Abtak Media Google News

આધારકાર્ડ ઓપરેટરનો પગાર થયેલ ન હોવાથી હાલ આધારકાર્ડની કામગીરી બંધ રહેશે તેવું બોર્ડ લગાવાયું

રાજકોટ જીલ્લા ધોરાજી નાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ ની કામગીરી બંધ કારણ કે છ મહીના થી આધાર કાર્ડ ઓપરેટર નો પગાર થયેલ નાં હોવાથી હાલ આધાર કાર્ડ ની કામગીરી બંધ રહેશે એવું લખેલું  બોર્ડ ચોટાડયુ છે આ બાબતે ધોરાજી મામલતદાર નો સંપર્ક સાંધતા તેણે જણાવેલ કે આ બોર્ડ મારનાર એ કોઈ પણ પ્રકાર ની મંજૂરી લીધાં વગર આધાર કાર્ડ નાં ઓપરેટરે લગાવેલ છે

સરકારી કચેરી અને કોન્ટ્રાકટરો અને ઓપરેટરો નાં સંકલન નો અભાવ અને તાલમેલ નો અભાવ જોવાં મળેલ ધોરાજી નાં મામલતદાર કચેરી માં આ તાલમેલ અને સંકલન નાં અભાવ ને કારણે સામાન્ય માણસ પીસાઈ રહયો છે ધોરાજી મામલતદાર કચેરી ખાતે ચાલતી આધાર કાર્ડ કામગીરી બંધ હાલ પુરતી બંધ જોવાં મળી હતી કારણ કે આધાર કાર્ડ ની કામગીરી કરતાં ઓપરેટરે પોતાના પગાર ન થતાં આધાર કાર્ડ ની કામગીરી બંધ કરવામાં આવી છે તેવું લખાણ વાળું બોર્ડ લગાડી દીધેલ જેથી ધોરાજી મામલતદાર કચેરી માં ચાલતી આધાર કાર્ડ કામગીરી બંધ જોવાં મળી હતી જેથી આધાર કાર્ડ ની કામગીરી બંધ કારણે લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

2

રાજકોટ જીલ્લા ધોરાજી નાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ ની કામગીરી બંધ કારણ કે છ મહીના થી આધાર કાર્ડ ઓપરેટર નો પગાર થયેલ નાં હોવાથી હાલ આધાર કાર્ડ ની કામગીરી બંધ રહેશે એવું લખેલું  બોર્ડ ચોટાડયુ છે આ બાબતે ધોરાજી મામલતદાર નો સંપર્ક સાંધતા તેણે જણાવેલ કે આ બોર્ડ મારનાર એ કોઈ પણ પ્રકાર ની મંજૂરી લીધાં વગર આધાર કાર્ડ નાં ઓપરેટરે લગાવેલ છે આ પ્રકાર નું બોર્ડ એ મામલતદાર ની કોઈ પણ મંજૂરી લીધા વગર કે જાણ કર્યા વગર ઓપરેટર દ્વારા  મનસ્વી રીતે મારવામાં  આવ્યું  છે તેમજ મામલતદાર સાહેબ શ્રી એ તેમને બોલાવી સૂચના આપવામાં આવી છે તેમજ ઓપરેટર કહે છે તે તેમનો પગાર થયો નથી ત્યારે મામલતદાર સાહેબ ના જણાવ્યા મુજબ આ પ્રશ્ન જિલ્લા નો કહેવાય અને જિલ્લા કક્ષા એ વાત કરી આ ઓપરેટર ની છૂટા કરી તેમની જગ્યાએ નવા ઓપરેટર ની નિમણુક તાત્કાલિક કરવા જણાવ્યું છે તેમજ તેમને કહ્યું કે આ પ્રકાર ના બોર્ડ મારવા એ સરકાર વિરુદ્ધ ની નીતિ છે તેમજ તેવા તેમને કોઈ અધિકાર નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.