Abtak Media Google News

સરકાર આગામી દિવસોમાં લિથિયમ બેરિલિયમ, નિયોબિયમ અને ટેન્ટેલમ જેવી ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી છે

દેશનાં કુલ આયાત બિલમાં 80 ટકા હિસ્સો ક્રુડતેલનો હોય છે. એકતરફ સરકાર આ હિસ્સો ઘટાડવા માટે ચિંતીત છે તો બીજીતરફ વિશ્વ આખુ પ્રદૂષણ ફેલાવે તેવા ઇંધણમાંથી મૂક્તિ ઇચ્છૈ છૈ. સ્વાભાવિક રીતે જ વિશ્વમાં ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, અને ઇથેનોલ જેવા વિકલ્પો ચર્ચામાં છે. ભારતની વાત કરીએ તો દેશમાં આગામી દાયકામાં અવકાશ, બેટરી આધારિત ઓટો સેક્ટર, સંરક્ષણ તથા અવકાશ જેવા સેક્ટરો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે અને તેના આધારે મોટી કમાણી કરવામાં આવે તેવો તખ્તો ઘડાઇ રહ્યો છે. આ સેક્ટરોનાં કારોબાર માટે જરૂરી કાચા માલ કે પ્રાથમિક સંસાધનોની આગામી વર્ષોમાં ખેંચ ઉભી ન થાય તેની વ્યવસ્થા અત્યારથી જ કરવી જરૂરી બને છે.

કદાચ આજ કારણ છે કે સરકાર આગામી દિવસોમાં લિથીયમ બેરિલિયમ, નિયોબિયમ અને ટેન્ટેલમ જેવી ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી છે. યાદ રહે કે ભારતે અવકાશ ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં ઘણી પ્રગતિ કરી છે. એક સમય હતો જ્યારે આપણે કોઇ ઉપગ્રહ અવકાશમાં તરતો મુકવો હોય તો અન્ય દેશોને ઓર્ડર આપવો પડતો હતો. પરંતુ હવે ઇસરોની સંસ્થા અન્ય દેશોના ઉપગ્રહ અવકાશની સફરે મોકલવા માટે કોન્ટ્રેક્ટ લે છે અને તેમની પાસેથી નાણા વસુલીને કમાણી કરે છે.   આ સેક્ટરમાં ભારત ઐક દાયકામાં સફળતાનાં નવા શિખરો સર કરવાનું છે. અત્રે ખાસ નોંધનીય છે કે રોકેટ અને સ્પેસક્રાફ્ટનાં ગરમી સામે પડકાર ઝીલી શકે તેવા પાર્ટ્સનાં ઉત્પાદનમાં ઉચ્ચ ગુણવત્તાવાળું નિયોબિયમ વપરાય છે. એેટલે સરકાર તેના ઉત્પાદનનો વ્યસાયિક કરાર કરીને તેની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનું વિચારી રહી છે.

હવે જ્યારે સરકારે પેટ્રોલ વાળા વાહનોની જગ્યાએ બેટરી આધારિત વાહનોના યુગ ભણી મંડાણ કર્યા છે ત્યારે આગામી દિવસોમાં લિથીયમની મોટા પાયે જરૂર પડવાની છે. કાશ્મીરમાં આપણને લિથીયમનો વિપુલ ભંડાર મળ્યો છે. પરંતુ તે વિદેશોમાં પગ કરી જાય તે પહેલા જ  ભારત તેની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દેવા માગે છે.

આજ રીતે ટેન્ટેલમ આધારિત સિરામિકનું પડ પણ સ્પેસક્રાફ્ટની સપાટી ઉપર લગાડવામાં આવે છે. જેના થર્મલ પ્રોટેક્શનનાં ગુણનાં કારણે જ્યારે સ્પેસક્રાફ્ટ એક ગ્રહથી બીજા ગ્રહના આકર્ષણમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્પન થતી પ્રચંડ ગરમી સામે રક્ષણ મળે છે. બેરેલિયમનો પણ સ્પેસ શટલમાં તાકાત વધારવામાં ઉપયોગ થતો હોવાથી અવકાશીય સફરમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે.

આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ અણુ ઉર્જા તેમજ તોપના ગોળા કે વિનાશક સ્ફોટક સામગ્રી વાપરવાનાં જે સાધનો ભારત સ્થાનિક સ્તરે બનાવવાનું આયોજન કરી રહ્યું છે તેમાં  આ ધાતુઓના વપરાશ વધવાની ધારણા છે. આ એવા કારણો છે જે ભારત સરકારને આ ચારેય ધાતુઓને દેશમાંથી બહાર જતી રોકવા પ્રેરિત કરે છે.  ભારત હાલમાં આ ચાર ધાતુઓમાંથી એક પણ ધાતુ માટે હાથ લંબાવવો પડે તેવી સ્થતીનું નિમાણ ન થાય તે જોવા સરકાર પ્રતિબધ્ધ છે.

આમેય તે હાલમાં ભારત ઉપરોક્ત ધાતુઓના પુરવઠાને જાળવી રાખવા ઘણી ધાતુઓની આયાત કરે છે. રશિયા, ચીન, ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ દ.ક્ષિણ આફ્રિકા તથા બેલ્જિયમ  અમેરિકા અને બ્રિટન જેવા દેશો પાસેથી આ ધાતુઓનો પુરવઠો આયાત કરીને ભારત પોતાની ગાડી ચલાવે રાખે છે. આગામી દિવસોમાં ભારતમાં સેમિકંડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આઇટેમો, ટેલિકોમ્યુનિકેશન જેવા સેક્ટરોમાં પણ ભારત જાણે ક્રાંતિ સર્જવાની તૈયારી કરી રહ્યું છે. તેથી દેશમાં કોર્પોરેટસને ખનનની પરવાનગી ઉત્પાદનની ઝડપ વધારવાનું સરકારનું આયોજન છે. સાથે જ આ ખનિજો સ્થાનિક ઉપયોગમાં વપરાય તેની કાળજી પણ જરૂરી છે.ટૂંકામાં સરકાર ભારતીય ખનિજોના સ્થાનિક ઉપયોગ સાથે મેઇક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવાની રણનીતિ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.