Abtak Media Google News

સનશાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયૂસન્સ મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ કરાવતી ગુજરાતની નામાંકિત સંસ્થાઓમાંની એક છે . ગત તા . 6 ફેબ્રુઆરી 2023 રોજ સનશાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુસન્સમાં  મુંબઈ ડબ્બાવાલા ” ના વિષય પર ડો . પવન અગ્રવાલનો મેગા મોટીવેશનલ સેમિનાર યોજાયો હતો . આ કાર્યક્રમ માં સમગ્ર રાજકોટની 50 થી વધારે નામાંકિત શાળાઓ અને કોલેજોના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ , શિક્ષકો ,, હેડશ્રીઑ , પ્રિન્સિપાલ અને કો – ઓર્ડિનટર્સએ ભાગ લીધો હતો . ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ આ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો .

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે   અમિત અરોરા , કમિશ્નર , રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અતિથિ વિશેષ તરીકે   નલીન ઝવેરી , પ્રેસિડન્ટ , સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપસ્થિત રહ્યા હતા . બંને મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી , સનશાઈન ગ્રુપના આ પ્રયત્નના વખાણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના કેમ્પસ ડિરેક્ટર ડો . પ્રો . વિકાસ અરોરાએ તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં ડો . પવન અગ્રવાલએ  મુંબઈ ડબ્બાવાલા  ની સર્વિસ વિષે વિગતવાર માહિતીઓ આપતા જણાવ્યું હતું કે  મુંબઈ ડબ્બાવાલા ” SIX SIGMA” ના મેનેજમેન્ટ ક્ધસેપ્ટ પર કામ કરે છે . તેઓ ગ્રહકોને પોતાના ભગવાન માનીને પોતાની સેવાઓ પૂરી પાડે છે . તેઓ પોતાની સર્વિસમાં એકપણ દિવસની રજા નથી રાખતા . મુંબઈના ગમે તેવા વરસાદમાં , ટ્રાફિકમાં પણ તેઓ પોતાની સેવાઓ પૂરી પાડે છે .

આ ખાસિયતોથી ડો . પવન અગ્રવાલએ પોતાના પ્રોત્સાહીક પ્રવચન વડે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.  કે આ તમામ મેનેજમેન્ટના ક્ધસેપ્ટ વિદ્યાર્થીઓને , ઔદ્યોગિક જગતને અને અત્યારના સમયમાં સૌને ખૂબજ ઉપયોગી છે . આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ કર્મચારીઓએ અથાગ પ્રયત્નો કર્યા હતા . આ કાર્યક્રમનું મહત્વ એટલા માટે વધી જાય છે કે 2019 પછી 4 વર્ષ બાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ડિરેક્ટર ડો . પ્રો . વિકાસ અરોરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં એમબીએ ડિપાર્ટમેન્ટના સેન્ટ્રલ કો – ઓર્ડિનટર ડો . કોમલ પટેલે તમામ મહેમનોનું સ્વાગત કર્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમબીએ ડિપાર્ટમેન્ટના ડો . પ્રતિક પાંઉ અને પ્રો . ચાંદની વોરાએ કર્યું હતું . કાર્યક્રમની જબરદસ્ત સફળતા માટે સંસ્થાના ચેરમેન   મિનેષ માથુર સરે તમામ કોર્પોરેટર્સ , સ્પોન્સર્સ , શાળા અને કોલેજના પ્રિન્સિપાલનો આભાર માન્યો હતો અને સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.