Abtak Media Google News

ખેડુતો માથે લટકતી તલવાર

સરકારે ત્રણ વર્ષથી સેસ રકમ ચૂકવી ન હોય ભાટીયા માર્કેટીંગ યાર્ડની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો

ભાટીયા માકેટીંગ યાર્ડ ખાતે ગઇકાલે સામાન્ય સભા યોજાયેલ જેમાં ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદી ના કરવા યાર્ડની મીટીંગમાં સત્તા મંડળ દ્વારા સરવે સહમતિ થી નિર્ણય લેવાયો છે. આ સમાચાર હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ટુંક સમયમાં ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી શરુ થશે જામકલ્યાણપુર તાલુકા તેમજ દ્વારકા તાલુકાની ટેકાના ભાવે ખરીદી કરવાનું કેન્દ્ર ભાટીયા માકેટીંગ યાર્ડ હોય પરંતુ પહેલે કોળીએ માખી આવી હોય તેમ ભાટીયા માર્કેટીંગ યાર્ડને છેલ્લા ત્રણ ત્રણ વર્ષની સેસની રકમ સરકાર દ્વારા ના ચુકવતા ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદી ન કરવા માકેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ સામાન્ય સભામા સત્તા મંડળ દ્વારા સર્વે સહમતીથી નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સાથે ખેડુતોને ટેકા ભાવે ખરીદી બાબતે પણ લટકતી તલવારછે.

સરકર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે તેનો ૦પ ટકા સેસ જે તે માકેટીંગ યાર્ડને સરકારે આપવાનો હોય છે. સામે યાર્ડ પણ સરકારને વિવિધ સુવિધાઓ આપતી હોય છે જેવી કે તેની જગ્યા મા આ ખરીદી કરવા જમીન આપે સાથે લાઇટ પાણી માલની સિકયુરીટી વગેરે સુવિધાઓ સરકારને આપતી હોય જે પેટે સરકાર જે તે યાર્ડને ૦પ ટકા સેસ આપવાનું હોય છે હાલ ગુજરાતમાં ર૧૦ માકેટીંગ યાર્ડ આવેલ છે પાછલા ત્રણ વર્ષ અને ૨૦૧૮-૧૯ ના લગભગ યાર્ડ મા ટેકાના ભાવે ખરીદી કરાયેલ આ ત્રણ વર્ષ ના લગભગ યાર્ડના સેસના પૈસા બાકી જ નીકળે છે. જે બાબતે યાર્ડો દ્વારા સરકાર પાસે આ રૂપિયા આપવા માંગણી મુકેલ આખરે તા. ૪-૧૦-૨૦૧૯ ના પરિપત્ર મુજબ આ ર૧૦ માર્કેટીંગ યાર્ડમાંથી માત્ર ૪૪ યાર્ડ ને જ સેસ ના પૈસા આપવાનું સરકારે મંજુર કરેલ અન્ય ૧૬૬ યાર્ડ હાલ કમાણી કરી રહી છે તેવું બહાનું ગુજરાત સરકારે બતાવેલ આ તમામ ૧૬૬ યાર્ડોને સેસ પેટે ગુજરાત સરકારે ઠેંગો બતાવેલ. આ ૧૬૬ યાર્ડ પૈકી ભાટીયા યાર્ડ પણ હોય જેમાં ચાલુ વર્ષે મા ટેકાના ભાવે ખરીદી ભાટીયા માર્કેટીંગ યાર્ડના કરવા યાર્ડની મીટીંગ મા સત્તા મંડળ દ્વારા સર્વે સહમતીથી નિર્ણય લેવાયો હતો.

આગામી દિવસો મા ભાટીયા યાર્ડ તરફથી કરેલ આ આશ્ર્ચર્ય નિર્ણય મા અન્ય ૧૬૫ માકેટીંગ યાર્ડો પણ જોડાશે કે શું? તે માથે સૌની મીટ મંડાણી છે, પરંતુ બે અખલા વચ્ચે છેડાયેલ આ યુઘ્ધમાં માથે હાલ લટકતી તલવાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.