Abtak Media Google News

Table of Contents

30 મિનિટ સુધી સંબોધન કર્યું પરંતુ નવી કોઇ વાત ન કરી: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો આપનાર જનતાને ભાગે માત્ર નિરાશા જ આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ.2033 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ માટે ગઇકાલે રાજકોટ આવ્યા હતા. રેસકોર્સ ખાતે જંગી જાહેર સભાને સંબોધતા તેઓએ રાજકોટ કે સૌરાષ્ટ્ર માટે કોઇ મોટી કે મહત્વપૂર્ણ જાહેરાત ન કરતા જનતામાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. આટલું જ નહિં સંબોધન પણ હિન્દીમાં કરતા લોકો રિતસર અકળાઇ ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને અપેક્ષા કરતા પણ વધુ મતો આપ્યા હતા. રાજ્યની 182 બેઠકો પૈકી 156 બેઠકો પર તોતીંગ લીડ સાથે રેકોર્ડબ્રેક વિજય અપાવ્યો છે. છતાં જનતાનું ઋણ ચુકવવામાં ભાજપ કરકસર રાખી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીના પરિણામ બાદ સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીની આ પ્રથમ જાહેર સભા હતી. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતા એવી અપેક્ષા રાખી રહી હતી કે પીએમ દ્વારા રાજકોટ કે સૌરાષ્ટ્ર માટે કોઇ વિશેષ જાહેરાત કરવામાં આવશે.  Screenshot 3 50

પીએમએ સતત 30 મિનિટ સુધી સભા સંબોધી હતી. પરંતુ પહેલા જેવી આક્રમકતા જોવા મળી ન હતી. સામાન્ય રીતે જ્યારે માદરે વતનની મુલાકાતે હોય ત્યારે લોકોને વડાપ્રધાન પાસે એવી અપેક્ષા હોય છે તે તેઓ ગુજરાતીમાં સંબોધન કરે જેના કારણે તેઓને સાંભળવાની ઔર મજા આવે અને ગુજરાતી ભાષાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવે. મોદીએ જાહેર સભાની શરૂઆતમાં કેમ છો? મજા માં એમ કહીને કરતા એવું લાગ્યું હતું કે આજે ગુજરાતીમાં તેઓ સભાને સંબોધશે. પરંતુ તેઓએ સતત 30 મિનિટ સુધી હિન્દીમાં જ સંબોધન કરતા લોકો રિતસર અકળાઇ ગયા હતા.

દર વખતે રાજકોટમાં સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એવું ચોક્કસ કહે છે કે તેઓની રાજકીય કારર્કિદીને રાજકોટે જ લીલીઝંડી આપી છે. રાજકોટે તેઓને પ્રથમ વખત ધારાસભ્ય બનાવ્યા હતા. રાજકોટના તેઓ કાયમી ઋણી છે અને આ ઋણ ક્યારેય ચુકવી શકાય તેમ નથી. ગઇકાલે સભા દરમિયાન તેઓએ એ વાતની કબૂલાત કરી હતી કે બપોરના સમયે એ પણ રજા ન હોય તે દિવસે રાજકોટમાં સભા કરવી બહું મોટી વાત છે. આટલી મોટી સંખ્યામાં મેદનીનું આવવું ખરેખર સરાહનીય છે.Screenshot 2 52

માત્ર વાતો કરવાના બદલે જો વડાપ્રધાને રાજકોટ કે સૌરાષ્ટ્ર માટે કોઇ મોટી યોજનાની ઘોષણા કરી હોત તો જનતામાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હોત. સામાન્ય રીતે વડાપ્રધાન હમેંશા આક્રમક મૂડમાં જોવા મળતા હોય છે. પરંતુ ગઇકાલે તેઓના ચહેરા પર થાક દેખાતો હતો. જનતા જે રિતે ભાજપ પર અઢળક પ્રેમ વરસાવી રહી છે તે રીતે ભાજપ જનતાને વિકાસ કામોની ભેટ આપવામાં થોડું પાછું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ગુજરાતીમાં બોલવાનો પ્રયાસ કર્યો હતો અને મેદનીને જયશ્રી કૃષ્ણ કહ્યા હતા.

