Abtak Media Google News

 સોનાને લાગે ક્યાંથી કાટ??!!!

વિશ્વના કોઈપણ ખૂણામાં સોનુ સંપૂર્ણ તરલ અને તેની સામે બધાજ વિનિમયો નબળા સાબિત થાય છે

અબતક, નવીદિલ્હી

કહેવાય છે કે સોનાને કોઈ દિવસ કાટ લાગતો નથી તે દરેક સંકટમાં શોટચ તરીકે સાબિત થયું છે. એટલું જ નહીં સોનુ દરેક રોકાણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે માત્ર કોઈ વ્યક્તિ નહીં પરંતુ દેશના હિતમાં પણ સોના નું મહત્વ ખૂબ જ વધુ જોવા મળે છે બીજી તરફ દેશના અથવા તો વિદેશ ના બધા જ વિનિમયો ની સામે સોનાની તરલતા ખૂબ જ વધુ છે જેનો લાભ મહત્તમ લોકો લેતા નજરે પડતા હોય છે. એટલું જ નહિં કોઇપણ સમયે જ્યારે દેશમાં ફુગાવાનો નું પ્રમાણ સતત વધતું જોવા મળે તે સમયે સોનુ તેને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બીજી તરફ આર્થિક નુકસાનની ભરપાઈ માં પણ સોના નું મહત્વ અનેરૂ છે. એવી જ રીતે જ્યારે કોઈપણ વિનિમયમાં તરલતા ની વાત આવે તો તેમાં સોનુ ધવલ નંબર પર સતત જોવા મળતું હોય છે.

સોનુ સુરક્ષાની સાથોસાથ રોકાણ માટે પણ એટલું જ મહત્વનું છે આર્થિક સ્થિતિ જ્યારે ભારત દેશની નબળી હતી તે સમયે સોનુ ના માધ્યમથી જ ભારતની આર્થિક સ્થિતિ માં મહત્તમ સુધારો આવ્યો હતો અને દેશ સંકટમાંથી મુક્ત થયું હતું આ તકે એવા જાણવાની રહી કે રોકાણ માટે સોના નું મહત્વ અનેરું છે સામે પાંચ મહત્વપૂર્ણ પરિબળો પણ એવા છે કે જો લોકો તેને સમજી શકે તો તેનો લાભ અનેક અંશે વધી શકે છે .

ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે સોનામાં રોકાણ વધુ અસરકરતાં

કોઈપણ સ્થિતિએ જ્યારે ફુગાવો વધુ જોવા મળતો હોય તે સમયે તેને નિયંત્રણમાં લાવવા માટે સોનામાં જો રોકાણ કરવામાં આવે તો ફુગાવા પર કાબૂ મેળવી શકાય છે ત્યારે ગત વર્ષે ઈક્વિટી માર્કેટ જે રીતે પડી ભાંગી હતી તેમાં સોના ની મદદથી ફરી સ્થિતિમાં સુધારો આવ્યો હતો કોઈપણ આપત તાલીમ સમયમાં અને જ્યારે અર્થવ્યવસ્થા છોડવાથી હોય તે સમયે પણ સોનાના ભાવ ફેર જોવા મળે છે જેનું.

લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ

બીજી તરફ વ્યાજનું દર ઓછું હોવાના પગલે પણ સોનામાં રોકાણ કરવાની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. એટલું જ નહીં ફુગાવાના સમયે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરમાં મહદઅંશે ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે મોનેટરી પોલિસી ને ધ્યાને લેતા ભારત દેશ દ્વારા પણ આ પગલું લેવામાં આવ્યું હતું ત્યારે રોકાણકારોએ પોતાની આવક માંથી સોનામાં રોકાણ કરવાનું ચાલુ કર્યું હતુ જેના પગલે ઓકટોબર 2021 દેશનું અર્થતંત્ર ફરી જોર પકડ્યું અને સૌથી સારા રોકાણમાં સોના નું મહત્વ અનેરું છે.

ખુબજ તરલ છે સોનુ

સોનાના રોકાણમાં સૌથી મોટો ફાયદો એ છે કે સોનુ અન્યની સરખામણીમાં અત્યંત સરળ છે જ્યારે અન્ય સ્ટોક, બોન્ડ ની તરલતામાં ઘણા પ્રશ્નો ઉદભવી થતા હોય છે. ભારત દેશમાં સોનાની માર્કેટ સૌથી મોટી છે જેથી કોઈપણ ખરીદનાર તેને સારી રીતે સોનામાં રોકાણ કરી શકે છે અને ઈચ્છા સમયે તેનું વેચાણ પણ કરી શકે છે પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે સોનાને વહેંચવામાં આવે ત્યારે તેને લાગતો જે ભાવ હોય તે સતત વધઘટ થતો હોય છે પરિણામે લોકોને સૌથી વધુ સોનામાં રોકાણ કરવાનું વધુ પસંદ પડતું હોય છે.

પેંડામીકની સ્થિતિમાં સોનું સોં ટચ નું સાબિત થયું

વૈશ્વિક મહામારી કોરોના ના પગલે દેશનો અર્થતંત્ર મહદંશે ખોરવાયું હતું સાથોસાથ રોકાણકારોને પણ અને પ્રશ્નો ઉદભવી થયા હતા વૈશ્વિક મહામારી ના પગલે માત્ર ભારત જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વની અર્થવ્યવસ્થા ડામાડોળ કરી હતી ત્યારે એકમાત્ર તેમનામાં જે રોકાણ કરવામાં આવ્યું હતું તેનાથી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો સોનાને ખરીદવા અને વેચાણની પદ્ધતિ ખૂબ જ સરળ હોવાના પગલે તેની મહત્ત્વતા અનેરી છે બીજી તરફ દરેક ભારતીય ધર્મ સોનુ નજરે પડતું હોય છે કારણ એ જ છે કે સોનુ ભારતીય લોકોની જરૂરિયાત પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.