Abtak Media Google News

કોરોના કાળમાં દ્વારકાધીશજીના ભક્તો ફૂલડોલ ઉત્સવ ઉજવવા મક્કમ છે. ભક્તોનો એક મોટો સંઘ જામનગરથી પદયાત્રા કરી રવાના થયો છે. દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભકતોને પ્રવેશ બંધ રાખવાના નિર્ણયનો વિરોધ છે. ત્યારે આ વખતે કોરોના કારણે હોળી ઉત્સવો દરમિયાન ભકતોને પ્રવેશ બંધ રાખશે. ત્યારે કૃષ્ણ ભક્તો પરંપરાગત ફુલડોલ ઉત્સવ ઉજવવા મક્કમ છે.

Advertisement

દ્વારકાના ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે જામનગરથી પગપાળા યાત્રા આજથી શરૂ કરીને 29 માર્ચે દ્વારકા ખાતે પહોંચીને ત્યાં ફુલડોલ ઉત્સવ ઉજવશે. જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભકતો આ યાત્રામાં જોડાશે. દ્વારકાધીશના શરણે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. તેમજ જામનગરના ભાવિકો મંદિર બંધ રાખવાના નિર્ણયથી નારાજ છે. છતાં એક જથ્થો આજે જામનગર ખાતેથી દ્વારકા તરફ રવાના થયો છે.

Img 20210325 Wa0004

પ્રભુભક્તિમાં લીન થવા આવતા માનવમહેરામણને જ કોરોના અસર કરે છે એવા તંત્રના દાવા સામે રોષ જતાવી શ્રદ્ધાળુઓએ ફૂલડોલ કુચ શરૂ કરી છે.

મંદિર બંધ રાખવામાં આવશે તો માત્ર ધ્વજાજીના દર્શન કરીશું

ઢોલ નગારા અને ડીજેના નાદ સાથે દ્વારકાધીશના ગુણગાન ગાતા આ સંઘે દ્વારકાની વાટ પકડી છે. સંઘના અગ્રણીઓએ દાવો કર્યો છે જો મંદિર બંધ રાખવામાં આવશે તો માત્ર ધ્વજાજીના દર્શન કરી પરત ફરશું. પણ ભગવાનમાં રહેલ શ્રધ્ધાને પૂર્ણ કરી સરકારને લપડાક આપશું એમ આહીર સમાજના અગ્રણી ભીખુ વારોતરીયા, આહીરસમાજના પ્રમુખ કરશન કરમુર, પ્રવીણ માડમ, દેવશી ચેતરીયા સહિતના આગેવાનોએ રોષ જતાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.