Abtak Media Google News

ગુજરાત ન્યુઝ

તાજેતરમાં જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વાર્ષિક ઇન્સપેકશન દરમ્યાન ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લામાં થતા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટાડવા વિવિધ સુચનો કરેલા જે પૈકી માલ વાહક તથા પેસેન્જર વાહનોમાં પાછળના ભાગે રેડીયમના સ્ટીકર તથા પટ્ટીઓ લગાડવા જણાવેલ. જે અનુસંધાને ગીરસોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિહ જાડેજા દ્વારા ટ્રાફીક અવેરનેસ અને કામગીરી અંગેની ડ્રાઇવ આપવામાં આવેલ.

જે અનુસંધાને વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા ટ્રાફીક કામગીરી સંબંધિત સુચના કરવામાં આવતા વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી દ્વારા વેરાવળ ખારવા સમાજનાં અગ્રણી કિશોરભાઇ કુહાડા સહીતનાઓ સાથે સંકલન કરી વેરાવળ બંદર વિસ્તારમાં મત્સ્યોધ્યોગ સાથે જોડાયેલ છકડો રીક્ષા આશરે 500 તથા બોલેરો પીકઅપ વાહન અને મચ્છીની હેરાફેરીમાં ઉપયોગ થતી બોધીઓ આશરે 200 જેટલીમાં પાછળના ભાગે રેડીયમની પટ્ટી તથા સ્ટીકર લગાવી અકસ્માત નિવારણ બાબતે પ્રસંશનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સીટી પોલીસના આ ટ્રાફિક એવરનેશ કાર્યક્રમમાં વેરાવળ સિટી ટ્રાફીકના એ.એસ.આઇ ભરતભાઇ રાઠોડ તેમજ પોલીસ કર્મચારીઓ, ટી.આર.બી જવાનો, ખારવા સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહેલ. અકસ્માત નિવારણ અંગેનાં આ પ્રકારનાં કાર્યક્રમો અને જન જાગૃતીનાં કાર્યો વેરાવળ સિટી પોલીસ દ્રારા આગામી સમયમાં પણ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.