Abtak Media Google News

વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સૌથી મોટો બિઝનેશ ફેરનો ખિતાબ મળ્યો 

વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 350 જેટલા સ્ટોલ્સની ચાર દિવસમાં 80 હજાર લોકોએ મુલાકાત લીધી 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેળવણી સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી ધોળકિયા સ્કૂલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓમાં વેપાર વાણિજ્યના કૌશલ્ય વિકસાવવા ધોળકિયા સ્કૂલ દ્વારા ચાર દિવસીય બિઝનેશ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર બિઝનેશ ફેરમાં આશરે 350 જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને સમગ્ર બિઝનેશ ફેરનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાબતનો વિક્રમ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયો છે. એવું પ્રથમવાર બન્યું છે કે, વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત બિઝનેશ ફેર યોજાયો હોય અને તેમાં પણ 350 જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવ્યા હોય.

Advertisement

આ બાબતની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા લેવામાં આવી છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસની ટીમે રાજકોટ ખાતે આવીને આ ફેરને વિક્રમ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, ચર દિવસીય બિઝનેશ ફેરની 80 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે જે આ બિઝનેશ ફેરની સફળતાને વર્ણવે છે.

ધોળકીયા સ્કૂલ દ્વારા પ્રજાસત્તાક પર્વથી ચાર દિવસ સુધીનો બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી કાળથી જ બાળકો વેપાર વાણિજ્યનું વ્યવહારુ જ્ઞાન મેળવી શકે તેવા શુભ આશયથી ધોળકિયા સ્કૂલ દ્વારા ચાર દિવસીય બિઝનેશ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા.

બિઝનેશ ફેર જેવા આયોજનોથી વિદ્યાર્થીઓને બાળપણથી જ વેપાર વાણિજ્યનું વ્યવહારુ જ્ઞાન મળી જાય અને જીવનમાં વિદ્યાર્થી કારથી જ પાકા વેપારી બને તે માટે આ બિઝનેશ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિઘ્ધ એવી રાજકોટની ધોળકીયા સ્કુલ વિઘાર્થીઓના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્ન શીલ રહે છે. શ્રેષ્ઠ શિક્ષણની સાથોસાથ વિઘાર્થીઓમાં રહેલી સુસુપ્ત શકિતઓને બહાર લાવવા અને તેને યોગ્ય પ્લેટફોર્મ આપવા તેમજ આજના સમય સાથે વિઘાર્થીઓ કદમથી કદમ મિલાવી શકે તે રીતે તેમનું ઘડતર કરવું એ ધોળકીયા સ્કુલ્સનો હરહંમેશ ઉદેશ રહ્યો છે. શાળાના વિઘાર્થીઓને વેપાર- વાણિજય અંગે પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત થાય, બજારની પરિસ્થિતિનો ખ્યાલ આવે, ખરીદ વેેચાણનો અનુભવ મળે અને પોતાના સ્વબળે કેવી રીતે ધંધો કરી શકાય તે શીખવા મળે એ હેતુથી ધોળકીયા સ્કુલ્સ દ્વારા ચાર દિવસના બીઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ફન ફેરના આયોજન અવાર-નવાર થતા રહે છે પરંતુ ભાવિ વેપાર સાહસિકોના ઘડતર માટે બિઝનેસ ફેરના આયોજનની પહેલ ધોળકીયા સ્કૂલ્સ દ્વારા કરવામાં આવી છે.

ધોળકીયા સ્કુલ્સ દ્વારા આયોજીત આ બિઝનેસ ફેરની નોંધપાત્ર બાબત એ છે કે, બિઝનેશ ફેરનું સમગ્ર સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યુ હતું.આ બિઝનેશ ફેર થકી વેપાર કેવી રીતે કરી શકાય તેની તાલીમ વિઘાર્થીઓએ પોતે જ વસ્તુઓની લે-વેચ દ્વારા પ્રાપ્ત કર્યું છે. વિઘાર્થીઓને પ્રવર્તમાન બજારના પ્રવાહોથી વાકેફ કરાવવા માટે ધોળકીયા સ્કુલ્સ દ્વારા તેઓને આ તક આપવામાં આવી હતી. આ બીઝનેસ ફેરમાં વિઘાર્થીઓ પોતાના સ્ટોલમાં જે વસ્તુઓનું વેચાણ કરવા ઇચ્છતા હોય તે વસ્તુઓની ડિમાન્ડ કેવી રહેશે? તે વસ્તુઓ સસ્તા ભાવે કરકસરથી કેવી રીતે મળી શકે? તેમાં કેટલા પ્રકારની કવોલીટી હોય? અને નફાનો ગાળો કેટલો રાખી વસ્તુનું વધુ વેચાણ કરી શકાય? તે તમામ અનુભવો વિઘાર્થીઓને આ બીઝનેસ ફેરના માઘ્યમથી પ્રાપ્ત થયો છે.

