાસક્રમ સતત અપડેટ માંગતો વિષય છે.

વિશ્વમાં તબીબી વિજ્ઞાન ક્ષેત્રે સતત નવા સંશોધનો અને પરિણામો મળતા રહે છે આથી અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિથી લઈ પરીક્ષા પદ્ધતિ માં સતત અપડેટેશન આવકાર્ય છે નીટની પરીક્ષામાં સુધારો થાય તો તેમાં કોઇ વાંધો નથી પરંતુ તે સમય સંગત અને વિદ્યાર્થીઓ ને ભારરૂપ ન હોવું જોઈએ.

દેશભરની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમોની કેટલીક બેઠકોમાં વધારે ધસારો રહે છે: ડો. લાલચેતા

દેશભરના તબીબી અભ્યાસ ક્ષેત્રે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને યોગ્ય ઉમેદવારો ને ડોક્ટર બનવા ની તક મળી રહે તે માટે બોર્ડ મેરીટ ની જગ્યાએ હવે રાષ્ટ્રીય સ્તરની ની ટ ના મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે હવે મેડિકલ ક્ષેત્રના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ માટેની નીટ એસએસ ની પરીક્ષા માં સુધારો અને નવી પેટર્ન નો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના હીતમાં આ સુધારાને થોડો સમય મુલતવી રાખવાનું નિર્દેશ આપ્યો હતો આ અબતક સાથેની વાતચીતમાં આઇઆઇએમ-એના વરિષ્ઠ ડો ચેતનલાલ એ જણાવ્યું હતું કે દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ પક્ષીના અનેક અભ્યાસક્રમો  ચાલે છે તેમાં સમગ્ર દેશની એમબીબીએસ સીટ કેપીસીટિ કરતા ઓછી કેપેસિટી હોવાથી મોટાભાગની જગ્યાઓ ભરાઈ જાય છે.

પરંતુ કેટલાક ફેકલ્ટી બેજ ફોર્સ માં વિદ્યાર્થીઓનો ધસારો ઓછો રહે છે એમ.બી.બી.એસ થયેલદરેક ડોક્ટરનું સપનું હોય છે કે તે પોતાના ગમતા અને સારી આવક માટે નિમિત્ત બનતાં પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી મેળવે હવે પીજી ના પ્રવેશ માટે પણ નીટની એસએસ પદ્ધતિનો અમલ થવાનો છે ત્યારેમેડિકલ ક્ષેત્ર ના અપગ્રેડેશન માટે હોશિયાર વિદ્યાર્થીઓને સારી તકો માટેનો માહોલ ઉભો કરવા માટે પરીક્ષા વ્યવસ્થામાં સુધારો થાય તો કંઈ વાંધો નથી ડોક્ટર ચેતનલાલએ જણાવ્યું હતું કે એમ.બી.બી.એસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ફેકલ્ટીમાં શિક્ષણ સાથે સંકળાયેલા કેટલાક કોર્સ માં જવાનુ ડોક્ટરો ઓછું પસંદ કરતા હોવાથી ક્યારેક ક્યારેક કેટલીક બેઠકો ખાલી રહી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.