વોર્ડ નં.1 અને 13માં સીસીટીવી કેમેરા મૂકવા માંગ

શહેરના વોર્ડ નં.11 અને વોર્ડ નં.13 ના ધરમનગર-4 તથા ચામુંડાનગર-1માં સીસી ટીવી કેમેરા મુકવા ગુજરાત દલિત અધિકાર સંઘએ માગણી કરી છે.

ગુજરાત દલિત અધિકારી સંઘ રાજકોટ શહેર જીલ્લા સૌરાષ્ટ્ર ગુજરાત પ્રદેશના અગ્રણી રમેશભાઇ મુરી (જશાપરવાળા)એ મ્યુનિ. કમિશ્નર તથા મુખ્યમંત્રીને આવેદન પાઠવી રજુઆત કરી જણાવ્યું છે કે ધરમનગર-4, ચામુંડાનગર-1 માં ભારત સરકારના વિશ્ર્વાસ પ્રોજેકટ હેઠળ મહાપાલિકો કોર્પોરેશન, ધારાસભ્ય તથા મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી  વોર્ડ નં.11 તથા વોર્ડ નં..13 ના વિસ્તારોમાં સીસી ટીવી કેમેરા મુકવા માંગણી કરી છે.