Abtak Media Google News

મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાયો છે અને હજુ વરસાદ થયો નથી જેથી ખેડૂતો વાવેતર કરી શક્યા ના હોય જેને ધ્યાને લઈને રાજ્ય સરકારના કૃષિ મંત્રીને પત્ર પાઠવીને કુત્રિમ વરસાદ પ્રયોગ કરવાની માંગ કરાઈ છે. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ રાજ્યના કૃષિ મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ ચોમાસાની ઋતુ ચાલે છે અને સૌરાષ્ટ્રના ઘણા જીલ્લામાં હજુ વરસાદ થયો નથી ખેડૂતો પોતાના પાકોનું વાવેતર કરવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને વરસાદ નથી થતો ત્યારે વાદળછાયા વાતાવરણમાં જો કુત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વરસાવવામાં આવે તો જગતનો તાત તેના પાકોનું સમયસર વાવેતર કરી સકે છે પછી વાતાવરણ બદલી જતા કુત્રિમ વરસાદ માટે સંજોગો રહેશે નહિ અને વાવેતર માટે પણ યોગ્ય સમય નહિ હોય. હાલમાં બંને રીતે કુત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જરૂરી છે કારણકે વાવેતરનો યોગ સમય છે અને વાતાવરણમાં ભેજ વાળા વાદળો પણ છે તો આ તકનો લાભ લઈને જો કુત્રિમ વરસાદ પ્રયોગ કરવામાં આવે તો જગતના તાત માટે સોનાનો વરસાદ સમાન આ વરસાદ થશે જેથી આ મામલે વહેલાસર યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.