Abtak Media Google News

ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર આયોજિત એન.એસ.એસ દિવસ ઉજવણી કાર્યક્રમમાં ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીઓ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય ની તમામ યુનિવર્સિટીઓ તથા એન.એસ.એસ ની પ્રવૃત્તિ કરતી રાજ્યની શાળાઓએ ભાગ લીધો હતો

આ ઉજવણી નિમિત્તે યોજાયેલ ગરબા સ્પર્ધામાં બોટાદ- જીલ્લા ની  આર.જે.એસ. હાઈસ્કૂલ ઢસા જંકશન ના સ્વયંસેવકોએ રાજ્યની તમામ યુનિવર્સિટી અને શાળાઓને હરાવીને પ્રથમ કમ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં સિંધવ અમિષા. કુકડીયા ધૄવી .ખીચડીયા નિરાલી. જોધાણી ઉર્વશા. પડ્યા મોનાલી.સિંધવ ભુમીકા. વઢેળ આશા.વઢેળ રિપલ. પોલાસ શ્રુતિ. ભટ્ટ અંજલી એ ભાગ લીધો હતો.

જીલ્લા તથા રાજ્ય ના અધિકારી ઓ શાળા ના વહીવટદાર આચાર્ય  જી.બી.હેરમા તથા શાળા પરિવારે વિજેતા તમામ બહેનોને તથા એન.એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર આર.બી.હેરમા અને બી.ડી.સાકરીયા તથા ટીમ મેનેજર વી.એ.પાનસુરયાઓને અભિનંદન આપ્યા હતાં

છેલ્લા વર્ષો માં  આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન દ્વારા બોટાદ જીલ્લા નું નામ  રાજ્યકક્ષાએ રોશન કરવામાં આવ્યું છે તે બદલ જીલ્લા ના અધિકારીઓ તથા તાલુકા અધિકારીઓ  ગામના આગેવાનો વેપારી ઓ રાજકિય આગેવાનો દ્વારા  આર.જે.એસ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી તથા સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.