Abtak Media Google News

નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશનની બગડેલી હાલતને જોતા સરકાર એનબીએફસીને નાદારી કોડ હેઠળ આવરી લેવાશે

દેશની કથળેલી વ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહી છે ત્યારે દેશનાં નાણા અને લોકોનાં નાણાને છીન ભીન કરી વિદેશ ચાલી ગયેલા વીલફુલ ડિફોલ્ટરોનાં અભિશ્રાપરૂપે દેશની વ્યવસ્થા દિન-પ્રતિદિન ખરાબ થતી જોવા મળે છે. આ તકે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની એટલે કે એનબીએફસી બેંકોને નાણાનાં અભાવે અને તરલતાનાં અભાવે સરકાર તેને નાદારી કોડ હેઠળ આવરી લેવા માટે વિચાર કરી રહી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર એનબીએફસી બેંકોને આગામી દિવસોમાં ઈન્સોલવન્સી કોડ હેઠળ આવરી લેવાશે. જયારે બીજી તરફ બેંકો માટે ખતરે કી ઘંટી એ છે કે, દેશમાં કુલ ૪.૪૧ લાખ કરોડ રૂપિયાનાં પ્રોજેકટો ઘોસમાં પડેલા છે જે દેશની અર્થવ્યવસ્થાને છીન ભીન કરી શકે છે ત્યારે નાણા મંત્રાલય કેવી રીતે આ સમસ્યાને સંભાળી શકશે તે જોવાનું રહ્યું ?

રેડીયર્સ ડેવલોપરનાં આશિષ શાહે જણાવતાં કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા અને બેન્કિંગ ક્ષેત્રમાં તરલતાનો અભાવ હોવાનાં કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભંડોળ માટે પૂર્ણત: સંઘર્ષ કરી રહ્યું છે. આશિષ શાહે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મંદીની અસર હેઠળ સ્થાવર મિલકતોનાં બજારને ખુબ મોટી અસર પડી છે. રેડીસને અન્ય રિયલ એસ્ટેટ ઉધોગ સાથે સંકળાયેલા ઉધોગપતિઓએ ગત ૫ વર્ષનાં મિલકતની તેજી માટે નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપનીઓ પાસે લોનની આશા રાખવામાં આવી છે પરંતુ એક વર્ષ પહેલા શેડો બેન્કિંગ ક્ષેત્રનાં અગ્રણી આઈએલ એન્ડ એફએસનાં ડિફોલ્ટ સાથે અટકી પડયું છે. બજારમાં તરલતા ન હોવાનાં કારણે દેશનાં અનેકવિધ મોટા પ્રોજેકટો હાલ અટકીને પડયા છે ત્યારે જો રિયલ એસ્ટેટની ક્ષેત્રની સ્થિતિ સુધરશે નહીં તો દેશનાં અર્થતંત્રને તેની માઠી અસર પહોંચશે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

નાણામંત્રી નિર્મલા સીતારામન ભારતનાં નામાંકિત રિયલ એસ્ટેટ ઉધોગપતિઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે અને કેવી રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિનો સુધારો લાવી શકાય તે દિશામાં અનેકવિધ સુચનો અને સુજાવો પણ મંગાવવામાં આવ્યા છે ત્યારે ગત બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉધોગપતિઓને સ્ટ્રેસ ફંડ આપવા માટે નાણામંત્રીએ સહમતી દાખવી હતી પરંતુ મુખ્યત્વે જે પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે તે તરલતાનો છે. જો યોગ્ય રીતે તરલતા દેશને મળે તો જે બંધ પડેલા અને અટકેલા પ્રોજેકટો છે તે ફરીથી ધમધમી શકે અને બજારમાં ‚પિયો ફરતો થાય પરંતુ હાલ બેંકોની સ્થિતિ અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ જે રીતે નાદારીનાં દ્વાર પર ઉભી છે ત્યારે તે પણ અટકેલા પ્રોજેકટોને નાણા આપવા માટે સામથ્ય ધરાવતા નથી પરીણામ સ્વરૂપે રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં ઉધોગપતિઓએ ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા દેશની અર્થવ્યવસ્થાને અને દેશનાં અર્થતંત્રને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચાડવા માટે જે મથામણ ચાલી રહી છે તે જોતા સરકાર ગંભીરતાપૂર્વક આ મુદાને ધ્યાને લઈ રહી છે.

દેશની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશનાં અર્થતંત્ર માટે કરોડરજુ સમાન છે જો તેને બેઠુ વહેલાસર નહીં કરાય તો તેનાં પડઘમો લાંબા સમય સુધી દેશને ભોગવવા પડશે જેનાં પરિણામ સ્વરૂપે સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને બેન્કિંગ ક્ષેત્રને વધુ મજબુત બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહી છે. બેંકોનાં વિલીનીકરણ સહિતનાં મુદાઓ અનેકવિધ રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અસરકારક રહેશે. બજારમાં તરલતા લાવવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૦.૨૫ બેઈજીસ પોઈન્ટનો રેપોરેટમાં ઘટાડો કર્યો છે તેનાથી તરલતાનો પ્રશ્ર્ન વારંવાર જે ઉભો થતો હતો તે હવે નહીં થાય ત્યારે ભવિષ્ય માટે તરલતાનો મુદ્દો વિકાસ માટે અવરોધરૂપ નહીં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.