Abtak Media Google News

ધ્રોલ તાલુકાના ગામડાઓ તથા ઉંડ-1 નદી પરના ચેક ડેમો ભરી આપવા સંદર્ભે શાસક પક્ષના નેતા લખધીરસિંહ જાડેજાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજુઆત કરી છે. તેમણે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે જો ચેકડેમો ભરવા માટે પાણી છોડવામાં આવશે તો ઉનાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે.

સૌની યોજના દ્વારા જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાનાં લૈયારા, સણોસરા, ગઢડા, જાબીડા, રાજપર, સુમરા, પીપરટોડા તેમજ ઉંડ-1 નદી ઉપરના જાલીયા માનસર, હમાપર, રોઝીયા, મોરારદાસ, ખંભાલીડા, ધ્રાંગડા, વાંકીયા, સોયલ તેમજ ગઢડા નાની સિંચાઇ યોજનાનો ડેમ તેમજ ડેમની નીચે આવતા બાવની નદી ઉપરના ખારવા ગામના ચેકડેમો ભરવા માટે વિનંતી કરીછે. જો આ પાણી છોડવામાં આવે તો હાલ ખેડુતોને ઉનાળુ પાક જેવા કે તલ તેમજ મગફળીના પાકોને ખુબ જ ફાયદો થાય છે. તેમજ ચેકડેમો ભરવામાં આવશે તો ગામના ભૂગર્ભ જળ પણ ઉંચા આવશે. તો વ્હેલી તકે આજી-3 માંથી ઉંડ-1 વચ્ચેના આવતા ચેકડેમો વ્હેલીતકે ચેકડેમો તેમજ નાની સિંચાઇ યોજનાના ડેમો ભરવાનું કામ ઘ્યાને લેવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.