Abtak Media Google News

ભેળસેળ શું આપણા દેશનું એક મહાદૂષણ નથી? આપણા પૂર્વજો તો એને મહારોગ-મહાપાતક કહેતા!

માનવ જાત માટે ઘાતક અને સમગ્ર સમાજ તેમજ રાષ્ટ્ર માટે કલંક સમા આ રાક્ષસી દુરાચારને દેશવટો આપી શકે એવા કોઇ છે?

આપણો દેશ અને તેના શાસકો ભ્રષ્ટાચાર સામેના યુઘ્ધમાં નાલેશી પૂર્વક પરાજીત થયા છે એ વાત હવે ધણે અંશે કોઇથી અજાણી રહી નથી, એવું જ આ દેશમાં બેકાબુ વધતા રહેલા ભેળસેળના અનાચારની બાબતમાં કશી શકાય તેમ છે.

આપણા દેશમાં ભેળસેળની બદીએ માઝા મૂકી છે.

આ બાબતમાં ત્રાહિમામ પોકારતી પ્રજા હવે તો એમ કહીતે થઇ છે કે, અત્યારે ભેળસેળની જ આ દુનિયા ચાલી રહી છે! આવા ભયાનક અને માનવો માટે કાળમુખો કહી શકાય તેવા ભેળસેળથી આયુષ્ય વઘ્યું છે એમ ભલે કહેવાઇ રહ્યું છે. પણ રોગો તો એના કરતાં યે વઘ્યા છે, જેમાં અસાઘ્ય રોગોનો પણ સમાવેશ થાય છે.

જેમ અનાજમાં મરી મસાલામાં કેટલાક ફળોમાં અને સૌન્દર્ય પ્રસાધનોમાં બેફામ ભેળસેળ ચાલી રહી છે.

આજનો પગથી માથા સુધી ભૌતિકવાદી બનેલો માનવ બેસુમાર છેતપીંડી ઠગાઇ દગો, અને બેઇમાની વગેરે આચરી રહ્યો છે અને માનવતાને નેવે મૂકી છે.

ભેળસેળનો વ્યાપ નિમકથી માંડીને કરિયાણાની મોટાભાગની ચીજો, તજ-લવિંગ જેવા ગરમ મસાલા, એલચી, સુંઠ, ઓસડીયાં સુધી પહોચ્યો છે. કઠોળ અને ખાવા પીવાની મોટાભાગની ચીજોનો એમાં સમાવેશ થાય છે. કેસર સહિત સૂકા મેવાની ચીજો, ઘી-તેલ વનસ્પતિ  વગેરે બધામાં ભેળસેળ સામાન્ય બની છે. દૂધમાં પણ આ અનિષ્ટ પેસી ગયું છે.

એક અભ્યાસી સમીક્ષા કે દર્શવેલા એક અહેવાલમાં દર્શાવાયું છે કે, સમુહ લગ્ન, યજ્ઞોપવિત, જુદા જુદા અવસરની ધાર્મિક શાસ્ત્રોકત વિધિઓ અને શુકન, મુર્હુત વગેરે સંંબંધી સામાજીક વ્યવહારો સુધી ભેળસેળ થતી રહી છે અને તેમાં છેતરપીંડીઓએ પગપેસારો કરી લીધો છે.

આજથી પંદર વર્ષ પહેલાના એક અભ્યાસમાં દર્શાવેલ ભેળસેળ સંબંધી વાતો રસપ્રદ અને ચોંકાવનારી છે એ અક્ષરશ: નીચે મુજબ છે.

સુલભાના લગ્ન સમયે તેને ભારે હલકી સાડીઓ ગણીને કુલ ૩૧ જોડી સાડીઓ પોતાના માતા-પિતાને ઘેરથી મળવાની હતી અને બીજી ભારે ચાર સાડીઓ સાસરેથી લેવાની હતી. તેથી બજારમાં લગ્નની સાડીઓ માટે વખણાતી પંકાયેલી દુકાનોમાં જઇને એણે સાડીઓ ખરીદવાનો વિચાર કરી એ એની માતા ભાભી અને બહેન તેમજ સાસરેથી સાસુ સાડી તથા નણંદને લઇને એક દુકાનમાં ગઇ ઘણી ઘણી સાડીઓમાંથી એણે ચાર પાંચ સાડીઓ પસંદ કરી દુકાનના માલિકોને કહ્યું અમારે બીજી ચીજો ખરીદવા જવાનું હોવાથી આ સાડીઓ સવારે ઘેર મોકલી દેજો બકીના પૈસા આપી દઇશું.

બીજે દિવસે સવારે જયારે પોલમી સાડીઓને ખોલીને જુએ છે તો એમાં એના લાલ પાનેતરની ભારેમાં ભારે સાડીનો કિનારામાં મોટો ચીરો એ તો ગભરાઇને એની મમ્મીને સાડી બતાવવા દોડી સાડી જોઇ દુકાનદારને ત્યાં ગયા, થોડી ચકમક ઝરી લગ્નનું પાનેતર ફાટેલું કેમ આપ્યું? પાછું લો.

