Abtak Media Google News

ધ્રાંગધ્રા પંથકમા થતી સફેદમાટી તથા રેતીના ગેરકાયદેસર ખનન સામે તંત્ર જોઇ જાણીને અજાણ બનવાનો ઢોંગ કરી રહ્યુ છે છેલ્લા કેટલાક સમયથી ધ્રાગધ્રા પંથકમા બેરોકટોક ચાલતા ગેરકાયદેસર ખનન પ્રક્રિયાને જવાબદાર ખાણ-ખનીજનુ તંત્ર રજુવાત છતા પણ આંખ આડા કાન કરે છે જેઈ સ્પષ્ટ રીતે તંત્રના અધિકારીઓ આ ગેરકાયદેસર ખનનમા ક્યાકને ક્યાક સાંઠગાંઠ ધરાવતા હોવાનો શંકા સત્ય સાબિત થઇ રહી છે તેવામા ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા, રામગઢ, મોટી માલવણ, ભરાડા, નારીચાણા, જશાપર સહિતના ગામોમા ચાલતી રેતી તથા સફેદમાટીનો કાળો કારોબાર છેલ્લા કેટલાક સમયથી ચાલે છે જેમા ધ્રાગધ્રા પંથકના નારીચાણા ગામે ચાલતી રેતી તથા સફેદમાટીનુ ગેરકાયદેસર ખનન બંધ કરવા લોક માંગ પણ ઉઠવા પામી છે.

Img 20170321 Wa0009દરરોજ દિન દહાડે અહિથી ખુલ્લેઆમ પાસ પરમિટ વિના રેતી તથા સફેદમાટીને ગેરકાયદેસર રીતે ખનન કરી ઓવરલોડેડ વાહનોમા હેરફેર થાય છે જ્યારે નારીચાણા ગામની સીમમાથી થતી ગેરકાયદેસર ખનન પ્રક્રિયા બાદ ઓવરલોડોડ વાહનો ખુલ્લેઆમ શહેરી વિસ્તારમાથી નિકળતા હોવા છતા પણ એક પણ અધિકારીને આ વાહનો નજરે નથી ચડતા ત્યારે નારીચાણા ગામે ગેરકાયદેસર ખનન ચલાવનારા ભુમાફીયાઓની હદ એટલી વધી ગઇ છે કે એક વષઁ અગાઉ અહિ ખાણ-ખનીજના અધિકારીઓ પર આ માફિયાઓએ હુમલો કયોઁ હતો ત્યારે ફરીથી ગેરકાયદેસર સફેદમાટીના ખનનનો કાળો કારોબાર શરુ કરનાર ભુમાફીયાઓને નથી કાયદાની બીક કે નથી તંત્રના અધિકારીઓનો ડર અને ખુલ્લેઆમ કોઇની પણ પરવાહ કયાઁ વિના દરરોજ લાખ્ખો રુપિયાની ખનીજ ચોરી કરી ગુજરાત સરકારની તીજોરીને નુકશાન પહોચાડી કેટલાક અધિકારીઓ પણ પોતાના ખીસ્સા ભરવાની લાલચમા ગેરકાયદેસર ખનનને પરવાનગી આપી રહ્યા હોય તેવુ લાગે છે.

Fb Img 1474791961224

તેવામા આ માથાભારે ભુમાફીયાઓ દ્વારા અગાઉ પણ ધ્રાંગધ્રા પંથકમા અન્ય સ્થળે સફેદમાટીનુ ખનન કરતા નજરે પડ્યા છે જ્યારે ખનન કરનારા ભુમાફીયાઓના સગા સબંધીઓ સુરેન્દ્રનગર જીલ્લામા પોલીસકમીઁ હોવાના લીધે તેઓની ભક્તિ ચાલ્યા રાખે છે તેવુ પણ જાણવા મળ્યુ છે ત્યારે સગા સબંધીઓ પોલીસમા સારી પોસ્ટ પર હોવાના લીધે તેનો ફાયદો ઉઠાવી આ ભુમાફીયાઓ પોતાના ધાયુઁ કરી ધાપ ધમકી મારી ગેરકાયદેસર ખનનના વિરુધ્ધ અવાજ ઉઠાવનારાઓના અવાજ દબાવી દેવામા પણ આવે છે પરંતુ નારીચાણા ગામે માથાભારે શખ્સો દ્વારા ચલાવવામા આવતા સફેદમાટીના ગેરકાયદેસર ખનનને બંધ કરવા હવે તિવ્ર લોક માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.