Abtak Media Google News
  • પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધિનીમાં ૨૩ બાળકોને દીક્ષિત કરાયા

  • માસૂમોને તેમના બચપનમાં જો યોગ્ય વાતાવરણ અને તક મળી રહે તો તેમનામાં છૂપી રહેલી અખૂટ શક્તિઓનો વિકાસ થાય છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબી દૂર કરવા માટે બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે જ્યાં શિક્ષણનો દીપ પ્રગટે છે, ત્યાંથી ગરીબી નામનો અંધકાર દૂર થાય છે. ગરીબ પરિવારોના બાળકોના ઉતન માટે આગળ આવવા સમાજસેવીઓને તેમણે અપીલ પણ કરી છે.

Advertisement

Vlcsnap 2018 07 30 10H32M53S218રાજકોટ શહેરના ગરીબ પરિવારોના બાળકોના શિક્ષણ ઉપરાંત આરોગ્યક્ષેત્રે કામ કરતી જાણીતી સેવાભાવી સસ્થા પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા જ્ઞાન પ્રબોધિની કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ ઉક્ત સંદર્ભે ઉમેર્યું કે, માસૂમોને તેમના બચપનમાં જો યોગ્ય વાતાવરણ અને તક મળી રહે તો તેમનામાં છૂપી રહેલી અખૂટ શક્તિઓનો વિકાસ થાય છે. એમાં અદ્દભૂત ઉત્સાહ અને ચમક હોય છે. ખાસ કરીને ઝૂં૫ડપટ્ટીમાં વસતા બાળકો, કચરો વીણતી માતાઓના બાળકોને શિક્ષણ અને યોગ્ય વાતાવરણ મળે તો તે પણ આગળ વધી શકતા હોય છે.

Vlcsnap 2018 07 30 10H23M33S249

છેલ્લા ૨૪ વર્ષથી કાર્યરત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણીએ આ સસ્થાના નેજા હેઠળ થતી પ્રવૃત્તિની કાર્યરેખા આપતા કહ્યું કે ટ્રસ્ટ દ્વારા નવ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

Vlcsnap 2018 07 30 10H24M00S4

ગરીબ બાળકોનું બચપન બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારી શાળામાં ભણતા બાળકોનું પરીક્ષાના માધ્યમી ચયન કરી તેમના અભ્યાસનો તમામ ખર્ચ ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવે છે અને અભ્યાસ માટેની તમામ અનુકૂળતા કરી દેવામાં આવે છે. રાજકોટની સારી શિક્ષણ સંસમાં તેમને અભ્યાસ માટે દાખલ કરવામાં આવે છે. આ કાર્ય સસ્થા માટે નિરંતર થઇ ગયું છે. આરટીઇનો કાયદો તો તાજેતરના વર્ષોમાં આવ્યો છે, પણ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ ૨૪ વર્ષોથી કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, જ્ઞાન પ્રબોધિની અંતર્ગત બાળકોના શિક્ષણ ઉપરાંત બાળ સુરક્ષા નિધિ, આરોગ્ય વિષયક સેવાઓ પણ તમામ લોકોને પૂરી પાડવામાં આવે છે. ગરીબ પરિવારોને માટે અભાવ અને અવસર વચ્ચેની ખાઇ બૂરવામાં આવે છે. આજે જ્ઞાનપ્રબોધિની અંતર્ગત શિક્ષણ મેળવેલા છાત્રો ડોકટર, ઇજનેર, વ્યવસાયના વિવિધ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ બનાવી છે.  જ્ઞાનપ્રબોધિની માટે રાજકોટ શહેરની મ્યુનિસિપલ શાળાઓનો પણ સારો સહકાર મળે છે. શાળાના આચાર્યો પણ ગર્વ લેતા હોય છે કે અમારી શાળામાં ભણતો બાળક જ્ઞાન પ્રબોધિની માટે પસંદ થયો છે. જ્ઞાનપ્રબોધિનીમાં દીક્ષિત બાળક શાળાએ જાય એ બાદ સસ્થામાં પણ તેને શિક્ષણ આપવામાં આવે છે. આજે દીક્ષિત નારા ૨૩ બાળકો શિક્ષિત પણ થશે. આવા બાળકો ભારતનું ભવિષ્ય ઘડશે, દેશ અને સમાજની સેવા કરશે. તેઓ પારદર્શક બનશે,

સાથે પદર્શક પણ બનશે. ગરીબોના બાળકો ઘૂઘરા ના વગાડી શકે એ કહેવત એમ ખોટી પાડી છે.

સાંસદ ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, સજ્જન વ્યક્તિઓની ઓળખ એ છે કે તે પોતાનું જીવન બીજા માટે જીવે છે. સદાને માટે સમાજ અને દેશની સેવા કરતા રહે છે. આ ટ્રસ્ટ દ્વારા બાળકોને તેમના બાળપણ આપવાની પ્રવૃત્તિ થાય છે, તે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અને જળસંચય ક્ષેત્રે સુજલામ સુફલામ જળ અભિયાન જેવી કામગીરી જોઇ અન્ય રાજ્યો પણ એ રીતી કામ કરવા પ્રેરાયા છે.

મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ૨૩ બાળકોને દીક્ષિત કર્યા હતા. સાથો સાથ, આ પ્રોજેક્ટમાં સહભાગી બનનારા શિક્ષક અને શાળા સંચાલકોનું સન્માન પણ કર્યું હતું.

આ તકે ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિની ઝાંખી કરાવતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન પ્રોજેક્ટના ચેરમેન અરવિંદભાઇ બગડાઇએ કહ્યું હતું.

આ વેળાએ સાંસદ મોહનભાઇ કુંડારિયા, મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય, શ્રીમતી અંજલીબેન રૂપાણી, જ્યોતીન્દ્રભાઇ મહેતા, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રવીણભાઇ રૂપાણી સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.