Abtak Media Google News

નવી એંબ્યુલન્સ માટે દરખાસ્ત કરાઈ છે : અધિક્ષક સીવીલ હોસ્પિટલ

ધોરાજી સરકારી હોસ્પિટલમાં એકમાત્ર એંબ્યુલન્સ માંદગીના બિછાને પડી છે. જેને કારણે રિફર થતા દર્દીઓને ખાનગી વાહનમાં મોંઘા ભાડા આપવાં મજબૂર થવું પડી રહ્યુ છે. સરકારી એંબ્યુલન્સ માત્ર બે રૂપિયા કિલોમીટરના દર થી  ભાડું વસૂલે જયારે ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવાતી એંબ્યુંલન્સ  વધારે રૂપિયા પ્રતી કિલોમીટર ભાડા વસૂલે છે.

આ મામલે ધોરાજી સીવીલ હોસ્પિટલ નાં ડો. જયેશ વેસેટીયન એ જણાવ્યુ હતુ કે સરકારી એંબ્યુંલન્સ 1,75,000 કિલોમીટર ચાલી ચૂકી છે. જે મર્યાદા પણ પૂર્ણ થવા આરે છે. હાલ એંબ્યુંલન્સનું એન્જિન ખરાબ થઈ ચૂક્યું છે. ધોરાજી હોસ્પીટલ દ્રારા નવી એંબ્યુંલન્સ માટે દરખાસ્ત મંજૂરી માટે મોકલી અપાઈ છે. હવે નવા વાહનને મંજૂરી મળે ત્યારે ફરી સેવા કાર્યરત થસે.ધોરાજી સરકારી હોસ્પિટલમાં અનેકવિધ પ્રકલ્પો ચાલી રહ્યાં છે. વિવિઘ રોગોના ડોકટરો, લેબોરેટરી, ડાયાલિસિસ, એક્સ રે, કોવિડ કેર સેન્ટર, ગાયનેક, બાળરોગ સ્પેશિયલ સહીત સેવાઓ ઉપલબ્ધ છે. અને દાતાઓના સહયોગથી હોસ્પીટલમાં અનેક આધુનિક નિદાન, સારવાર માટેના ઈન્સ્ટ્રુમેન્ટ મળેલા છે ત્યારે સરકારી એબ્યુલન્સ તંત્ર દ્વારા વહેલી તકે મળી રહે તે આવશ્યક બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.