Abtak Media Google News

ડો. પ્રવિણસિંહ ચૌહાણને ૩૯ મત અને ડો. જયદિપસિંહ ડોડીયાને ૧૧ મત: ૫૯માંથી ૫૩ એ કર્યું મતદાન, ૩ મત રદ થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૩માંથી ૧૨ ફેકલ્ટી બિન હરીફ થયા બાદ સૌથી મોટી આર્ટસ ફેકલ્ટીની આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડીન બનવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સામસામા ટકરાયા હતા. આર્ટસ ફેકલ્ટીમાં અધરધેન ડીન પદ પર ભાજપના ડો.પ્રવિણસિંહ ચૌહાણ અને કોંગ્રેસના ડો. જયદિપસિંહ ડોડીયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ડો. પ્રવિણસિંહ ચૌહાણનો આર્ટસ ફેકલ્ટીના ડીન પદે વિજય થયો હતો.

2 39ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલ આર્ટસ ફેકલ્ટીમા ડીન પદ માટેની ચૂંટણીમાં ૧૦ ભવનના વડાઓ સહિત ૫૯ મતદારોમાંથી ૫૩ મતદારે મતદાન કર્યું હતુ જેમાં ડો. પ્રવિણસિંહ ચૌહાણને ૩૯ મત અને ડો. જયદિપસિંહ ડોડીયાને માત્ર ૧૧ મત જ મળ્યા હતા. ૫૯ મતદારોમાંથી ૫૩ મતદારોએ મતદાન કર્યું હતુ જેમાંથી ૩ મત રદ થયા હતા.

આર્ટસ ફેકલ્ટીની ચૂંટણીમાં સ્ટેચ્યુટ ૨૦૧૬ની જોગવાઈ મુજબ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયા બાદ ઉમેદવારોની હાજરીમાં જ તમામ મત પકિનો સંપૂર્ણ પણે નાશ કરાયો હતો.

પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે ભાજપના ઉમેદવારને જીતાડવા મતદારોને ધાક ધમકી આપી: ડો.કે.જે.ડોડીયા

5 12સૌરાષ્ટ્ર યુનિ.માં આજે યોજાયેલી વિનિયન વિધાશાખાની ડીનની ચૂંટણીમાં ડો.જે.કે.ડોડીંયાને માત્ર ૧૧ મત મળતા કારમી હાર થઈ છે. ડો.જે.કે. ડોડીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, આજે યોજાયેલી આર્ટસ ફેકલ્ટીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.પ્રવિણસિંહ ચૌહાણે જીત મેળવી છે. જોકે સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે ભાજપના ઉમેદવાર ડો. પ્રવિણસિંહ ચૌહાણને જીતાડવા માટે મતદારોને એમ.બી.એ. ભવન ખાતે સવારે ૧૦ વાગ્યે બોલાવી પ્રવિણસિંહને મત આપવા ધાક ધમકી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.