Abtak Media Google News

નેક ફોર્થ સાયકલ મિશન મંગલનું ડોક્યુમેન્ટેશન કાર્ય પૂર્ણ એસએસઆર રિપોર્ટ સફળતાપૂર્વક સબમીટ કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજ્યની નેક એક્રેડીશનમાં સૌપ્રથમ વખત એ-ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને માળખાકીય સુવિધાના સંદર્ભમાં વિવિધ હકારાત્મક નિર્ણયો અને કામગીરી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વર્ષે નેક એક્રેડીટેશનની ફોર્થ સાયકલમાં અરજી કરવા માટે કુલપતિ અને ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ ઈન્ટરનલ ક્વોલીટી એસ્યોરન્સ સેલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ પ્રાપ્ત થાય તે માટે તમામ પ્રક્રિયાને ડોક્યુમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકમાં અગાઉ આઈઆઈક્યુએ રિપોર્ટ સફળતાપૂર્વક સબમીટ કરાવ્યો છે. નેકમાં બીજા તબક્કામાં એસએસઆર રિપોર્ટ સબમીટ કરાવવાની છેલ્લી તારીખ ૩ જુલાઈ છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અષાઢી બીજ એટલે કે ગઈકાલે કુલપતિ નિતીન પેથાણી, ઉપકુલપતિ વિજય દેસાણી, આઈક્યુએસીના ડાયરેકટર અને સીન્ડીકેટ સભ્ય ડો.ગીરીશ ભીમાણી, સાયન્સ ફેકલ્ટીના ડીન અને સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી તેમજ અન્ય સિન્ડીકેટ સભ્ય વિમલભાઈ પરમાર દ્વારા આઈક્યુએસી ટીમની મહેનતથી ગઈકાલે એસએસઆર રિપોર્ટ નેકમાં સફળતાપૂર્વક સબમીટ કરાવવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ સમગ્ર રાજ્ય અને દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. નેકની આ ફોર્થ સાયકલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ પ્રાપ્ત થશે તેવો સૌનો સંકલ્પ અને પ્રયત્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.