પરંતુ મોદીએ હિન્દીમાં સભા સંબોધતા મેદનીમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. વડાપ્રધાન પાસે તક હતી. જો તેઓએ સૌરાષ્ટ્ર કે રાજકોટ માટે એકાદ યોજનાની જાહેરાત કરી દીધી હોત તો જનતાનો ઉત્સાહ બેવડાય જાત. જો કે હજુ લોકસભાની ચુંટણીને ઘણો સમય બાકી છે. હજુ પીએમ ચૂંટણી પૂર્વે બે થી ત્રણ વખત રાજકોટ આવે તેવી સંભાવના પણ દેખાઇ રહી છે. જે રીતે ગઇકાલે વિશાળ મેદની પીએમના સંબોધનથી નારાજ થઇ છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં વડાપ્રધાન રાજકોટ કે સૌરાષ્ટ્રની મુલાકાતે આવે ત્યારે કોઇ મોટી યોજનાની ઘોષણા કરે તેવી સંભાવના પણ હવે ઉભી થવા પામી છે.

ભ્રષ્ટાચારી – પરિવારવાદીઓએ જમાતનું નામ બદલ્યું છે, ઇરાદા એજ: વિપક્ષ પર પ્રહારો

દેશની જનતાના સપના સાકાર થતાં જોઇ અમુક લોકો આગબબુલા થઇ રહ્યા છે: વડાપ્રધાન વિરોધીઓ પર તુટી પડયા

Pm Narendra Modi 2

લોકસભાની આગામી ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મ્હાત આપવા માટે અલગ અલગ વિચાર ધારા ધરાવતા રાજકીય પક્ષો એક થયા છે. અને ગઠબંધનને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટમાં ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આજે જયારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કેટલાક લોકો પરેશાન થઇ રહ્યા છે. જે લોકો દેશની જનતાને હમેશા તરસતી રાખતા જે લોકોને દેશની જનતાની આવશ્યકતા અને આંકાક્ષાની ચિંતામાં હતી તેઓ આજે દેશની જનતાના સપના પુરા થતાં જોઇ આગ બબૂવા થઇ રહ્યા છે. ભ્રષ્ટાચારી અને પરિવાર વાદીઓની જમાતે નામ બદલી નાંખ્યું છે.

બાકી ચહેરા, ઇરાદો અને નીતિ રિતી એક જ છે. ભૂતકાળની સરકાર પોતાના મોંધવારી ના ટ્રેક રેકોર્ડ પર નજર કરે મોંધવારી 10 ટકાએ આંબી ગઇ હતી. જો અમારી સરકારે મોંધવારી કાબુમાં ન લીધી હોત તો આજે દેશમાં 300 રૂપિયામાં એક લીટર દુધ અને પ00 રૂપિયામાં એક કિલો દાળ વેચાતી હોત. ભારતના આસપાસના દેશમાં મોંધવારીનો દર રપ ટકા જેવો છે અમે મોંધવારીને ક્ધટ્રોલમાં રાખવાની સાથે વિકાસ કામોને પણ પ્રાધાન્ય આપ્યું છે.

વડાપ્રધાને નરેન્દ્રભાઇ મોદીએ વિરોધીઓને નામ લીધા વિના જ આડા હાથે લીધા હતા. ગઠબંધનના નવા નામની પણ ટિકા કરી હતી. વિપક્ષના ગઠબંધનના ભાવિ એજન્ડા જનતા સમક્ષ રજુ કર્યા હતા.

Img 20230728 Wa0012 રાજકોટે વિશ્વને વિકાસ પુરૂષની  ભેટ આપી છે: ભૂપેન્દ્રભાઇ પટેલ

વિકાસની રાજનીતિ કોને કહેવાય, વિકાસ કેવો હોય અને કેવી રીતે થાય તે નરેન્દ્રભાઇએ શીખવ્યું છે: મુખ્યમંત્રી

વિકાસની રાજનીતિ કોને કહેવાય, વિકાસ કેવો હોય અને કેવી રીતે વિકાસ કરી શકાય તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોજના, કાર્યો અને આયોજનથી કરી બતાવ્યું છે.

ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. નલ, થલ અને જલ યોજના સાકાર થઇ રહી છે. દશેય દિશામાં સરકારે વિકાસ કાર્યો કર્યા છે. સૌરાષ્ટ્રને સતત નરેન્દ્રભાઇનો પ્રેમ મળી રહ્યો છે. રાજકોટે વિશ્ર્વ આખાને વિકાસ પુરૂષની ભેટ આપી છે.

રાજકોટના પ્રેમ કરતા પીએમ સવાયો પ્રેમ દર્શાવ્યો છે. સૌરાષ્ટ્રનું મુખ્ય નગર આજથી વિશ્ર્વના દેશો સાથે જોડાય રહ્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટુ અને પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. જે વડાપ્રધાન દ્વારા આવનારા દશકાને ઘ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. એપ્રીલ-2017માં એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો. ઓકટોબર-2017માં ભૂમી પુજન થયું. નરેન્દ્રભાઇ મોદી જે કામનું ખાતમુહુર્ત કરે છે તે કામનું લોકાપર્ણ પણ કરે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતા આજે હું વડાપ્રધાનનો આભાર માનું છું કે રાજકોટને લોકલથ ગ્લોબળ બનાવવા માટે આ એરપોર્ટ મહત્વપૂર્ણ સાબિત છે. પાણી જ વિકાસનો આધાર છે.

અમે પાણીનો પરમાત્માના પ્રસાદની માફક અને વિકાસની પારસમણી તરીકે ઉપયોગ કરીશું તેવી ખાતરી પીએમને આપીએ છીએ.

Img 20230728 Wa0007 જયોતિરાદિત્ય સિંધિયા પણ બોલ્યા, “મોદી હૈ તો મુમકિન હૈ”

2014માં  દેશમાં 74 એરપોર્ટ હતા આજે 148 એરપોર્ટ છે: ટૂંક સમયમાં ગુજરાતમાં બીજી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થશે.કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ બાદ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત મોડલ હવે ઇન્ડિયા મોડલ બની ગયું છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવું જોઇએ તેવી ઇચ્છા ખુદ વડાપ્રધાનની હતી. જાુના એરપોર્ટની સરખામણીએ નવું એરપોર્ટ દશ ગણું મોટું છે. 2500 એકરમાં એરપોર્ટનું નિર્માણ થયું છે.

આગામી દિવસોમાં 1800 મુસાફરોનું પ્રતિ કલાક સંચાલન થઇ શકે તેટલી ક્ષમતાનું  વિસ્તરણ કરાશે. ટર્મિનલમાં રણજીત વિલાસ પેલેસ અને રાજકુમાર કોલેજના દ્રશ્યો બતાવાશે. આગામી દિવસોમાં ગુજરાતને વધુ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે ધોલેરા એરપોર્ટનું ટુંક સમયમાં લોકાર્પણ કરી દેવામાં આવશે. વડાપ્રધાન એવું માને છે કે હવાઇ ચપ્પલ પહેરનાર વ્યકિત પણ હવાઇ મુસાફરી કરી શકવો જોઇએ..

વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા છેલ્લા નવ વર્ષમાં આ સંખ્યા બમણી થઇ ગઇ છે. આજે 148 એરપોર્ટ છે ગુજરાતી કહેતા હતા  કે મોદી હૈ તો મુમકાન હૈ, આજે દેશ કહી રહ્યો છે કે મોદી હૈ તો મુમકીન છે  ગુજરાત હવે ઉડશે, જુડશે અને બડશે (આગળ વધશે)

