Abtak Media Google News

૫૬ના દુકાળ વખતે શંકરગીરી બાપુએ ઉપવાસ કર્યા’તાને વરસાદ આવ્યો હતો

રાજકોટમાં ભકિતનગર સર્કલ પાસે આવેલ ધારેશ્ર્વર મહાદેવ ભકતજનોની આસ્થાનું મહાકેન્દ્ર છે ટ્રસ્ટ સંચાલિત આ મંદિરની સ્વચ્છતા વ્યવસ્થા ઉડીને અંખે વળગે તેવી છે. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા શંકરગીરી બાપુ ફરતા ફરતા આ સ્થળે આવ્યાને મંદિર નિર્માણ કર્યું. આ મંદિરે તમે જે ધારો તે તમને (શિવભકતોને) મળે તેવા હેતુસભર નધારેશ્ર્વરથ મંદિર નામ અપાયાનું જૂના પેઢીના ભકતો જણાવે છે.

છપ્પનીયા દુકાળમાં શંકરગીરી બાપુએ વરસાદ માટે ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારે સૌરા. ગુજરાત અલગ હતુ સૌરાષ્ટ્રના ઢેબરભાઈએ આ જોગીહઠ છોડવા વિનંતી કરીને સાંજે મુશળધાર વરસાદ આવ્યો હતો. શંકરગીરી બાપુએ ૩-૪-૧૯૫૬ના રોજ જીવતા સમાધી લીધી હતી જે આજે પણ મંદિરના પ્રાંગણમાં છે.

૧૯૬૨થી આ મંદિર ટ્રસ્ટ સંભાળે છે. હાલ મનુભાઈ મારૂ પ્રમુખ અને મંત્રી પ્રતાપભાઈ જોશી તમામ આયોજનો સંભાળી રહ્યા છે. મંદિરની પૂજન અર્ચન વિધી ત્રણ પેઢીથી ત્રિવેદી પરિવાર સંભાળી રહ્યો છે. શ્રાવણી પર્વે સવાર-સાંજ આરતી-ધૂન-ભજન નિયમિત કરાય છે. મંદિરમાં સુંદર પ્રાર્થના હોલ છે. જયાં યોગ સાધના કરવામાં આવે છે.

સ્વયંભૂમંદિરેથી જયોતી લઈને હાલના મંદિરનું પૂજન કરીને નવુ મંદિર નિર્માણ કરાયેલ જેની પૂજન વિધી ડોંગરેજી મહારાજે કરી હતી. નવા મંદિરના પાયામાં પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરીત રામ-નામ પત્રિકા નાખવામાં આવી હતી. મંદિરનાં પ્રાંગણમાં વિવિધ મંદિરો પણ આવેલા છે. ભકતજનોની અપાર શ્રધ્ધા વર્ષોથી હોવાથી અહી ભકતજનો તહેવારોમાં ઉમટી પડે છે.

મંદિરનાં પ્રાંગણમાં આવેલા વિવિધ દેવાલયો

રામ દરબાર, અંબાજી માતા, લક્ષ્મીજી માતા, અનપૂર્ણાર્માં, ગાયત્રી માતા, સત્યનારાયણ ભગવાન, આશાપૂરા ર્માં, ખોડિયાર ર્માં, ગૂરૂદત્તાત્રેય, રાધા-કૃષ્ણ, ચામુંડામાર્ં, શિતળાર્માં, બુટભવાની જેવા વિવિધ મંદિરો ધારેશ્ર્વર મહાદેવના મંદિરનાં પ્રાંગણમાં આવેલા છે. જેના પરત્વે પણ ભકતજનોમાં અખુટ શ્રધ્ધા ભકિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.