Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવન દ્વારા 1890 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને વિવિધ શાળામાં પરીક્ષા ભય અંગેના રૂબરૂ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા અને ગુગલફોર્મના માધ્યમથી પણ માહિતી એકત્રિત કરેલ હતી

વર્તમાન સમય એ ખૂબ જ જટિલ અને ગતિશીલ જોવા મળે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્ય અંગેની ચિંતા પોતાનું કુટુંબ શિક્ષકો અને વિદ્યાર્થી પોતે કરતા જોવા મળે છે.  સાથે સાથે તેઓના શૈક્ષણિક પાસાને સામાજિક આર્થિક અને મનોશારીરિક પાસાઓનું સંતુલન જાળવી રાખવું ખૂબ જ અગત્યનું બની રહે છે. જેમાં હાલ આપણે વાત કરીએ તો હમણાં જ માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ના બોર્ડર્સની એકઝામ આવી રહી છે,

જેમાં વિદ્યાર્થીઓને જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય તેમ તેમ મનોશારીરિક રીતે ભાંગી પડતા જોવા મળે છે જેમાં ભય, ચિંતા,હતાશા અને મનોભાર જેવા નકારાત્મક વિચારો અને આવેગો હાવી થઈ જતા જોવા મળે છે જે થકી વિદ્યાર્થીઓ અમુક નકારાત્મક પગલાંઓ લેવા તરફ દોરી જાય છે જે બાબત ધ્યાનમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી.  જેમાં વિવિધ શાળાઓમાં જઈને બોર્ડઝના વિદ્યાર્થીઓનો પરીક્ષા મનોભાર, ચિંતા ને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કઈ રીતે દૂર કરી શકાય તે માહિતી આપવામાં આવી. આ દરમિયાન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ ઝરમરીયા દર્શન અને પરમાર પાયલ એ પરીક્ષાના ભય અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો.

જેમાં વિદ્યાર્થીઓને વિવિધ શાળામાં પરીક્ષા ભય અંગેના રૂબરૂ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા અને ગુગલફોર્મના માધ્યમથી પણ માહિતી એકત્રિત કરેલ. સર્વેમાં કુલ 1890 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં છોકરાઓની તુલનાએ છોકરીઓમાં પરીક્ષાનો ભય વધુ જોવા મળી રહ્યો છે.

સર્વેના તારણો

  • 1% વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાયની અન્ય બાબતો કરવામા પણ માનસિક તણાવ અનુભવાય છે.
  • 2% વિદ્યાર્થીઓને મહેનત કર્યા પછી પણ સતત પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર રહ્યા કરે છે.
  • 5% વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન જેવા વિષયો અઘરા લાગે છે.
  • 3% વિદ્યાર્થીઓને લાગે છે કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરી શકતા નથી.
  • 3% વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક આવતા સતત ચિંતા રહ્યા કરે છે.
  • 4% વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે માનસિક શાંતિનો અનુભવ કરી શકતા નથી.
  • 3% વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક આવતા ઊંઘની સમસ્યાઓ અનુભવાય છે.
  • 3% વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક આવતા ભૂખની સમસ્યાઓ અનુભવાય છે.
  • 4% વિદ્યાર્થીઓને ઘર કે શાળામાં બેચેની અનુભવાય છે.
  • 4% વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક આવતા ચીડિયાપણું અનુભવાય છે.
  • 5% વિદ્યાર્થીઓને સતત ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે.
  • 8% વિદ્યાર્થીઓને પરીક્ષાના પેપરો કેવા હશે તેની ચિંતા થયા કરે છે.
  • 3% વિદ્યાર્થીઓ માતા પિતાને લીધે, 21.5% ખુદના વિચારને લીધે, 3.1% શિક્ષકોના લીધે અને 3.1% સગા વ્હાલાને કારણે પરીક્ષાનું પ્રેશર અનુભવે છે.

