Abtak Media Google News

પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા પૂ.દિપકભાઈનું ઉમળકાભેર સ્વાગત કરાયું: ૮મી સુધી યોજાશે મહોત્સવ

રાજકોટના આંગણે અક્રમવિજ્ઞાની દાદા ભગવાનની ૧૧૦મી જન્મજયંતીનો ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ ખાતે, વિશાળ જગ્યામાં ભવ્ય રીતે સજાવેલ મહોત્સવ સ્ળે આજે દાદા ભગવાન પરિવારના આશરે ૨૫ હજાર અનુયાયીઓ, દેશ વિદેશી પધારેલ મુમુક્ષુઓની હાજરીમાં, પૂજ્ય દીપકભાઇ આ મહોત્સવના શુભારંભ માટે પધાર્યા હતા.  તેમનાં ભવ્ય સ્વાગતમાં પ્રવેશ દ્વારી સૈનીક વેશધારી યુવાનોએ મહોત્સવ સ્ળ સુધી એસ્કોર્ટીગ કરતા કરતા લઇ આવ્યા હતા અને તોપોી ધડાકો કરી ઉપર પુષ્પવર્ષા કરી, તેમજ દાદાભગવાન પરિવાર રાજકોટના અગ્રણી સેર્વાી મહાત્માઓએ હાર પહેરાવી ને હૃદયી આવકારી, લાલ જાજમ બીછાવી ભવ્ય સ્વાગત કર્યુ.

ભાવિકોને આત્મજ્ઞાની  દિપકભાઈએ રેમ્પ ઉપરી દ્રષ્ટિ દર્શન આપ્યા હતા. ત્યારબાદ કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન અને સીમંધર સ્વામીને હાર ચઢાવી અને દિપ પ્રાગટ્ય કરીને સમારંભનું ઉદઘાટન કરવાની શરૂઆત કરી. દિપકભાઈએ આ પ્રસંગે ૧૧૦ ફુગ્ગાઓને હવામાં તરતા મુકી સૌના ઉત્સાહમાં વધારો કરી આ મહોત્સવને સૌરાષ્ટની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  ત્યારબાદ ૨૦૦ી વધુ બાળકોએ તૈયાર કરેલ સાંસ્કુતિક કાર્યક્રમ રંગબેરંગી લાઈટોવાળા ભવ્ય વિશાળ સ્ટેજ ઉપર, સંગીતની રમઝટ સો રજુ કરવામાં હતો.

જુદા જુદા ૧૧ થી ૧૨ જેવા ડોમ જુદી જુદી થીમ પર પ્રદર્શન નાટીકા વ્યસન મુક્તિ, આત્મ ધર્મ ઉપર વિના મુંલ્યે બતાવવામાં આવશે આ પ્રદર્શનને લોકોને નિહાળવા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.  ૨ નવેમ્બર સવારે ૯:૩૦ થી ૧૨ (ખેચની પકડે પકડાયા પોતે) ટોપીક ઉપર અને સાંજે ૭:૩૦ થી ૧૦ દરમ્યાન (અદ્ભૂત અક્રમજ્ઞાન અજાયબ અક્રમજ્ઞાની) વિષય ઉપર પૂજ્ય દિપકભાઈ દ્રારા પ્રશ્નોત્તરી સત્સંગ શે. તેમજ આ મહોત્સવ ૧થી૫ તારીખ સુધી ચાલશે અને ૮ તારીખ સુધી સનિક બાળકો, યુવાનો, અને દરેક વ્યક્તિ માટે પ્રદર્શન, થીમ વિના મુલ્યે બતાવવામાં આવશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.