Abtak Media Google News

ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓમાના એક એવા રતન ટાટા ફરી એક વખત સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. રતન ટાટાને દેશનો સર્વોચ્ચ એવોર્ડ “ભારત રત્ન” આપવાની માંગ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા કરવામા આવી છે. આ માટે ટ્વિટર પર એક વિશેષ ઝુંબેશ #BharatRatnaForRatanTata હેઝટેગ સાથે ચલાવવામાં આવી રહી છે.

લોકો દ્વારા ચલાવવામાં આવેલા આ કેમ્પેઈનની પ્રતિક્રિયા આપતા રતન ટાટાએ ઉદારી દાખવી છે. ટ્વીટનાં માધ્યમ દ્વારા લોકોને આ કેમ્પિન બંધ કરવાની વિનંતી કરી કહ્યું કે, સોશ્યલ મીડિયા પર લોકો દ્વારા “ભારત રત્ન” એવોર્ડ અંગે વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓની હું પ્રશંસા કરું છું પરંતુ હું નમ્રતાથી અપીલ કરું છું કે આવા અભિયાનો બંધ કરવામાં આવે. ભારતની સમૃદ્ધિમાં યોગદાન આપવા બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું

ઉલ્લેખનીય છે કે, બડા બિઝનેશ.કોમના સીઈઓ અને મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટ કરીને રતન ટાટાને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરી હતી. ત્યારબાદ અન્ય લોકોએ પણ આ માંગને ટેકો જાહેર કરી “ભારતરત્ન ફોર રતન ટાટા” હેઝટેગ્સ સાથે કેમ્પઈન ચલાવ્યું છે જે હાલ ટટ્વિટર પર ટોચનાં સ્થાને છે

દેશનો સર્વોચ્ચ એવોર્ડ “ભારત રત્ન”

“ભારત રત્ન” દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને ‘કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ’ બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.