કારણો :-

  • આત્મવિશ્વાસ નો અભાવ
  • નકારાત્મક વિચારોને પોતાના પર હાવી થવા દેવા
  • માતા પિતા તરફથી દબાણ
  • શિક્ષકો તરફથી વધુ પડતા દબાણ
  • માનસિક કે શારીરિક સમસ્યાઓ પરિવારની આર્થિક પરિસ્થિતિ
  • વ્યક્તિગત સમસ્યાઓ
  • જૈવિક કારણો
  • સ્વ સંભાળવાનો અભાવ
  • પોતાની ખામીઓને સ્વીકાર ન કરવી
  • અહમવાદી વલણ
  • સમાયોજનનો અભાવ
  • વ્યસન ની વલણ
  • પોતાના અભ્યાસ પ્રત્યે પૂરતો સમય ન આપવો
  • પૂર્વ તૈયારી નો અભાવ
  • પિઅર સંબંધો (અયોગ્ય મૈત્રી સંબંધ)
  • પોતાના મોબાઈલને વધુ સમય આપવો

પરીક્ષા ભયના શારીરિક લક્ષણો

  • ભૂખનો અભાવ કે ખોરાક પ્રત્યે અરુચિ
  • માથાનો દુખાવો
  • હૃદય ના ધબકારા વધવા
  • શારીરિક માંદગી
  • ઊંઘ ન આવવી
  • સમગ્ર શરીરમાં દુખાવો
  • ગભરામણ કે ચક્કર આવવા

પરીક્ષા ભયના માનસિક લક્ષણો

  • ગુસ્સાનું પ્રમાણ વધારે હોવું
  • નકારાત્મક વિચારો
  • ભાવાત્મક ખલેલ
  • STMની સમસ્યા
  • ભય કે બેચેનીનો અનુભવ
  • વધુ પડતો તાણનો અનુભવ
  • નિસફળતાનો ડર
  • હતાશાજનક વર્તન

પરીક્ષાના ભયને દૂર કરવા માટેના સૂચનો

  • હકારાત્મક વિચારસરણી રાખો સ્વાસ્થ્ય માટે યોગ અને કસરત કરો.
  • પૂર્વ તૈયારી-સમયપત્રક બનાવો અઘરા લાગતા વિષયોને સમય આપો.
  • આશાવાદી અને ખુશ મિજાજ વલણ રાખો.
  • અભ્યાસક્રમ નું વારંવાર પુનરાવહન કરો.
  • પોતાના મનોસારીક સ્વાસ્થ્યની સ્વ સંભાળ રાખો.
  • શક્ય હોય તો પહેલાના પેપરને જુઓ અને સમજો.
  • અયોગ્ય દિશા તરફ વાળે એવા મિત્રો બનાવવાનું ટાળો.
  • પોતાના મોબાઈલ માટે કોઈ નિશ્ચિત ટાઈમ આપો.
  • યોગ્ય વિરામ પદ્ધતિનો ઉપયોગ કરો.
  • પોતાની ઊંઘ માટે પૂરતો સમય આપો.
  • ખોરાક લેવામાં કાળજી રાખો.
  • અન્ય વિક્ષેપોને ટાળવા.
  • પોતાના માટે સ્વચિંતન કે તર્ક માટે સમય આપો.
  • કુટુંબ સાથે સમાયોજન પૂર્વક વર્તન દાખવો.
  • માતા-પિતા તથા શિકો માટે અગત્યની નોંધ
  • પોતાના બાળકની સંભાળ લો.
  • બાળક સમ ઝઘડા કે આક્રમક વર્તન ને ટાળો.
  • બાળકે સારા કાર્ય કરેલ હોય તો પ્રોત્સાહન આપો.
  • જરૂર જણાય ત્યાં રોકટોક પણ જરૂરી રાખો.
  • બાળકના શિણ અને પરિણામની નોંધ લો
  • જરૂરી સમયે વ્યક્તિગત માર્ગદર્શન કે સલાહ સૂચન આપવો.
  • બાળકની લાગણીઓને ઠેસ ન પહોંચે તેની કાળજી રાખો.
  • નિમ્ન પરિણામ કે અયોગ્ય કાર્ય પર દબાણ ન આપો.
  • બાળકના વર્તનનું નિરીણ કરતા રહો
  • વિદ્યાર્થીઓને વધુ પડતું ગૃહકાર્ય આપવાનું ટાળો

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.