Abtak Media Google News

વિવિધ પ્રશ્ર્નોને લઈ જીઈબીયા ઈજનેરો ૭ માર્ચે પ્રતિક ઉપવાસ કરશે અને ૨૬ માર્ચથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે

સરકારે ઈજનેરોના હિતની માંગણીઓને લીલીઝંડી આપ્યા બાદ પણ જીયુવીએનએલે અમલવારી ન કરી

પુરતો સ્ટાફ ન હોવાથી ઈજનેરોમાં કામનું ભારણ વધ્યું

જીયુવીએનએલની સાત કંપનીના ઈજનેરોના પ્રશ્ર્નોને લઈને સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે પરંતુ જીયુવીએનએલના મેનેજમેન્ટ દ્વારા પ્રશ્ર્નોના નિરાકરણ માટે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી. ઉર્જા વિભાગનું કાર્યક્ષેત્ર દિવસને દિવસે વધતું જાય છે પરંતુ સ્ટાફ સેટઅપ ગોઠવવામાં ઉર્જા વિભાગ નિષ્ફળ રહ્યું છે. હાલ આ તમામ પ્રશ્ર્નોને લઈને ઈજનેરોનું સંગઠન જીઈબીયા આગામી ૭ માર્ચે પ્રતિક ઉપવાસ તેમજ ૨૬મી માર્ચથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી રહ્યું છે. જે અંગે વધુ વિગત આપવા જીઈબીયાના સેક્રેટરી બિપીનભાઈ શાહ, જેટકોના જનરલ સેક્રેટરી આર.બી.સાવલીયા અને પીજીવીસીએલના જનરલ સેક્રેટરી એમ. લાલકીયાએ અબતકની મુલાકાત લીધી હતી.

Advertisement

સમગ્ર ભારતમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાજય અગ્રતાક્રમ ધરાવે છે. છેલ્લા દસ વર્ષોમાં વીજળી ક્ષેત્રે રાજયમાં બમણાથી વધારે વિકાસ નોંધાયેલ છે. તેમાં જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનના સભ્યો એવા તમામ ઈજનેરોનો સિંહ ફાળો રહેલો છે. રાજયમાં જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં માન્યતા ધરાવતું ઈજનેરોનું એસોસીએશન છે. જેમાં જુનિયર ઈજનેરથી લીને ચીફ ઈજનેર સુધીના તમામ ઈજનેરો જીબીયાના સભ્યો છે. તેમજ હાલના આશરે ૬૨૦૦ ઈજનેરો, ડોકટર્સ, પ્રોગ્રામર્સ, કેમિસ્ટમાંથી અંદાજે ૫૫૦૦થી વધુ ઈજનેરો, ડોકટર્સ, પ્રોગ્રામર્સ, કેમિસ્ટ જીબિયાનું સભ્યપદ ધરાવે છે. આ તમામ સભ્યો ઉર્જા વિભાગની ઢીલીનીતિ સામે હડતાલમાં જોડાશે.

સરકાર દ્વારા જીઈબીયાની માંગણીઓને લીલીઝંડી આપી દેવામાં આવી છે પરંતુ જીયુવીએનએલ દ્વારા અમલવારી કરવામાં આવતી નથી. હાલમાં ઈજનેર કક્ષામાં વર્ગ-૧ અને અન્ય કક્ષાના વર્ગ-૨ વચ્ચે પગારધોરણમાં ભારે વિસંગતતા છે. કલાસ-૧ ઈજનેરની જવાબદારી અન્ય કલાસ-૨ કરતા વધુ હોય છે છતાં કલાસ-૨ કલાસ-૧ કરતાં વધુ પગાર મેળવે છે.

જીઈબીયા દ્વારા જીયુવીએનએલને હડતાલ અંગેનો કાર્યક્રમ તેમજ વિવિધ માંગણીઓ અંગે નોટિસ મારફતે જાણ કરવામાં આવી છે. જે આ મુજબ છે. જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા તેના સભ્યોના આગામી પગાર અને ભથ્થા સુધારણા કરવા માટે ‘ચાર્ટર ઓફ ડિમાન્ડ’ (સાતમા પગારપંચ અંતર્ગત) સરકાર અને જીયુવીએનએલ મેનેજમેન્ટ આપેલ છે તેની અમલવારી કરવી. તા.૧/૧/૨૦૧૬થી નકકી થયા મુજબના પગાર અને ભથ્થા સુધારણાનાં તમામ લાભ રોકડ-એરિયર્સ સહિત ચુકવણી કરી અમલવારી કરવા માંગણી છે. જીબીઆના સભ્યોને કારકિર્દી પ્રગતિ હેઠળ નોકરીના કાર્યકાળ દરમિયાન ત્રણ વખત ઉચ્ચતર પગારધોરણનો લાભ કે જેની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપેલ છે તેની અમલવારી કરવી. હાલમાં ઈજનેર કક્ષામાં વર્ગ-૧ અને અન્ય કક્ષામાં વર્ગ-૧ તથા વર્ગ-૨ના પગાર ધોરણમાં વિસંગતતા છે. તે દુર કરવા અને તેનો પાછલી અસરથી લાભ આપવા માંગણી છે.

