Abtak Media Google News

ગેજ પરિવર્તન અને વીજળીકૃત મહેસાણા-વરેઠા બ્રોડગેજ સેકશનનું લોકાર્પણ, સુરેન્દ્રનગર-પીપાવાવ વીજળીકૃત સેકશનનું લોકાર્પણ, ગાંધીનગર કેપિટલ-વારાણસી જંકશન વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસને લીલી ઝંડી દર્શાવીને શુભારંભ તેમજ ગાંધીનગર કેપિટલ અને વરેઠા વચ્ચે નવી મેમુ સેવાને લીલી ઝંડી દર્શાવીને શુભારંભ કરાશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જુલાઈ, 2021 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં ગેજ પરિવર્તન, નવા વીજળીકૃત સુરેન્દ્રનગર-પીપાવાવ સેકશન અને પુનર્વિકાસ થયેલ ગાંધીનગર કેપિટલ રેલ્વેની આકર્ષક અને વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. માનનીય પ્રધાનમંત્રી ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ સેવા સહિત 2 ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે.

સુરેન્દ્રનગર-પીપાવાવ સેક્શનનું વીજળીકરણ

સુરેન્દ્રનગર-પીપાવાવ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ ભારતીય રેલ્વે પર 100% વીજળીકરણના બહુ પ્રતીક્ષામાં રાખેલ મિશનને પ્રેરણા આપીને પૂર્ણ થયેલ છે. સુરેન્દ્રનગર-પીપાવાવ ઇલેક્ટ્રિફાઇડ સેકશન (264 રૂટ કિ.મી.) હાઈ રાઇઝ ઓએચઇ સાથે ત્રણ વર્ષના રેકોર્ડ સમયગાળામાં કુલ 289.47 કરોડના ખર્ચે પૂર્ણ થયો હતો અને ફેબ્રુઆરી, 2021 માં શરૂ થયો હતો. તે ન્યૂનતમ સમયમાં પૂર્ણ થનારી ભારતીય રેલ્વે પરનો એક શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે.

તે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી રૂટ તેમજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે એક ખૂબ જ ફીડર રૂટ છે. આ રેલ માર્ગ પીપાવાવ પોર્ટથી દેશના ઉત્તરીય ભાગો સુધી ડબલ સ્ટેક ક્ધટેનર સહિત ભારે માલની ટ્રેનોની સરળ ગતિની ખાતરી આપે છે. આ સેક્શન પાલનપુર-બોટાદ હાઈ રાઇઝ ઓએચઇ સેક્શનનો ભાગ છે, જે 10 જૂન, 2020 ના રોજ શરૂ થયો હતો, જ્યાં કોન્ટેક્ટ વાયર 7.57 મીટરની ઊંચાઈએ છે.

વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક ક્ધટેનર ટ્રેન જે હાઈ રાઈઝ પેન્ટોગ્રાફ સાથે પ્રથમવાર આ સેકશન પર ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત, ધોલા-ભાવનગર અને રાજુલા-મહુવા સેક્શન જેવા નાના સેકશનના વીજળીકરણ પછી, તમામ મેઇલ / એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને પણ ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં ખસેડવામાં આવશે. પરિણામે અમદાવાદ, વડોદરા, મુંબઇ અને દક્ષિણ, ઉત્તર અને ઉત્તર-પૂર્વી ક્ષેત્રમાં સ્થિત અન્ય સ્થળો સાથે ઝડપી અને સીમલેસ કનેક્ટિવિટીની સ્થાપના કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.