Abtak Media Google News

અમેરિકી રિટેલ ચેન વોલમાર્ટના ઉત્તરાધિકારી એલિસ વોલ્ટન 16માં સ્થાનની સાથે પહેલી મહિલા છે.

ફોર્બ્સ દ્વારા દર વર્ષે વિશ્વના અબજોપતિઓની એક યાદી બહાર પાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ યાદીમાં અેમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પહેલાં નંબરે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ 112 અબજ ડોલર (લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા) છે. આ સાથે જ તેઓ 100 અબજ ડોલરથી વધુ સંપત્તિવાળા પહેલાં અબજપતિ પણ બની ગયાં છે. તેઓએ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડી દીધાં છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી 40.1 અબજ ડોલર (લગભગ 2.61 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે 19માં નંબર પર છે. તો પતંજલિના આચાર્ય બાલકૃષ્ણન ટોપ-100માં છે.

Advertisement

અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યાં

મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 8 અબજ ડોલર (લગભગ 52 હજાર કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
આ લિસ્ટમાં મુકેશ અંબાણી એક સ્ટેપ ઉપર ચડ્યાં છે. ગત વર્ષે તેઓ 20માં નંબરે હતા.
આ લિસ્ટમાં વિશ્વભરના 2 હજાર 208 અબજપતિ ઉદ્યોગપતિઓને સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં 102 ભારતીયો છે.

આ છે ટોપ-5 અબજોપતિ

1) જેફ બેઝોસ- 112 અબજ ડોલર
2) બિલ ગેટ્સ- 91.2 અબજ ડોલર
3) વોરન બફેટ- 87.7 અબજ ડોલર
4) બર્નાર્ડ અર્નોલ્ટ- 75 અબજ ડોલર
5) માર્ક ઝુકરબર્ગ- 72 અબજ ડોલર

ટોપ-5 ભારતીય અબજપતિ

1) મુકેશ અંબાણી- 40.1 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 19મો નંબર)
2) અઝીમ પ્રેમજી- 18.8 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 58મો નંબર)
3) લક્ષ્મીનિવાસ મિત્તલ- 18.5 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 62મો નંબર)
4) શિવ નડાર- 14.6 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 98મો નંબર)
5) દિલીપ સંઘવી- 12.8 અબજ ડોલર (વૈશ્વિક કક્ષાએ 115મો નંબર)

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.