Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા કલેકટરને આવેદન આપી તાકિદે પગલા ભરવા રજુઆત કરી

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં એસ.એન.વિદ્યાલય વઢવાણ અને સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કુલ વઢવાણ કેન્દ્રો પર વિદ્યાર્થી દ્વારા ગેરરીતી થયેલી હોવાના સીસીટીવી ફુટેજ બહાર આવેલા છે. એસ.એન.વિદ્યાલયમાં વિદ્યાર્થી પરીક્ષાનાં સમય દરમ્યાન ૧:૧૪ કલાકે બાથ‚મ જવાના બહાને પરીક્ષા ખંડમાંથી બહાર જાય છે અને ખુબ જ લાંબા સમય બાદ ૧:૪૨ એટલે કે અડધો કલાક બાદ પરત આવે છે અને પરીક્ષાખંડમાંથી બહાર નીકળ્યા બાદ કયાં જાય છે એ શાળાનાં બીજા એક પણ સીસીટીવીમાં જોવા મળતું નથી. પરત આવ્યા બાદ ઉપરનાં ખીસ્સામાંથી કાપલી જેવી ચબરખી કાઢીને ઉતરવહીમાં જવાબ લખતો સ્પષ્ટપણે દેખાય છે. ઉપરાંત આવી જ રીતે સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કુલ વઢવાણમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમ્યાન મોબાઈલમાંથી લખતો સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

7537D2F3 3

જેમાં વિદ્યાર્થી ૧૨:૪૦:૧૫ વાગ્યે પરીક્ષા ખંડની બહાર જાય છે બાદમાં પરીક્ષા દરમ્યાન ૧:૧૪એ પ્રથમવાર મોબાઈલમાંથી લખતો જણાય છે ત્યારબાદ તે થોડીવાર બાદ મોબાઈલને ખીસ્સામાં મુકી દે છે બાદમાં ૧:૧૯ મિનિટે ફરી ૧:૩૬ મિનિટે અને ત્યારબાદ ૧:૪૮:૧૩ થી ૨:૦૦ વાગ્યા સુધી મોબાઈલમાંથી ઉતરવહીમાં ઉતર લખતો જોઈ શકાય છે અને જયારે વર્ગ નિરીક્ષક સમય પુરો થયો ત્યારે ઉતરવહીઓ જયારે પરત લેતા હોય તે દરમ્યાન વિદ્યાર્થી મોબાઈલ દ્વારા ઉતરવહીના ફોટા પાડે છે જે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જયારે વિદ્યાર્થી મોબાઈલ દ્વારા ઉતરવહીનો ફોટો પાડે છે ત્યારે મોબાઈલમાં ફલેશ થાય છે અને પરીક્ષાખંડનાં દરેક વિદ્યાર્થીને અને વર્ગનિરીક્ષકને જાણ થાય છે છતાં પણ વર્ગનિરીક્ષક આ બાબતે કોઈ ઉપલા અધિકારીને જાણ કરતા નથી અને કોઈ નકકર પગલા ભરતા નથી તો તાત્કાલિક આ ગેરીરીતીની તપાસ કરી સીટની રચના થાય અને તાકીદે પગલા ભરવામાં આવે તે માટે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.