Abtak Media Google News

રજીસ્ટ્રેશન શરૂ: આગેવાન બહેનો ‘અબતક’ના આંગણે

ઉમ્મીદ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ૨૦૧૮ના વર્ષને અલવીદા કહેવા અને ૨૦૧૯ના નવા વર્ષને આવકારવા શહેરના ભૂલકાઓ અને ટીનેજર્સ માટે ડાન્સ કોમ્પીટીશનનું આયોજન તા.૨૯ના રોજ સાંજે ૬ થી ૯ કલાકે ડો.આંબેડકર હોલ, પી.વી. મોદી સ્કુલ પાસે, લક્ષ્મીનગર મેઈનરોડ ખાતે કરવામાં આવેલ છે. ન્યુ યરને આવકારવા આગેવાન મહિલાઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ આયોજનમાં ૬ થી ૧૫ વર્ષના બોયસ તથા ગર્લ્સ ભાગ લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકો દ્વારા વેસ્ટર્ન તથા ટ્રેડીશનલ ડાન્સના પ્રકાર જેમ કે, સોલો, ડયુએટ, ગ્રુપ ડાન્સ વગેરે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એન્ટ્રી રજીસ્ટ્રેશન કરવા માટે મો.નં. ૮૮૪૯૦૪૯૩૭૧, ૯૨૬૫૦૨૯૧૮૧ તથા ૯૯૧૩૧૦૩૦૦૫ પર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમ્મીદ ફાઉન્ડેશનના પ્રમુખ મનિષાબેન ટાંક, ઉપપ્રમુખ દિલ્પાબેન મકવાણા, મંત્રી બ્રિઝલ મહેતા, સહમંત્રી કૌશિક ટાંક તથા મહામંત્રી જીજ્ઞેશ યાદવ, નિકુંજ ગોહેલ, અપેક્ષા પરમાર, પુજાબેન ત્રિવેદી તેમજ માધાણી અને હીરેન માધાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.