Abtak Media Google News

રાજુલા વિસ્તારમાં આવેલા પીપાવાવ પોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઆરઆઇ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં જામનગર ઉ૫રાંત મુંબઇ વિગેરે સ્થળેથી ટીમો આવેલ છે અને ખુબ જ મોટી સર્ચીગ હાથ ધરવામાં આવેલ છે. આ અંગે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાનો સંપર્ક સાધતા તેઓએ આ સમગ્ર પ્રકરણમાં એવા વેધક સવાલો પુછેક કે કસ્ટમ્સની મોજુદગી હોવા છતાં ડી.આરઆઇ ને શા માટે સર્ચ કરવું પડે છે? અને ડીઆરઆઇ ના સર્ચીગમાં શું સામે આવ્યું ? તેઓએ એવા વેધક સવાલો ઉઠાવેલ કે થોડા સમય પહેલા પીપાવાવમાં ચાઇનીઝ યુવાનો કોઇપણ જાતના ડોકયુમેન્ટ વગર નોકરીએ લાગેલ હતા તેની એફઆઇઆર પણ થયેલી જે મુદ્દો નારણભાના કહેવા મુજબ સંસદમાં ઉઠાવેલ હતો. પરંતુ તેમાં શું પગલા લેવામાં આવ્યા ? અને દોષીતો સામે શું કાર્યવાહી થઇ? દેશમાં જો આ રીતે ચાઇનીઝો ધુસીને નોકરી કરી શકતા હોય તો પછી એકદમ પેકીંગમાં આવવતા ક્ધટેનરીમાં દેશ વિરોધી સામાન અને પ્રવૃતિ તો નથી ચાલતી ને ? તેવા વેધક સવાલો કાછડીયાએ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયેલ છે.

જયારે અત્યાર સુધીમાં સર્ચીંગમાં શું થયું તેની માહીતી મીડીયાને પણ આપવામાં આવેલ નથી તથા કસ્ટમસ દ્વારા તેના એરીયામાં પત્રકારોને પણ જવાની મંજુરી નહી હોવાથી તેઓ શું કરે છે ? તેની ખબર સુઘ્ધા નથી પડતી આ અંગે લોકમુખે ચાલતી ચર્ચા મુજબ આ ડીઆરઆઇ સર્ચીગ થતા કેટલાક અધિકારીઓ અને શીપીંગ એજન્ટો દિવાલો કુદીને ભાગેલ હતા. પરંતુ આ સર્ચીગમાં શું થયું તેની કોઇપણ જાતની માહીતી પુરી નહી પાડવામાં આવતા સમગ્રમાં પ્રકરણ શંકાના વાદળો વધુ ઘેરા થયેલ છે. અને સમગ્ર પ્રકરણ શંકાના ડાયરામાં આવી ગયેલ છે. અને લોકમુખે રહેલી ચર્ચાઓ મુજબ પ્રતિબંધિત ઝેરોક્ષ મશીનોમાં કોઇ ક વસ્તુઓની આવી ગયેલ છે. પરંતુ અધિકારી રીતે કોઇપણ જાતની માહીતીઓ ઉ૫લબ્ધ થયેલ નથી.

નારણભાઇ કાછડીયા દ્વારા કસ્ટમ્સથી કલેકટર સુધીના અધિકારીઓ રજાઓમાં પીપાવાવ પોર્ટમાં મોજમસ્તી કરવા આવે છે. તેવા આક્ષેપ સાથે કોણ કોણ અધિકારીઓ પીપાવાવમ) અત્યાર સુધીમાં આવ્યા છે તેની તપાસ પણ માંગણી ઉઠેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.