અમે નહિ લઇને આ પૈસા પણ પાછ નહિ આપીએ તમારાથી થાય તે કરી લો, મા વિચારમાં પડી બે હજાર ‚પિયાનું ફાટેલું પટોળુ કોને કહેવું? બે હજાર રૂપિયા તો પતિને મહિને પગાર પણ મળતો નથી શું કરવું ના વિચારમાં માતા પુત્રી બન્ને ખોવાઇ ગયા આંખ નહિને આંસુ મોટા સરી પડયાં.

શહેરને એક જાણીતી હોસ્પિટલે એક જીપ ખરીદી રોજના કામકાજ માટે હોસ્પિટલમાં વાહન ન હોવાને કારણે ખોટી રીતે ઘણાં પૈસાનો ધુમાડો થતો હતો તેથી કામકાજની સરળતા રહે એ માટે મોવડીઓએ જીપ ખરીદી, ખરીદતાં તો ખરીદી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું બન્યું જીપની બેટરી  ચાલતી જ ન હતી. જેની પાસેથી જીપ ખરીદી તેઓએ આ વાત માની જ નહિ જો બેટરી નવી ન મળે તો હોસ્પિટલને રોજનું ઘણું નુકશાન વેઠવાનું

એક ડોકટરે એમની બેદરકારીને કારણે એક બહેનનો સારો પગ કાપી નાખ્યો ગરીબબેન ન પૈસાની સગવડ ન માણસ ત્યાં દવા લાવવી કયાંથી? બિચારીએ ફરીયાદ કોને કરે?

રેડીયો ટી.વી. છાપા મેગેઝીનોમાં આવતી અનેક પ્રકારની જાહેરાતોથી લોભાઇને સ્ત્રીઓ એ મોંધીદાટ ચીજો ખરીદે પણ વાપર્યા પછી ખબર પડે ત્યારે પસ્તાવો કરે શાકભાજી વેચવારાના તોલમાપ ખોટા હોય કાં તો એક પલ્લુ વજનદાર હોય અથવા એક દાંડી લાંબી હોય અરે, એના કાટલા કોરી નાખેલા હોય પલ્લાની નીચે કા તો લોહચુંબક લગાડેલું હોય પગને અંગુઠે દોરી બાંધી પલ્લી જાણી જોઇન: નીચું કરતું હોય!

એ સમયે ગ્રાહર સુરક્ષા કોર્ટ અસ્તિત્વમા આવી ગઇ હતી અને તે ગ્રાહકો માટે આશીર્વાદ સમી બની હતી. પરંતુ એ તો આકાશને થીગડું મારવા જેવી બની રહી.

અત્યારે ભેળસેળ ની બદી જેમની તેમ રહી, ઉલ્ટું વધુ વ્યાપક બની ગઇ !

આ મહાદુષણને અતિ ગંભીર ગણાવવું જોઇતું હતું.

ભ્રષ્ટાચારનાં દુષણ કરતાંય તે વધુ ભયંકર સાબિત થઇ શકે છે, કારણ કે તે શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબધ ધરાવે છે!

ભ્રષ્ટાચાર અને ભેળસેળ એ બન્ને રાષ્ટ્રનાં સ્વાસ્થ્યને બગાડી અને ચારિત્ર્યને બગાડી શકે છે એ રીતે તે રાષ્ટ્રદ્રોહ ઓછાયામાં પણ આવી શકે છે ખાદ્યચીજોમાં, દવાઓમાં, દવાઓમાં, પીણાઓમાં, સોના-ચાંદી જેવી ધાતુઓમાં વિવિધ ફળોમાં, રસ્તાઓ અને આવાસોનાં બાંધકામોમાં વપરાતી ચીજોમાં, પેટ્રોચીજોમાં અને ભરોસાની આપ-લેમાં, વચનો- બાંહેધરીઓમાં વિવિધ સ્વરુપની ભેળસેળ થતી રહી છે.

આ દુષ્ટાચારનું ફલક એટલું બધુ વ્યાપક છે કે તે છે કે તે પરમેશ્વરની સન્મુખ ઉભા ઉભા થતાં આદાન પ્રદાનને આંબી ચૂકી છે. મંદિર જેવા પવિત્ર સ્થાનની આસપાસમાં વેચાતી ચીજોમાં પણ થાય છે. !

હરિભકતો વચ્ચેના આદાન પ્રદાનમાં પણ ભેળસેળ થાય છે.

બજારોમાં વેચાતી ભગવાનની છબિઓ  બનાવવાની ચીજોમાં ભેળસેળ થાય છે અને ભગવાનનાં સ્વ‚પ સમાં બાળકોનાં રમકડા બનાવવા માટે વપરાતી ચીજોમાં ભેળસેળ થતી હોવાની ટકોર પણ કાને પડે છે.

આવા મહાપાતક ‘ભેળસેળ’ના અનિષ્ટને નેસ્તના બુદ કરવામાં સાચી ધાર્મિકતા છે એને આપણે રાષ્ટ્ર ધર્મ પણ કહી શકીએ.

આવો રાષ્ટ્રધર્મ બજાવવાનો આ દેશની પ્રજા સામુહિક યજ્ઞ આરંભે એ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા બરાબર લેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.