Abtak Media Google News

આગલા દિવસે રાંધેલો ખોરાક પીરસાતો હોવાનું પકડાયું: કેટરીંગ સ્ટાફના મેડિકલ સર્ટિફિકેટ હતા: રસોડામાં પણ અનહાઈજેનીક ક્ધડીશન: ૨૦૦ કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો નાશ

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે શહેરમાં ગોંડલ રોડ પર આવેલી પંચવટી હોટલ અને નાનામોવા ચોકમાં આવેલી પેપેરાઝી હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બંને હોટલમાંથી ૨૦૦થી વધુ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. કેટરીંગ સ્ટાફ અનહાઈજેનીક કંડીશનમાં જણાયો હતો અને કોઈનું મેડિકલ સર્ટીફીકેટ લેવામાં ન આવ્યું હોવાનું પણ પકડાયું હતું.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા ગોંડલ રોડ પર આવેલી હોટલ ધ ગ્રાન્ટ પંચવટી હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાફના લોકોના નખ કાપેલા ન હતા, મેડિકલ સર્ટીફીકેટ લેવામાં આવ્યું ન હતું અને સ્ટાફના લોકો સ્ટોર‚મમાં કપડા બદલાવી ત્યાં રાખી દેતા હતા, કિચનમાંથી આજીનો મોટો મળી આવ્યો હતો. પ્રિપેડ ફુડમાં સીન્થેટીક કલર ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ પકડાયું હતું. તૈયાર ફુડનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આગલા દિવસનું બનાવેલું કે રાંધેલી ખાદ્ય સામગ્રી ફ્રીજમાં સ્ટોરેજ કરી બીજે દિવસે પીરસવામાં આવતી હતી. તરેલી ચીજ વસ્તુ રાખવા માટે રદ્દી, ન્યુઝપેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. બેસ્ટ બીફોર કે એકસપાયરી ડેઈટ દર્શાવ્યા વગરની ચીજો કિચનમાં પકડાઈ હતી. રો મટીરીયલમાં પણ અનેક ક્ષતિઓ પકડાઈ હતી. સેલરમાં સ્ટોર‚મ પાસે તળીયે ગંદુ પાણી ભરાયેલું હતું. તવો સાફ કરવા માટે સાવરણાનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું પણ માલુમ પડયું હતું. આજે ચેકિંગ દરમિયાન પંચવટી હોટલમાં એકસપાયરી ડેઈટવાળી બ્રેડના ૪ પેકેટ, પીઝા બેઈઝના ૭ પેકેટ, ૧૨ કિલો પનીર, ૧ બોટલ જામ, ૩ કિલો બાફેલા બટેટા, ૮ કિલો ગ્રેવી, ૩ કિલો કટલેશ, ૩ કિલો સુપ અને ૨૩ કિલો ખીરા સહિત ૬૫ કિલો અખાદ્ય સામગ્રીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ આરોગ્ય શાખા શહેરના નાનામવા ચોક પાસે આવેલી મૌલિકભાઈ શેઠ અને ચિરાગભાઈ મજેઠીયાની માલિકીની પેપરાઝી ધ ડાયર્નરમાં ચેકિંગ અર્થે ત્રાટકી હતી. અહીં પણ સ્ટાફના મેડિકલ સર્ટીફીકેટ કાઢવામાં આવ્યા ન હોવાનું જણાયું હતું અને અનહાઈજેનીક કંડીશન જોવા મળી હતી.હોટલમાં નિકળતા એઠવાડના નિકાલ માટે ક્રસરની સુવિધા પણ રેસ્ટોરન્ટમાં ન હતી. ચેકિંગ દરમિયાન ૧૨ કિલો ચીલી પેસ્ટ, ૬ કિલો તડકા, ૧૧ કિલો બાફેલા બટેટ, ૪ કિલો કુકિંગ ક્રીમ, ૪ કિલો વાઈટ ગ્રેવી, ૪ કિલો રાંધેલા ભાત, ૨૨ કિલો શાકભાજી, ૨ કિલો મીર્ચ, ૨ કિલો બટર, ૨ કિલો ચીઝફોલ, ૧ કિલો ટમેટો કેચપ, ૫ કિલો પનીર, ૩ કિલો ચીઝ, ૩ કિલો મેંદો, ૧ કિલો રાજમા, ૧ કિલો મકાઈ, ૧ કિલો નુડલ્સ, ૨ કિલો તંદુર મસાલા, ૨ કિલો ગ્રીન કરી, ૧ કિલો મોજે ચીઝ અને ૧૧ કિલો સડેલા ટમેટા સહિત ૧૦૦ કિલોથી વધુ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.