Abtak Media Google News

વલસાડના ઉમરગામમાં ૯॥ ઈંચ, વાપીમાં ૫॥ ઈંચ, કપરાડામાં ૪॥ ઈંચ, નવસારીના ખેરગામમાં ૪ ઈંચ વરસાદી સર્વત્ર પાણી-પાણી: અનેક ઘરોમાં વરસાદના પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૮ તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું

દક્ષિણ ગુજરાતમાં સતત મેઘમહેર ચાલુ છે. વરૂણ દેવની મહેર હવે કહેરમાં ફેરવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાના જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં મેઘરાજા માત્ર દેખાવ પુરતો ડહોળ કરી રહ્યાં હોય લોકો શ્રીકાર વર્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. બંગાળની ખાડીમાં લો-પ્રેસરની અસરતળે આગામી ૪૮ કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૦ જિલ્લાના ૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૯॥ ઈંચ જેટલો પડયો છે. ઉમરગામમાં આજ સુધીમાં ૪૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા એક સપ્તાહી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે હવે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. રવિવારે પડેલા અનરાધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં નિચાળવાળા વિસ્તારમાં વરસાદના પાણી ઘુસી જતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૬૭ મીમી, કપરાડામાં ૧૧૧ મીમી, પારડીમાં ૭૭ મીમી, ઉમરગામમાં ૨૩૬ મીમી, વલસાડમાં ૫૫ મીમીઅને વાપીમાં ૧૩૧ મીમી વરસાદ પડયો છે. નવસારીના ચિખલીમાં ૫૫ મીમી, ગણદેવીમાં ૩૧ મીમી, જલાલપોરમાં ૧૧ મીમી, ખેરગામમાં ૧૦૮ મીમી, વાસંદામાં ૨૬ મીમી, ડાંગ જિલ્લાના વઘઈમાં ૨૨ મીમી, સુબીરમાં ૧૪ મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાપીના વાલોદ અને દોલવાણમાં ૧-૧ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યમાં અન્ય વિસ્તારોમાં બહુ નોંધપાત્ર વરસાદ પડયો ની. પૂર્વ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના સનખેડામાં ૨ ઈંચ, વડોદરાના ડભોઈમાં ૨ ઈંચ, ખેડાના વસોમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટની વાત કરવામાં આવે તો ચુડા, ઘોઘા, શિહોર, બોટાદ અને બરવાળામાં માત્ર હળવા ઝાપટા પડયા હતા. સવારી અસ્હય બફારો અને વાદળછાયુ વાતાવરણ રહે છે. દિવસભર મેઘરાજા હેત વરસાવવાનો ખોટો હડોળ કરે છે પરંતુ સંતોષકારક વરસાદ ન પડતો હોવાી લોકો નિરાશ ઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં હવે શ્રીકાર વર્ષાની વાટ જોવાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર-સોમના અને અમરેલી જિલ્લામાં હળવાી મધ્યમ વરસાદની સંભાવના

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેસરની અસરના કારણે આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર-સોમના, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હળવાી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદ આપે તેવી હાલ એક પણ સીસ્ટમ સક્રિય ન હોવાના કારણે લોકોએ હજુ સંતોષકારક વરસાદ માટે એક સપ્તાહ સુધી ઈન્તજાર કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.