જીયુવીએનએલની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆના તમામ સભ્યો કામભારણના કારણે પોતાની હકક રજા ભોગવી શકતા નથી જેના કારણે વર્ષાતે જમા રજા ‘લેપ્સ’ કરવામાં આવે છે, જેથી દર બે વર્ષે ૩૦ હક્ક રજાનું રોકડમાં રૂપાંતરનો લાભ મળતો હતો તે ‘લીવ-એનકેશમેન્ટ’નો લાભ પુન:સ્થાપિત કરવો. પંજાબ અને હરિયાણા રાજયના નામદાર મા.હાઈકોર્ટના હુકમની અમલવારી કરી નોકરી સમય દરમ્યાન કુલ ૩૦૦થી વધુ રજા પણ જમા રાખી લાભ આપવો. જુનિયર ઈજનેરની ભરતી વિદ્યુત સહાયક પ્રથાને બદલે કાયમી ધોરણે કરવી તેમજ નિમણુકના દિવસથી સિનીયોરીટી ગણી તમામ લાભો પુરતા પગારથી આપવા. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા તમામ જીબીઆ મેમ્બર્સને આગામી પગાર સુધારણામાં ૧૦નાં પે-મેટ્રીકસ ગુણાંકને બદલે ૧૦૦ના પે-મેટ્રીકસ ગુણાંક મુજબ ગણતરી કરી ફીટમેન્ટ આપી નવા બેઝિક પગારનું ફિકસેશન કરી લાભ આપવા માંગણી છે.

પાવર સ્ટેશન અને સબસ્ટેશનમાં જનરલ શિફટમાં તથા સબ-ડિવિઝનમાં કામ કરતા પોતાને ફરજ અસામાન્ય વિષમ પરિસ્થિતિઓ જેવી કે કુદરતી આફતો, વરસાદ, પુર-વાવાઝોડા, ટાઢ-તડકો, ધરતીકંપ સમયે ખુબ જ કાર્યભારણ સાથે સતત ૨૪૭ જવાબદારીઓનું વહન કરી ફરજ બજાવે છે, તો વધારાનું ૧૫% ‘હાર્ડશિપ એલાઉન્સ’ લાભ મળવું જોઈએ. જીયુવીએનએલની સંલગ્નકંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆના તમામ સભ્યો પોતાની ફરજ જાહેર અઠવાડિક રજા તેમજ જાહેર તહેવારોની રજાઓમાં ફરજ બજાવે છે તો તેઓને બેઝિકના ૬% મુજબ પબ્લિક હોલિડે કોમ્પેન્સેશન આપવા અમારી માંગણી છે.

જનરેશન અને જેટકો વિંગમાં શિફટ ડયુટીમાં ફરજ બજાવતા ઈજનેરોને શિફટ એલાઉન્સ તથા ઓવર ટાઈમ તેમજ પાનન્ધ્રો ખાતે ફરજ બજાવતા ઈજનેરોને હાયર ગ્રેડ જેવા લાભો મળતા હતા, તે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેને પુન:સ્થાપિત કરી આપવા. જીબીઆના તમામ સભ્યોને પોસ્ટ રિટાયરમેન્ટ મેડિકલ બેનિફિટ આપવા માટેની જે જીએસઓ-૧, ગત પગાર સુધારણામાં જોગવાઈ કરવામાં આવેલ લાભો રીટાયર્ડ થયેલ તમામ સભ્યોને આપવા. જીયુવીએનએલ અને તેની સબસીડીયરી કંપનીના જીબીયા સભ્યોને મળતા મેડિકલ રિએમ્બર્સમેન્ટના લાભમાં આશ્રિતની આવકમર્યાદા તથા શહેર મુજબનું વર્ગીકરણ નકકી કરવામાં આવેલ છે તે તાત્કાલિક અસરથી દુર કરવું. આ બાબતે પંજાબ અને હરિયાણા રાજયના નામદાર મા.હાઈકોર્ટના હુકમની અમલવારી કરવી.

જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆના તમામ સભ્યોને પોતાની સેવાનિવૃતિ બાદ સારા ભવિષ્ય અને શાંતિપૂર્વક જીવન પસાર કરી શકે અને જરૂરી આર્થિક જરૂરીયાતને પહોંચી વળે તે માટે ‘પેન્શન યોજના’ લાગુ કરવી. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆ મેમ્બર્સને ‘ઈન્ટર કંપની બદલી’ના લાભ મળે તે માટે નીતિ ઘડવા અને અમલવારી કરવી. સેવા નિવૃતિ સમયે ગ્રેચ્યુઈટીનાં લાભ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના ધોરણે પરિપત્ર જીબીઆના સભ્યોને લાભ આપવા. પગારપંચ મુજબ તા.૧/૧/૨૦૧૬ થી ગ્રેચ્યુઈટીની લિમિટ મહતમ ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ મંજુર કરેલ છે.

જીયુવીએનએલ અને તેની સબસિડિયરી કંપનીમાંથી નિવૃત થતા જીબીઆ સભ્યોને ગ્રેચ્યુઈટીનાં લાભ ગ્રેચ્યુઈટી એકટ-૧૯૭૨ને બદલે ગ્રેચ્યુઈટી રૂલ્સમાં મુજબ આપવી. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિક્ષક ઈજનેર અને તેની ઉપરના ઈજનેર અધિકારીઓને ૮% મુજબ ફિલ્ડ એલાઉન્સ આપવા માંગણી છે. ડિસ્કોમમાં સબ ડિવિઝન સ્ટાફ સેટ-અપ માટેના નીતિ નિયમો જી.એસ.ઓ.૪ થી નકકી કરવામાં આવેલ છે તે મુજબ સત્વરે જરૂરી મંજુરી આપી તાત્કાલિક અમલવારી કરવી. ડિવિઝન ઓફિસ, સર્કલ, ઓફિસ, સિવિલ વિભાગ અને આઈ.ટી.વિભાગનું કામભારણ મુજબ સ્ટાફ સેટ અપ નકકી કરી તે મુજબ જરૂરી સ્ટાફ મંજુર કરી આપવા અને સત્વરે અમલીકરણ કરવા માંગણી છે. જીબીઆની ઘણા વર્ષોથી માંગણી મુજબ જેટકોમાં કાર્યભારણ મુજબ યુનિટ/ ઓફિસવાઈઝ નોર્મ્સ બનાવી રીવાઈઝડ સ્ટાફ સેટઅપ મંજુર કરી અમલવારી કરી નવા સ્ટાફની ભરતી કરવી.

નફામાં ૬ ગણો વધારો છતાં સ્ટાફ સેટઅપમાં ૨૫ ટકાનો ઘટાડો

જીયુવીએનએલે નફામાં ૬ ગણો વધારો કર્યો છે અગાઉ ૨૦૦૦ કરોડ જેટલો નફો થતો હતો જે વધીને ૧૨૦૦૦ કરોડે પહોંચ્યો છે. નફામાં આટલો મોટો વધારો થયો હોવા છતાં પણ સ્ટાફ સેટઅપમાં વધારો કરવામાં આવ્યો નથી. હાલ ૨૫ ટકા સ્ટાફની અછત છે. સ્ટાફ સેટઅપ ઓછું હોવાથી ઈજનેરોને બર્ડન વધ્યું છે.

જેટકોમાં ૧૦ વર્ષથી ભરતી જ નથી થઈ

જેટકો દર વર્ષે ૧૦૦ સબસ્ટેશન નવા બનાવે છે. ઉપરાંત દર વર્ષે લક્ષ્યાંક મુજબની મહત્વની કામગીરી કરે છે છતાં પણ જેટકોમાં છેલ્લા ૧૦ વર્ષથી ઈજનેરો અને લાઈનમેનોની ભરતી કરવામાં આવી નથી. મોટા નફા મેળવ્યા બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી.

તા.૭ થી વિરોધ દર્શાવતા કાર્યક્રમો અપાશે

જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના જીઈબીયાના સભ્યો તા.૭ માર્ચે પ્રતિક ઉપવાસ કરી જીયુવીએનએલની નીતિનો વિરોધ કરશે. તા.૧૩ થી જીઈબીયાના સભ્યો અચોકકસ મુદત સુધી વર્ક ટુ રુલ્સ મુજબ ફરજ બજાવશે. તા.૧૪ના રોજ ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. તા.૨૦ના રોજ સભ્યો માસ.સી.એલ. મુકી વિરોધ દર્શાવશે. તા.૨૬ થી ઈજનેરો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.