Abtak Media Google News

ટોચના ભારતીય બેટ્સમેનોમાં ધોની જ એક એવો બેટ્સમેન છે ૪૫એમએમનું બેટ ઉપયોગ કરે છે

કેપ્ટન કૂલ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની પોતાની પાવર હિટીંગ માટે પણ દુનિયાભરમાં જાણીતો છે. ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી ૧૬૨ મેચો રમી છે, જેમાં તેણે ૩૮.૨૨ની એવરેજથી ૩૬૭૦ રન બનાવ્યા છે. આઈપીએલમાં ધોનીએ કુલ ૨૫૮ ચોગ્ગા અને ૧૬૨ છગ્ગા લગાવ્યા છે. આઈપીએલમાં ધોનીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કિંગ્સ ઈલેવન પંજાબ સામે રવિવારે હતું, જ્યારે તેણે અણનમ ૭૯ રનની ઈનિંગ રમી.

Advertisement

ધોનીની ટાઈમિંગ અને બાવડાની તાકાત પર ક્રિકેટ એક્સપર્ટ ચર્ચા કરે છે. આ ઉપરાંત ૪૫એમએમની ધારવાળું તેનું બેટ પણ શોટ્સમાં મહત્વપૂર્ણ છે. ટોચના ભારતીય બેટ્સમેનોમાં ધોની જ એક એવો બેટ્સમેન છે જે ૪૫એમએમનું બેટ ઉપયોગ કરે છે.

ધોનીએ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયાની Spartan Sportsસાથે કરાર કર્યો હતો. ત્યારથી ધોની આ કંપનીનું બેટ ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોનીએ આ ડીલ ૨૫ કરોડ રૂપિયામાં કરી હતી. ધોનીના આ બેટની કિંમત લગભગ ૩૨,૦૦૦ રૂપિયા છે. જે થોડું મોઘું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.