Abtak Media Google News

ઝાંપો લેવા જતા હવેલી ગુમાવી…

પાકિસ્તાની મૂળની મહિલા પર બોગસ ઓળખના કાગળના આધારે ભારતમાં રહેતા હોવાનો એટીએસે ગુનો નોંધ્યો

સાવકી પુત્રીની કસ્ટડી મામલે લડત આપી રહેલી મહિલાની એટીએસએ બોગસ ઓળખ ઉભી કરી ભારતમાં રહેતી હોવાનો ગુન્હો નોંધી ધરપકડ કરી છે.  ૩૮ વર્ષીય મહિલાને ભારતીય ઓળખ બદલ અને ભારતમાં અનધિકૃત વસવાટ કરવાના આરોપ સાથે જેલમાં ધકેલી છે. જ્યારે તે કથિતપણે પાકિસ્તાની નાગરિક છે.  મહિલાએ પોતાની ૧૩ વર્ષીય સાવકી દિકરીની કસ્ટડી રાખવાનો આગ્રહ રાખ્યો હતો જ્યારે સંબંધીઓને બાળકીની કસ્ટડી મામલે મહિલા સાથે વિવાદ થતાં તંત્રનો સંપર્ક કરી મહિલા ગેરયકાયદે ભારતમાં રહેતી હોવાનો ખુલાસો કર્યો હતો.

ગત અઠવાડિયે એન્ટી ટેરીરિસ્ટ સ્કવોડ (એટીએસ) એ મહિલાને ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટના ભંગ બદલ ભારતીય નાગરિકત્વ સ્થાપવા માટેના દસ્તાવેજો બનાવટી કરવાની એફઆઈઆર નોંધી હતી.

વિવાદની શરૂઆત કોરોના મહામારી સમયે શરૂ થઈ હતી જયારે મહિલાના પતિનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું.  પ્રાપ્ત વિગત અનુસાર મહિલા તેના પ્રથમ પતિ પાસેથી બે બાળકો ધરાવતી હતી જ્યારે પતિને તેની પહેલી પત્નિ પાસેથી એક પુત્રી હતી. પતિના મોટ બાદ બાળકીના કાકાએ આગ્રહ કર્યો હતો કે મહિલાએ બાળકની કસ્ટડી પરિવારને સોંપી દેવાની હિમાયત કરી હતી પરંતુ મહિલાએ તેનો પ્રતિકાર કર્યો જેના પગલે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો.

પરિવારે કહ્યું હતું કે, મહિલાએ બાળક ઉપર પ્રભાવ બનાવી તેના પિતા અને અમલદારની માતાએ જે સંપત્તિ છોડી હતી તે પડાવી લેવાનું કાવતરું રચ્યું હતું.  તેઓએ હાઈકોર્ટ સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી કે મહિલા મિલકતનો નિકાલ કર્યા પછી દુબઈ ભાગી જશે. ગયા મહિને મહિલાએ ઉચ્ચ અદાલતમાં બાંહેધરી આપી હતી કે  સાવકી પુત્રી વિના ભારત છોડશે નહીં અને તે તેના બે બાળકોની જેમ બાળકીની સારી સંભાળ રાખશે.

હાઈકોર્ટ સમક્ષ બાળકે પણ તેના મામા સાથે જોડાવાની ના પાડી હતી અને તેની સાવકી માતાને પસંદ કરી હતી. પરિવારે  મહિલાની નાગરિકતાના પ્રમાણપત્રો બનાવટી હોવાનો આરોપ લગાવતા પોલિસનો સંપર્ક કર્યો હતો પોલીસે પ્રથમ ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હતો.

૨૦ નવેમ્બરના રોજ એટીએસ ઈન્સ્પેક્ટર એમ.સી. નાયકે મહિલા ભારતીય નાગરિક નહીં હોવા મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં ચકસાવામાં આવેલા પુરાવાને ધ્યાને રાખીને સ્પષ્ટ થયું હતું કે, તેણી એક પાકિસ્તાની નાગરિક છે, નેપાળની સરહદેથી મહિલાએ કપટપૂર્વક ભારતમાં પ્રવેશ કર્યો હતો. તેણીનો જન્મ પાકીસ્તાનમાં થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.