આ બીઝનેસ ફેરના 350 થી વધારે સ્ટોલ્સમાંથી આવનાર મુલાકાતીઓએ પોતે ઘર વપરાશની ચીજવસ્તુઓ, કપડા, ફુટવેર, સ્ટેશનરી આઇટમ, મોબાઇલ એસેસરીઝ, ઘર સજાવટની વસ્તુઓ, હેન્ડ ક્રાફટ, હેલ્થકેર પ્રોડકટસ, ઓર્ગેનિક ફ્રુટસ અને વેજીટેબલ્સ વગેરેની ખરીદી કરી હતી.

અહીના ગેમઝોનમાં વિવિધ પ્રકારની રાઇડસ, ચકકરડી, જમ્પીંગ વગેરે બાળકોના આનંદ પ્રમોદના સાધનો ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફુડઝોનમાં અનેક અવનવી આઇટમોનો સ્વાદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બિઝનેસ ફેર દરમ્યાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઘાર્થીઓએ પોતાની કલાનું નિદર્શન કર્યું હતું. સાથો સાથ ગેમઝોન, સેલ્ફી ઝોન અને લાઇવ સ્ટેજ પરફોમન્સ જેવા આકષણો પણ બીઝનેસ ફેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

ધોળકીયા સ્કુલ્સ આયોજીત આ બિઝનેસ ફેર એ આ કક્ષાનો સૌથી મોટો બીઝનેસ ફેર સાબિત થયો છે. રૂ. એક કરોડથી વધુ રકમના રોકાણ સાથ 1500 થી વધુ વિઘાર્થીઓ દ્વારા સંચાલીત આ બીઝનેસ ફેર રાજકોટના શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

 Screenshot 2 48 ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ વિક્રમ સ્થાપિત કરી બતાવ્યો: ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસના નીલિમા છાંજેડે અબતક સાથેની  વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોળકીયા સ્કૂલ દ્વારા બીઝનેસ ફેરનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કોમર્સના વિધાર્થીઓ દ્વારા બિઝનેશ ફેર યોજવામાં આવ્યો હતો. ધોળકીયા સ્કૂલનાં શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ ઉત્સાહમા વધારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિક્રમ સ્થાપિત કરવા માટે અમે 200 સ્ટોલ્સનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ તેની સામે ધોળકિયા સ્કૂલ દ્વારા 350 જેટલાં સ્ટોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે જે એક વિક્રમ છે. તેમણે કહ્યું હતું કે, આ પૂર્વે ક્યારેય આ પ્રકારનો રેકોર્ડ સ્થાપિત થયો નથી.

Screenshot 3 37

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાની મહેનત રંગ લાવી: કૃષ્ણકાંતભાઈ ધોળકિયા

ધોળકિયા સ્કૂલના મેનેજીંગ ડિરેકટર કૃષ્ણકાંતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ધોળકિયા સ્કુલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમા સ્થાન મેળવ્યું છે. બાળકો દ્વારા સંચાલિત બીઝનેસ ફે નું અયોજન  ધોળકિયા સ્કુલ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ધોળકિયા સ્કૂલ પરીવારએ જહેમત ઉઠાવી છે. વિધાર્થી અને વાલીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ સાયન્સ ફેરમાં વિધાર્થીઓએ પોતાનો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં ધોળકિયા સ્કુલના વિધાર્થીને ગોલ્ડ મેડલ મળ્યો છે તે પણ ધોળકિયા સ્કૂલ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું હતું કે, વિધાર્થીઓ ખૂબ પ્રગતિ કરે એવી ધોળકિયા સ્કૂલની અભિલાષા હરહંમેશ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.