Abtak Media Google News

તેલ-તેલીબીયા એશો. ના પ્રમુખ સમીર શાહે કેન્દ્ર સરકારમાં પત્ર લખી કરી માંગ

સરકારે જુલાઇ 2022 થી ખાદ્ય તેલનું પેકીંગ કરી વેંચાણ કરતા એકમોને તેમની વણવપરાયેલ જીએસટી નું રીફંડ આપવાનું બંધ કરેલ છે. જેના વિરોધમાં 1/7/22 ના રોજ પત્ર લખ્યો હતો. અમારા કાયદો 13/7/22 થી અમલમાં આવ્યો પરંતુ જીએસટી ડીપાર્ટમેન્ટ આ કાયદો અમલમાં આવ્યા પહેલાના સમયનું રીફંડ આપવામાં ગલ્લાતલ્લા કરે છે. અને બહાના બતાવે છે તો અગાઉના પીરીયડના રીફંડ રીલીઝ કરવાની સુચના વિના વિલંબે લાગતા વળગતા ડીપાર્ટમેન્ટને આપવા તેલ તેલીબીયા એશો.ના પ્રમુખ સમીરભાઇ શાહએ માંગણી કરી હતી.

એસોસિએશનના સભ્યો ઘર આંગણે પાકતા તેલીબીયા માંથી તેલ ઉત્પન્ન કરી તેનું પેકીંગ કરી વિતરણ કરવાના વ્યવસાય સાથે જોડાએલ છે. દેશનું ખાદ્યતેલ નું આયાત બીલ ઘણું મોટું છે ને પેટ્રોલીયમ પ્રોડકટસની આયાત પછી બીજા નંબરે આયાત ખર્ચ ખાદ્યતેલ પાછળ થાય છે. આપણું ચલણ ધસાય રહ્યું છે આપણું વિદેશી હુંડિયામણ ઝડપ ભેર ઘટી રહ્યું છે. તેમજ આપણી વેપાર ખાદ્ય વધુને વધુ પહોળી થઇ રહી છે. ત્યારે ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટાડવા ગંભીર પ્રયાસો કરવા પડશે. આવા પ્રયત્નોમાં નાના એકમો મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે. આવા સમયમાં નાના એકમોને પ્રોત્સાહન આપવું જોઇએ તેને બદલે એકમો બંધ થઇ જાય તેવી નીતી અપનાવવી ખરેખર ખેદ જનક છે.

છેલ્લા કેટલાક માસથી જીએસટી ટેકસ ઘણુ ઉંચુછે. સરકારને ઇન્કમ ટેકસ એડવાન્સ કલેકશન પણ ઘણી મોટી માત્રામાં પ્રાપ્ત થયું છે. પેટ્રોલીયમ પેદાશો પરથી એકસાઇઝ ડયુટીથી પણ સરકારને મોટી આવક છે. રીઝર્વ બેંકનું ઘણું મોટું ફંડ સરકારને પ્રાપ્ત થયું છે. તદઉપરાંત મોટા ભાગના જાહેર સાહસોનું ઇ.ટી.એફ. એકસચેન્જ ટ્રેડીંગ ફંડ પણ સરકારે હસ્તગત કરી લીધું છે. તો આવતી મોટી આવક હોવા છતાં તમામ પ્રકારના ટેકસ રીફંડ રીલીઝ કરવામાં વિલંબની નીતી ઘણા સવાલો ખડા કરે છે.

નાના ઉઘોગોને રક્ષણ મળે તેવી નીતી અપનાવવા વિનંતી કરાઇ છે. ખાદ્યતેલ પેકીંગ યુનિટોને વણવપરાએલ ઇનપુટ એકમ ક્રેડીટ નુ રીફંડ ન આપવાના નિર્ણય પર ફેર વિચારણા કરવા વિનંતી કરાઇ છે.

આ બધી રજુઆતો છતાં જો ખરેખર સરકાર જમા ઇનપુટ ક્રેડીટ નું રીફંડ ચુકવવા અસમર્થન હોય તો આવી જમા ઇનયુટ કેડીંટને ઇન્કમટેકસ ચુકવવા જેવા બીજા સરકારી લેણા સામે એડજન્સ કરવા દેવાનું સુચત કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.