Abtak Media Google News

પ્રદર્શન મેદાનમાં હજુ રાઈડ્સનું ફીટીંગ પૂર્ણ ન થયું હોવાથી પરફોર્મન્સ લાયન્સ મેળવ્યા બાદ મેળાનો થશે પ્રારંભ: નદીનો પટ હજુ ખાલી

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જે બંને મેળાઓનો શ્રાવણ માસના પ્રથમ સોમવારથી પ્રારંભ કરવા માટેની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.

દરમિયાન ગઈકાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનના મેળા ના ઉદ્ઘાટનની જાહેરાત પણ કરી દેવાઇ હતી, અને નિયંત્રણ પાઠવાયું હતું. મેયરના હાથે મેળો ખુલ્લો મુકવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ ત્યારબાદ મોડેથી પ્રદર્શન મેદાનના મેળા નું ઉદ્ઘાટન મુલતવી રખાયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રદર્શન મેદાનમાં યાંત્રિક રાઈડ ફીટ થઈ ન હોવાથી તેમજ હજુ મેળો ચાલુ કરવા માટેનું પરફોર્મન્સ લાયસન્સ ઇશ્યૂ થયું ન હોવાથી તમામ લાયસન્સ ઇસ્યુ થઈ ગયા પછી અને પરફોર્મન્સ ઇસ્યુ થયા બાદ મેળાનો પ્રારંભ થશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત રંગમતિ નદીના પટમાં પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી મેળાના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ત્યાં આયોજકો દ્વારા કોઈ ગતિવિધિ કરવામાં આવી નથી, અને હાલ નદીનો પટ ખાલી ખમ છે જ્યાં ફ્રી થઈ ગયા પછી અને પરફોર્મન્સ લાયસન્સ  મળ્યા પછી જ મેળા નો પ્રારંભ થશે.

જામનગર મહાપાલિકા  દ્વારા દર વષની જેમ આ વર્ષે પણ  શહેરમાં પ્રદર્શન  ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન 21 ઓગષ્ટથી  14/ સપ્ટેમ્બર સુધી  કરવામાં આવ્યું છે. આ માટે ટેન્ડર  પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયાબાદ બંને સ્થળે મેળાની તૈયારી શરૂ થઈ છે.  પરંતુ  શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રાવણી મેળો શરૂ કરવાનાં મનપાના દાવા પોકળ પુરવાર થયા છે કારણ કે, રંગમતી નદીના પટમાં હજુ કોઈ મેળાના ઠેકાણા નથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોટાભાગની રાઈડસનું કામ અધૂરૂ  છે.આથી શહેરીજનો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શ્રાવણી  મેળાની મોજ માણી શકશે નહીં. મનપાએ મેળાના ઈ-નિમંત્રણ કાર્ડ પણ બનાવી લીધી હતા જેનું આજે  સાંજે 5 વાગ્યે મેયરના હસ્તે ઉદઘાટન પણ થવાનું હતુ પરંતુ પર્ફોમન્સ લાયસન્સ ન   આવ્યું હોય તેથીમેળો શરૂ કરવામાં આવ્યો નથી.

પરફોર્મન્સ લાયસન્સ આવ્યા પછી મેળો થશે શરૂ

જામનગરમા પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી શ્રાવણી મેળાના પરફોર્મન્સ લાયસન્સ  આવ્યાનથી આથી રાઈડસનું ભાવ બાંધણું પણ થયું નથી. પરફોર્મન્સ લાયસન્સ આવ્યાબાદ શ્રાવણી મેળો  થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.