વિજયભાઇએ કાનમાં કહ્યું હું પણ નોટિસ કરૂ છું, રાજકોટમાં બપોરે સભા અને આટલી મેદની

રાજકોટે રાજકોટના રેકોર્ડ તોડી નાખ્યા છે વડાપ્રધાન જન મેદની નિહાળી ખુશખુશાલ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલે રાજકોટમાંં રૂ. 2033 કરોડના વિકાસ કામોના લોકાપર્ણ કર્યા બાદ જંગી જાહેર સભામાં વિશાળ જન મેદની નિહાળી ખુશખુશાલ થઇ ગયા હતા. તેઓએ સભામાં સંબોધનની શરુઆતમાંં જણાવ્યું હતું કે, વિજયભાઇએ મને કાનમાં કહ્યું અને હું પણ નોટિસ કરૂ છું કે રાજકોટમાં કાર્યક્રમ હોય રજાનો દિવસ ન હોય અને બપોરના સમય હોય આ સમયે સભા કરવાનું કોઇ વિચારી ન શકે. આટલી મેદની ખરેખર રાજકોટનો પ્રેમ દર્શાવે છે. આજે રાજકોટે રાજકોટનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. રાત્રે 8 વાગ્યા પછી કાર્યક્રમ હોય તો બરાબર છે બાકી રાજકોટને બપોરે સુવા જોઇએ જ રાજકોટમાં જાહેસભામાં વિશાળ જન મંદની નિહાળી વડાપ્રધાન ખુશખુશાલ થઇ ગયા હતા.

મોંઘવારી કાબુમાં ન લીધી હોત તો આજે દુધ 300 રૂપીયા અને દાળ 500 રૂપીયામાં વેંચાત

જે લોકો દેશની જનતાને હંમેશા તરસતુ રાખતા, જે લોકોને દેશની જનતાની આવશ્કયતા અને આંકાક્ષાઓની ચિંતા નોહતી તેઓ દેશની જનતાના સ્વપ્નો પુરા થતા જોઇ આગબબુલા થઇ રહ્યા છે. આજકાલ ભ્રષ્ટાચાર અને પરિવારવાદની જમાતે તેમનુ નામ બદલી નાખ્યું છે તેમના ચહેરા અને કામ-પાપ-ઇરાદો જૂના પરંતુ નામ નવું છે. કોંગ્રેસના સાશનમાં મોંઘવારી દર 10 ટકા સુધી પહોંચ્યો હતો. જો અમારી સરકારે મોંઘવારી કાબુમાં ન લીધી હોત તો આજે મોંધવારી વધી ગઇ હોત. દેશમાં આજે પહેલાની સરકાર હોત તો આજે દૂધ 300 રૂપિયા લીટર, દાળ 500 રૂપિયા કિલો વહેચાતી હોત. અમારી સરકારમા કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ દિવસોમાં પણ મોંઘવારીને કાબુમાં રાખી શક્યા છીએ. ગુજરાતના વિકાસ માટે અમારી સરકાર સંવેદનશીલતાથી કામ કરી રહી છે.

રાજકોટે મને ઘણું શિખવ્યું છે, હું રાજકોટનો કાયમી ઋણી છું

 

રાજકોટનું ઋણ ઓછું કરવાનો સતત પ્રયાસ કરી રહ્યો છું: નરેન્દ્ર મોદી રાજકોટે મને ઘણું શીખવ્યું છે. હું રાજકોટનો કાયમી ઋણી છું. રાજકોટને મને પ્રથમ વાર ધારાસભ્ય બનાવી મારી રાજકીય યાત્રાને લીલી ઝંડી દેખાતી આ શહેરનું ઋણ ચૂકવવા માટે હું સતત પ્રયાસ કરી રહ્યો છું.

રાજકોટમાં એક જ કમી હતી તે હજી ઇન્ટરનેશનલ એરપોર્ટની જે આજે પૂર્ણ થઇ છે. થોડા સમય પહેલા જ આપના સપના પુરા થવાની ખુશી મેં પણ અનુભવી છે હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે રાજકોટ મને મિનિ જાપાન લાગતું હતું. ત્યારે મારી મજાક ઉડાડાતી હતી આજે આ શબ્દો સાચા પડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.