Abtak Media Google News

હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની વિશ્ર્વ રોગચાળા મહામારી સામે સમગ્ર દેશ અને રાજય લડી રહ્યું છે. ત્યારે પંચાયત, ગ્રામ ગ્રહ નિર્માણ અને ગ્રામ વિભાગ હેઠળ વર્ગ-૩ અને ૪ના જિલ્લાનાં તમામ આરોગ્ય, વહીવટી તાંત્રિક, પ્રાથમિક શૈક્ષણિક, આઇ.સી.ડી.એસ. યોજના તમામ સંવર્ગોના કર્મચારીઓ દ્વારા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા અંગેનાં નિવારાત્મક ઉપાયો અંગેની આવશ્યક સેવાઓની દિવસ-રાત જોયા વગર પોતાના ઘરોના પરિવારોની પરવાહ કાર્ય વિના સતત કામગીરીઓ જેમ કે હોમ ટું હોમ સર્વેલન્સની કામગીરીનું સંકલન, ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે પ્રસિધ્ધ કરી ચુસ્તપણે અમલવારી કરાવવી, ભારત સરકાર દ્વારા મફત અન્ન વિતરણની કામગીરી વ્યવસ્થામાં સંચાલન, પરપ્રાંતિયોને તેઓના વતનમાં સકુશળ પહોચાડવાની કામગીરી અંગેની ચાવી‚પભુમિકાઓતથાઆતમામબાબતોઅંગેકરેલકાર્યવાહીનો દૈનિક રીપોર્ટ સમયમર્યાદામાં સક્ષમ કચેરીએ કરવા અંગેની કામગીરી જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર દ્વારા સોપવામાં આવેલ કામગીરીઓ તદઉપરાંત કચેરીની મુળભૂત કામગીરી લોક સમુદાય વચ્ચે ખુબ જ સંયમ અને સમજણ દાખવીને કોરોના વાયરસની આ વિષય પરિસ્થિતીમાં જિલ્લા પંચાયતના વર્ગ-૩ અને ૪ના તમામ સંવર્ગના કર્મચારીઓની ઉમદા તથા પે્રણાદાયક ફરજો બજાવવા અંગે ગુજરાત સરકાર વતી તથા માન. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાની અંગત હેસીયતથી પણ અભિનંદન પાઠવવામાં આવેલ છે. સાથોસાથ અત્યાર સુધી નિભાવેલ ઉમદા ફરજો આગામી સમયમાં પણ અવિરત ચાલુ રહે તેવી જિલ્લા પંચાયત, કર્મચારી મહાસંઘએ જણાવેલ છે.

Advertisement

કોરોના વાયરસ કોવિડ-૧૯ની વિશ્ર્વ રોગચાળા મહામારીની લડત સામે રાજકોટ જિલ્લા પંચાયત વર્ગ-૩ અને ૪ના કર્મચારીએ કરેલ ઉમદા કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એન.પી. દઢાણીયા, મંત્રી કે.સી. સરતેજા, સહમંત્રી બી.એચ.જળુ, આર ડી. ગોહીલ તેમજ ઉપસ્થિત સભ્યોનું સન્માન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.