‘આજે વાગે ભડાકા ભારી’ જેવા ભાતીગળ ભજનોની જમાવટ

ગુરૂજીના નામની હો, માળા છે ડોકમાં કલાકાર રાજેશ મજીઠીયા ધૂમ મચાવશે

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિલોકપ્રિય કાર્યક્રમ ચાલને જીવી લઈએમાં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે આપણા લોકસંગીતને વધુમાં વધુ લોકો માણે સાથે સાથે ખૂબજ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહયો છે.

‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં આજે રજૂ થનારા પ્રસિધ્ધ કલાકાર રાજેશ મજીઠીયાને નાનપણથી જ પરિવારમાં ભકિતનો માહોલ અને રોજ સંગીત સાથે થતી પ્રાર્થનાથી સંગીતમાં રૂચી જાગી. પોરબંદર પાસેનાં સિંગડા ગામ કે જે વિશ્રામ દ્વારકાના નામે ખૂબજ જાણીતું છે. મૂળ ત્યાંના વતની રાજેશભાઈને કથાકાર રમેશભાઈ ઓઝાની કથામાં ગાવાનો મોકો મળ્યો જોકે કથામાં પાવો વગાડતા વગાડતા ગાવાની શરૂઆત કરનાર રાજેશભાઈએ ૧૯૮૩માં રાજકોટને કર્મભૂમિ બનાવી દરમ્યાન એક પારિવારીક પ્રસંગમાં રાજેશ્રી એન્ડ પાર્ટીનો પરિચય થયો બસ ત્યારથી સંગીત યાત્રાની સાચી દિશા પકડાઈ હતી.

જુદા જુદા ઓરકેસ્ટ્રામાં ડ્રમ વગાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા રાજુ ડ્રમર તરીકે લોકો જોવા લાગ્યા. પરંતુ ગાવાની લગન અવીરત રાખતા આખરે સારામાં સારા ગાયક બન્યા. અને પ્રોગ્રામોની અવિરત વણઝાર શરૂ થઈ તેઓએ વિદેશમાં પણ અનેક કાર્યક્રમો રજૂ કર્યા છે. તેની ગાયકીમાં ભજન, લોકગીતો, જૈન સ્તવનો, સાહિત્ય, દુહા,છંદ વગેરે સહજતાથી રજૂ કરી લોકોને ભાવવિભોર કરવાની આગવી કલા છે. તો આવો આજે આપણે માણશું વિવિધતા સભર કલાના કલાકાર રાજેશ મજીઠીયાને જોવાનું ચૂકશો નહી ‘ચાલને જીવી લઈએ’.

‘ભજનો’ જીવન જીવવાની જડી બુટ્ટી

‘ચાલને જીવી લઈએ’માં આજે ગૂરૂને આધાર બનાવી ખોટું ન કરવાની શીખ સાથે કાનાની વાંસળી,પ્રાર્થનાનો પ્રકાશ, ઝાલરનો જણકાર, સાધુનો સંગ અને ભજનના ભડાકા જેવા ભજનો પરમ તત્વ સાથે એકાકાર થવાની અનેરી મોજ…

આજે રજૂ થનાર સુમધુર કૃતિઓ

* તારા આંગણીયા પૂછીને જે કોઈ

* બેદલ મુખથી મીઠા બોલે.

* વાગે ભડાકા ભારી ભજનના.

* સાધુ તેરો સંગડો, ન છોડું

* ગુરૂજીના નામની હો માળા છે.

* માવાની મોરલીયે મારા

* નીરખંદારે કોઈ આ દલમાં

* કીસ દેવતાને આજ મેરા.

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

ઈન કેબલ ચેનલ નં.૫૬૧

ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭

મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦

સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

Loading...