Abtak Media Google News

ડો.એસ.પી.સિંહના સરકારી કયાર્ટર નં-૪માં રહેવા, એચઆરએ લેવા તેમજ કવાર્ટર ખાલી કરવાના તમામ કૌભાંડનો પર્દાફાશ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.પી.સિંહ કે જેઓ જુની જનરલ હોસ્પીટલ અને હાલની જિલ્લા પંચાયતના કવાર્ટર નં-૪માં રહેતા હોય અને દર મહિને પગારમાં મકાન ભાડું પણ મેળવતા હોય આ અંગે ખંભાળીયાના જાગૃત સામાજીક કાર્યકર અનવર ઉંમરભાઈ જોખીયાએ માહિતી અધિનિયમ હેઠળ માહિતી માંગતા ‘અબતક’ ચેનલ ખંભાળીયાની ટીમે તા.૧૮-૪-૨૦૧૭ના રોજ સ્ટીંગ ઓપરેશન કરી ડો.એસ.પી.સિંહનું કૌભાંડ બહાર પાડયું હતું. ત્યારે ડો.એસ.પી.સિંહ લાંબી રજા પર હતા તેમને આરટીઆઈની અરજીની જાણ તાં તેમના માટે કવાર્ટર નં.-૪ ખાલી કરવું જ‚રી બનતા તેમની રજા તા.૩૦-૪-૨૦૧૭ના રોજ પૂર્ણ તાં તેઓએ હાજર વાના દિવસે એટલે વહેલી સવારે ૫:૦૦ કલાકે કવાર્ટર નં.૪ ખાલી કરવા કાવત‚ રચ્યું હતું. પણ ‘અબતક’ ચેનલની ટીમે તેમનું આ કૌભાંડ પણ છતું કર્યું હતું. સામાન ફેરવવા માટે પણ ડો.એસ.પી.સિંહે સરકારી વેકસીન વાન નં.જીજે૧૯જીએ-૩૦૧૧નો ઉપયોગ કર્યો હતો.

વેકસીન વાનનાં ડ્રાઈવરે પણ જણાવ્યું કે, ડો.સિંહનો સામાન ફેરવીએ છીએ. વેકસીન વાન જીપીઆરએસ સીસ્ટમી સજ્જ છે. તા.૩૦-૪-૨૦૧૭ના રોજ સાંજે ૪:૦૦ ી ૬:૦૦ કલાક દરમિયાન તેમજ તા.૧-૫-૨૦૧૭ના રોજ વહેલી સવારે ૫:૦૦ વાગ્યા આસપાસ ડો.એસ.પી.સિંહ સાહેબનો સામાન સારવામાં આવ્યો છે. તેની જીપીઆરએસ આધારે તાત્કાલીક તપાસ વી જ‚રી છે. ‘અબતક’ની ટીમે કવાર્ટર નં.૪નું કવરેજ લેતાં, કવાર્ટર નં.૪માં સરકારી રેકર્ડ-રજીસ્ટરો જોવા મળ્યા હતા. કચેરીના કબાટમાં તાળાબંધીમાં રાખવાની હોય તેવી ડો.પી.એ.પઠાણની ખાનગી અહેવાલની ફાઈલ પણ ડો.સિંહના કવાર્ટરમાં જોવા મળી. આ ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનું સરકારી રેકર્ડ પણ ત્યાં જોવા મળ્યું તો શું ડો.સિંહ કવાર્ટર નં.૪ પરી જ આરોગ્ય શાખાનો વહીવટ ચલાવતા હશે ? એ પણ એક તપાસનો વિષય છે.

ડો.એસ.પી.સિંહ વિરુધ્ધ અનેક ફરિયાદો હોવા છતાં ઉપરી અધિકારીઓ દ્વારા તેમને છાવરવામાં આવતા હોય આપણી પ્રગતિશીલ અને ભ્રષ્ટાચાર મુકત સરકારની છબી ખરડાય છે. ત્યારે ‘અબતક’ ચેનલ દ્વારા ડો.એસ.પી.સિંહની કરતૂતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હોય, સરકારે તાત્કાલીક ધોરણે આવા અધિકારી સામે આકરા પગલા લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.