Abtak Media Google News

કસ્ટડીમાં રહેલા આરોપી સાથેનો દુર્વ્યવહાર સમાનતાના અધિકારનું ઉલ્લંઘન: સુપ્રીમ

કસ્ટોડીયલ ડેથ તેમજ ટોર્ચરના કિસ્સાઓમાં હાલમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં જ પોલીસ કસ્ટડીમાં આરોપી સાથે અમાનવીય કૃત્ય થયાની ઘટના સામે આવી છે. કચ્છના મુન્દ્રામાં બે આરોપીઓને કસ્ટડીમાં માર મરવાની ઘટનાના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે. હાલમાં જ આ મામલે રાજકોટ પાસેના ચોટીલા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરાયો હતો. તે ઉપરાંત ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કસ્ટોડિયલ ટોર્ચર અંગે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ૧૯૮૮ માં ઓડિશામાં એક વ્યક્તિ પર ત્રાસ આપવાનો આરોપ મૂકનારા બે પોલીસકર્મીઓ વિરુદ્ધ હળવા હોવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, કસ્ટડીમાં હિંસાના કારણે વ્યક્તિની મોતની ઘટના ’ઘૃણાસ્પદ’ છે અને સંસ્કારી સમાજમાં આ બાબત બિલકુલ સ્વીકાર્ય નથી.  સર્વોચ્ચ અદાલતે કહ્યું કેઝ આરોપીવતી કરવામાં આવેલ ગુનો માત્ર તે વ્યક્તિ સામે જ નહીં પરંતુ માનવતા સામે પણ હતો અને બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળ અપાયેલા અધિકારનો ઘોર ઉલ્લંઘન છે.

ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ અજય રસ્તોગીની ખંડપીઠે આઇપીસીની કલમ ૩૨૪ (ઇરાદાપૂર્વકની ઈજા) હેઠળ ગુનો માફ કરવાનો ઇનકાર કરીને પીડિત પરિવાર માટે વળતરની રકમ વધારવાનો નિર્દેશ આપ્યો છે.  ખંડપીઠે જણાવ્યું હતું કે, હિંસાના કારણે કસ્ટડીમાં રહેલા વ્યક્તિના મોતનો મામલો ઘૃણાસ્પદ છે અને સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી.  પોલીસ સ્ટેશનમાં વ્યક્તિને માર મારવો એ દરેક માટે ચિંતાનો વિષય છે અને તેનાથી આખા સમાજમાં ભયની માહોલ ઉભો થઇ શકે છે.

પોલીસનું અમાનવીય વર્તન સમાજમાં ડરનો માહોલ ઉભું કરનારૂ

ખંડપીઠે કહ્યું હતું કે, લોકો પોલીસ પાસે એવી આશા સાથે જાય છે કે પોલીસ વતી તેમની અને સંપત્તિની સુરક્ષા કરવામાં આવશે, અન્યાય અને અત્યાચારને સજા થશે.  કોર્ટે કહ્યું, તે લોકો માટે ચિંતાનો વિષય છે, જ્યારે સમાજના બચાવકર્તા લોકોનું રક્ષણ કરવાને બદલે તોડફોડ અને અમાનવીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન આવતા લોકોને માર મારતા હોય છે.

મૃતકના પરિવારને વળતર આપવાનો કરાયો આદેશ

હાઈકોર્ટના ચુકાદા સામે અને સજાને નરમ કરવા બદલ બે પૂર્વ પોલીસ અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.  ઓડિશાના પોલીસ સ્ટેશનમાં એક આરોપીને બંને આરોપી પોલીસ અધિકારીઓએ નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.  જો કે, સર્વોચ્ચ અદાલતે બંને આરોપીઓની સજા ઘટાડી છે. જેની ઉંમર હવે ૭૫ વર્ષ છે અને પીડિતાના પરિવારને ૩.૫ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

રક્ષક જ ભક્ષક બને તો ખૂબ ચિંતાનો વિષય: સુપ્રીમ

૧૯૮૮ ના કેસમાં ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ અજય રસ્તોગીની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી.  જેમાં આરોપીને પોલીસ કસ્ટડીમાં બે પોલીસકર્મીઓએ માર માર્યો હતો જેથી તેને ઘણી ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું.  ખંડપીઠે કલમ ૩૨૪ હેઠળ ગુનાનો સમાવેશ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, મૃતકના પરિવારને વળતર મળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.