Abtak Media Google News

વોર્ડ નં.3માં વોરા સોસાયટી અને કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા

રાજકોટવાસીઓએ ચોમાસાની સિઝન સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે  પરંતુ નપાણીયા તંત્રના પાપે છેલ્લા ઘણા દિવસોથી પાણી પ્રશ્ન મહિલાઓના ટોળા રોજ કોર્પોરેશન કચેરીએ ધસી આવે છે.પદાધિકારીઓ અને અધિકારીઓ માત્ર ખાતરી આપી જવાબદારી ખંખેરી લે છેપાણી પ્રશ્ન હાલ થતો નથી.

હજી તો ઉનાળાનો આરંભ પણ થયો નથી ત્યાં શહેરમાં પાણીની રામાયણ શરૂ થઈ જવા પામી છે છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રોજ ટોળા છે દરમિયાન આજે શહેરના વોર્ડ નં.3ના દોરા સોસાયટી અને કૃષ્ણનગરમાં રહેતા લોકો કોર્પોરેશન કચેરીએ દોડી આવ્યા હતા તેઓએ વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજ અને ઉગ્ર રજવાત કરી હતી. શાસક પક્ષના નેતા અને મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં કરેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે સોસાયટીમાં કોર્પોરેશનની લાઈન ન હોવાના કારણે પાણીના ટેન્કરો દ્વારા વિતરણ કરવામાં આવે છે બે દિવસે માત્ર સાત મિનિટ જ પાણી આપવામાં આવે છે.બોરમાં પણ પાણી નથી જેના કારણે ભારે સમસ્યા પડે છે.

વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે જેઓને પાણીનો ખર્ચ પોસાય તેમ નથી પાણી સિવાય વોર્ડમાં નિયમિત સફાઈ પણ થતી નથી દોડતું ડોર તું ડોર ગારબેજ  કલેક્શન માટે ટીપર વાન પણ આવતી નથી.લાઇટ અને રોડ રસ્તાની પણ વ્યાપક સમસ્યાઓથી વોર્ડવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે .શક્ય તેટલે ઝડપથી સમસ્યાઓને નાથી છુટકારો અપાવવા માગણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જળાશયો છલોછલ ગોવા છતાં રાજકોટ વાસીઓને નિયમિત પાણી આપવામાં કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણ નિષ્ફળ જઈ રહ્યું છે હજી તો ઉનાળાના આરંભ પણ થયો નથી ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે તો એપ્રિલ અને મેં માસમાં શું સમસ્યા સર્જાશે તેની કલ્પના કરવી મુશ્કેલ બની જવા પામી છે શાસકો પાસે ખાતરી આપવા સિવાય અન્ય કોઈ જવાબ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.