Abtak Media Google News

કહેવાય છે કે હિન્દુ અને મુસ્લીમનો ધર્મ તો લોકો કહે છે કે પરંતુ ખરેખર પ્રથમ ધર્મ માનવતાનો હોય છે. ત્યારે કુદરત પણ બન્ને કોમ હળી મળીને રહે તેવું ઇચ્છે છે જેથી આ વર્ષે મુસ્લીમોના રોઝા મહીનો અને હિન્દુઓના પરષોતમ માસની શરુઆત એક સાથે જ થઇ હતી ત્યારે મુસ્લીમો દ્વારા રોઝાના ર૭મા દિવસે સૌથી મોટા રોઝા તરીકેનો દિવસ મનાય છે. જેને હરણીયા રોઝા તરીકે પણ ઓળખે છે કહેવાય છે કે ર૭માં રોઝાના દિવસે મોટું રોઝુ હોવાના લીધે કેટલાક હિન્દુઓ પણ રોઝુ રહી અલ્લાહની ઇબાદત કરે છે તથા મુસ્લીમો પણ આ એક ર૭મું અવશ્ય રહે છે.

ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં દયાવાન ગ્રુપ દ્વારા આ ર૭માં રોઝાના દિવસે સાંજના સમયે મોટું રોઝુ રાખેલા દરેક વ્યકિતને રોઝુ ખોલાવવા માટેનું આમંત્રણ  આપ્યું હતું હિન્દુ તથા મુસ્લીમનો અનેરો ભાઇચારો અહિ જોવા મળ્યો હતો ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા હિન્દુ-મુસ્લીમની એકતાના પ્રતિક્રમા આ સેવાકીય પ્રવૃતિનો લાભ લઇ અનેક મુસ્લીમ મહિલાઓ તથા પુરુષોએ એક સાથે દયાવાન ગ્રુપના દ્વારા રોઝા ખોલવાના સમયે હાજરી આપી તમામ લોકોએ એકસાથે રોઝા ખોલ્યા હતા જયારે હિન્દુ-મુસ્લીમ ભાઇચારાના અનોખા ઉદાહરણ તરીકે ઝળકાયેલ દયાવાન ગ્રુપનું સરહાનીય કાર્ય ધ્રાંગધ્રા પંથકની દરેક ધર્મપ્રેમી જનતાએ વધાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.