Abtak Media Google News

વન મિનિટ ગેમ, લાઈવ પેન્ટીંગ, ટેટુ અને મહેંદીમાં બાળકોની કૌશલ્ય ખીલ્યું: વિવિધ રમતોની મજા માણી

સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલન સાગર સ્કૂલ દ્વારા ‘રેયસ ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન મિનિટ ગેમ, કીડી કલોક, લાઈવ પેઈન્ટીંગ ટેટુ, મહેંદી તેમજ નાના બાળકો માટે સ્કોલીંગ વોક, પાસ ધ બોલ, પાસ ધ રીંગ, સ્પાઈડર રોય જેવી ૪૧ જેટલી રમતો રાખવામાં આવી હતી તા સેલ્ફી ઝોન, મુવી ઝોન જેવા ડીપાર્ટમેન્ટ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તા રાજકોટના યુવરાજ જયદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

રમતો સ્કૂલના બાળકો સહિત સમગ્ર રાજકોટવાસીઓ માટે રાખવામાં આવી હતી. આ તકે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિર્દ્યાીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Vlcsnap 2019 12 25 09H19M55S061

જયદિપસિંહ જાડેજા (યુવરાજ રાજકોટ)એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરસ્વતી ગ્રુપ સંસનો આભરી છું કે આજે મને અહીં આમંત્રીત કર્યો છે અને સરસ કાર્યક્રમનો ભાગ બનવાનો મોકો આપવામાં આવ્યો. આ આયોજનમાં ઉમરનું કંઈ મહત્વ ની. સ્કૂલમાં ભણતા વિર્દ્યાીઓ માટે જ ની. રાજકોટના દરેક નાગરિક અહીં આવીને અનુભવ મેળવી શકે. આપ જોઈ શકો છો કે આ એક છત નીચે ઘણા પ્રકારની રમતો અહીં રમાઈ રહી છે. શેરી રમતો ભુલાતી જાય છે. અને ફરી જીવંત કરવા માટેનો મોકો હામાં લીધો છે.

રાજકોટ રાજ પરિવાર તરફી આ સંસને અને ફેકલ્ટી મેમ્બરને શુભેચ્છા પાઠવું છે. મેં પણ ઘણા બધા સમય પછી આ રમતોનો લ્હાવો લીધો. આ બહુ સરસ આયોજન છે.

Vlcsnap 2019 12 25 09H24M20S225

મનોહરસિંહ જાડેજાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારે રોજ સાંજે શેરી રમતો જ રમતા હતા. સ્કૂલ દ્વારા જે આયોજન થયું છે. તેમાં શેરી રમતો તા મેથેમેટીકલ, સાઈન્ટીફીકલ ટુલ્સની રમતો તા બીજા ઘણા બધા સેકશન છે. જે વિર્દ્યાીઓની ક્રિએટીવીટી બહાર લાવવા માટે મદદ‚પ થય છે. સરસ્વતી ગ્રુપને ધન્યવાદ કહુ છું કે જેમણે આવું સરસ આયોજન કરેલ છે.

પંકજભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ૨૦૧૫ થી ફન સ્ટ્રીટનું આયોજન કરે છે. જેમાં શહેરના કોઈપણ વ્યક્તિ આવીને આનંદ માણી શકે છે. મોટાભાગે જાહેર રજાના દિવસે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આ તકે યુવરાજ જયદિપસિંહ જાડેજા અને ડીસીપી મનોહરસિંહ જાડેજા ખાસ ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. હાલ અહીં કોઈ બાળક ફોન હાથમાં નથી લેતા એટલે આ રમતોને પણ બાળકો ભરપુર આનંદ ઉઠાવે છે. બાળકો પોતાનો સમય મોબાઈલમાં બગાડે છે. આંખો બગાડે છે એ ઓછું થય અને બાળકો ફીઝીકલી અને મેન્ટલી આગળ વધે છે.

જાડેજા રીધેશ્ર્વરી વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે આ દિવસની રાહ જોઈને બેઠા હતા. અમને બધા અહીં ખુબ મજા આવે છે. દરેક સ્કૂલમાં આવો દિવસ તો હોવો જ જોઈએ જેથી વિર્દ્યાીઓ પ્રોત્સાહન મળી રહે. અમારી દ્વારા ૪૧ જેટલા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વન મીનીટમાં ગેમ, ટેટુ, મહેંદી એવી ઘણી બધી રમતોનું આયોજન કરાયું છે. અમને અહીંથી સ્ટેજ ફિયર દુર કરાવવામાં આવે છે. માટે હું કહી શકું કે અમારી સ્કુલ એ બેસ્ટ સ્કુલ છે. અમારો ઉદ્દેશ્ય એજ હતો કે બાળકો મોબાઈલી દૂર ઈને લાઈવ રમતો રમી શકે. જે અમારી શાળાએ આયોજન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.