Abtak Media Google News

શહેરમાં ઠેક-ઠેકાણે બોર્ડ લાગ્યાં

અગાઉ જનરલ બોર્ડની મીટીંગમાં ઉગ્ર રજુઆત કરાઇ હતી

ખજંભાળિયામાં છેલ્લા સમયથી રખડતા રઝળતા ઢોરનો ત્રાસ લોકો સહન કરી રહ્યા છે આ ઢોર માટે ખંભાળિયામાં ગૌશાળા બનાવવા ગૌ સેવકો દ્વારા તંત્રને અવાર નવાર રજુઆત કરાઇ છે તેમ જ જનરલબોર્ડની મીટીંગમાં પણ ગૌ સેવકોએ ઉગ્ર રજુઆત કરી હતી ત્યારે હવે આગામી ૪ ડિસેમ્બર સુધીમાં ગૌશાળા નિર્માણ માટેનો નિર્ણય નહિ લેવાય તો આત્મ વિલોપન ગૌ પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી છે.

ખંભાળિયાને દ્વારકા જીલ્લાના હેડ કવાર્ટરના દરજજો તો આપવામાં આવ્યો છે પરંતુ જીલ્લા કક્ષામાં જે સુવિધા પ્રાપ્ત થવી જોઇએ તે મુજબ સવલતની અહિં ઘણાં સમયથી કર્મી છે.

ઉલટુ ખખડધજ માર્ગો તથા રેઢીયાળ ઢોરની ભરમાર જેવી અનેક સમસ્યા કાયમ માટે લલાટે લખાઇ ગઇ છે. આવી સમસ્યા વચ્ચે રેઢીયાળ ઢોરની ભરમારવચ્ચે હિંદુ સમાજમાં ગાયોનું સન્માન અધિક હોય ત્યારે આસ્થાના પ્રતિક જેવી ગાયોની કંગાળ સ્થિતિ દયનીય બની છે. આ સ્થિતિમાંથી ગાયોને રાહત અપાવવા અહિંના ૪૪ જેટલા સંવેદનાશીલ કાર્યકરો દ્વારા રેઢીયાળ ઢોર માટે ગૌશાળા બનાવવા વારંવારં રજુઆત કરાઇ છે.

પરંતુ સત્તાધીશો દ્વારા રજુઆતને બીજી રજુઆત જેમ સામાન્ય સમજી ફાલી કરવામાં આવી છે. પરંતુ ક્રાંતિ મીજાજ ધરાવનાર આ કાર્યકરો દ્વારા એલાન આપવામાં આવ્યું છે કે તા.૪થી ડિસેમ્બર સુધીમાં ગૌશાળા નિર્માણ માટે ખાત્રી આપવામાં નહિ આવેુ તો ૪૪ કાર્યકરો એક સાથે કેરોસીનના કેન લઇ આત્મ વિલોપન કરી તેમની માંગ બુલંદ બનાવશે.

આ રજુઆતમાં જીલ્લા પ્રશાશનની ઢીલી નીતિ માનવામાં આવે છે. કે કારણ કે પ્રશાસન દ્વારા માત્ર નગરપાલિકાને માથે ઠીકરું ફોડવામાં આવે છે. પરંતુ રેઢીયાળ ઢોરની સમસ્યા નગરપાલિકા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત વિસ્તારમાં હોવાથી આ સમસ્યા બાબતે થયેલ ગંભીર રજુઆતના પગલે કલેકટર દ્વારા જ સંકલન કરવાનું થતું હોય જે થયું નથી અને કાર્યકરોએ તેમની માંગણી બુલંદ બનાવી છે. પ્રશાસન દ્વારા શું પગલા લેવાશે? તે તરફ સૌની મીટ મંડાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.