Abtak Media Google News

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ ઇન્ડિયન પ્રીમિયર લીગનું શેડયૂલ જાહેર કર્યું છે. કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર ૧૯ સપ્ટેમ્બરે શરૂ થશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે થશે. શેડયૂલ પ્રમાણે દુબઇમાં ૨૪ મેચ, અબુ ધાબીમાં ૨૦ અને શારજાહમાં ૧૨ મેચ રમાશે. અત્યારે લીગની ૫૬ મેચનું શેડયૂલ જાહેર કરવામાં આવ્યું છે. પ્લેઓફના વેન્યુ અને તારીખ અંગે બોર્ડ આગામી દિવસોમાં જાહેરાત કરશે.

Advertisement

ફાઇનલ ૧૦ નવેમ્બર એટલે કે મંગળવારે રમાશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ વીક-ડે પર રમવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ૧૦ દિવસ ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે – બે  મેચ રમાશે. સાંજની મેચ જૂના શેડયૂલ કરતા અર્ધો કલાક પહેલાં એટલે કે સાંજે ૭:૩૦વાગ્યે શરૂ થશે. જ્યારે બપોરની મેચ ૩:૩૦ વાગ્યે રમવામાં આવશે.

IPL ગવર્નિંગ કાઉન્સિલે દરેક ટીમને કોરોનાને કારણે માત્ર ૨૪ ખેલાડીઓ જ લઈ જવાની મંજૂરી આપી છે.અગાઉ ફ્રેન્ચાઇઝને ૨૫ ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.ટૂર્નામેન્ટમાં અમર્યાદિત કોરોના સબસ્ટિટ્યૂટને પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવે છે, તો પછી ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરી શકશે.

IPLનાં તમામ ૬૦ મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે. ભારતમાં ટુર્નામેન્ટ ૮ સ્થળો પર રમાય છે. કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર બાયો સિક્યુર વાતાવરણમાં રમાશે.તેમજ IPLમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે. કોમેન્ટેટર્સ ઘરેથી લાઈવ કોમેન્ટ્રી કરશે.

Img 20200906 Wa0010 1599398111 1

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શરૂઆતની મેચ રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. લીગમાં ઓસ્ટ્રેલિયાના ૧૭ અને ઇંગ્લેન્ડના ૧૩ ખેલાડીઓ ભાગ લેવાના છે.ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી અને છેલ્લી વનડે મેચ ૧૬ સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં થશે. બંને ટીમોના ખેલાડીઓ ૧૬ અથવા ૧૭ એ લંડનથી દુબઇથી રવાના થશે.

UAE પહોંચ્યા પછી ત્યાંની સરકારના નિયમો અનુસાર, તેઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. તેમના ટેસ્ટ નેગેટિવ આવે પછી છે જ તઓ ૭ દિવસના આઇસોલેશનમાંથી બહાર નીકળી શકશે. આવી સ્થિતિમાં, બધા ખેલાડીઓ બીજા અઠવાડિયાથી IPL રમી શકશે. જો કે, તમામ ફ્રેન્ચાઇઝીઓએ કહ્યું છે કે બધા ખેલાડીઓ બાય-સુરક્ષિત વાતાવરણથી UAE આવશે, તો તેમને આઇસોલેટ કરવાની જરૂર નથી.

પહેલો મેચ ૧૯ સપ્ટેમ્બરે મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાશે. પ્રથમ મેચ ક્રિકેટ રશિયાઓ માટે ખૂબ રસપ્રદ રહેશે કેમકે બંને ટીમો અનેકવાર ચેમ્પિયન બની ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.